If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબચોરસ પ્રિઝમનું ઘનફળ

લંબચોરસ પ્રિઝમ એ 6 લંબચોરસ ફલક ધરાવતો એક 3D આકાર છે. લંબચોરસ પ્રિઝમનું ઘનફળ શોધવા, તેના 3 પરિમાણોનો ગુણાકાર કરો: લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ. ઘનફળને ઘન એકમમાં દર્શાવાય છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આ લંબચોરસ પ્રિઝમનું ઘનફળ શું છે? અહીં આપણને બધી જ બાજુઓના માપ સેન્ટીમીટરમાં આપવામાં આવ્યા છે તેથી ઘનફળનો એકમ સેન્ટીમીટરનો ઘન આવશે તો આપણે અહીં એ વિચારીએ કે 1 સેન્ટીમીટરનો ઘન જેટલું ઘનફળ ધરાવતા અહીં કેટલા સમઘન સમાઈ શકે? આપણે ઘણા બધા ઉદાહરણ જોઈ ગયા છીએ,તમારે ફક્ત આ પ્રિઝમના 3 જુદાં જુદાં પરિમાણોનો ગુણાકાર કરવાનો છે માટે અહીં આ પ્રિઝમનું ઘનફળ 4 સેન્ટીમીટર ગુણ્યાં 7 સેન્ટીમીટર ગુણ્યાં 2 સેન્ટીમીટર થાય હવે આપણે તેની ગણતરી કરીએ, 7 ગુણ્યાં 2 સેન્ટીમીટર,7 ગુણ્યાં 2,14 થાય પછી તેનો ગુણાકાર 4 સાથે કરીએ,14 ગુણ્યાં 4, 56 થાય,આમ, આપણને આ લંબચોરસ પ્રિઝમનું ઘનફળ 56 સેન્ટીમીટરનો ઘન મળશે,આપણે આપણા જવાબને ચકાસીએ,હવે આપણે એક બીજું ઉદાહરણ જોઇશું. અહીં આ લંબચોરસ પ્રિઝમની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે,તેની લંબાઈ 3 સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ 4 સેન્ટીમીટર છે,આ પ્રિઝમનું ઘનફળ શું થાય? ફરીથી આપણે એ વિચારીએ કે અહીં આ પ્રિઝમમાં એક ઘન સેન્ટીમીટર જેટલું ઘનફળ ધરાવતા કેટલા સમઘનનો સમાવેશ કરી શકાય? તો તે શોધવા આપણે ફક્ત આ 3 જુદા-જુદા પરિમાણોનો ગુણાકાર કરવાનો છે માટે 3 સેન્ટીમીટર ગુણ્યાં 4 સેન્ટીમીટર ગુણ્યાં 6 સેન્ટીમીટર,6 ગુણ્યાં 4, 24 થાય, 24 અને પછી તેનો ગુણાકાર 3 સાથે કરીએ તો આપણને 72 જવાબ મળે,આમ,આ લંબચોરસ પ્રિઝમનું ઘનફળ 72 સેન્ટીમીટરનો ઘન થશે, આપણે જવાબ ચકાસીએ,આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે.