If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અવયવ પાડો

સેલ સંખ્યાના અવયવ શોધવા માટે આકૃતિ દર્શાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વાર્તાલાપમાં જોડાવા માંગો છો?

શું તમે અંગ્રેજી સમજો છો? ખાનએકેડેમીની અંગ્રેજીની સાઇટ પર વધુ ચર્ચા થતી જોવા માટે અહીં ક્લિક કરો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે આપણે સંખ્યાના અવયવ શોધવાનો મહાવરો કરીશું,નીચેનામાંથી 16 ના અવયવની જોડ કઈ છે? લાગુ પડતા તમામ જવાબો પસંદ કરો.આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાને 1 વડે ભાગી શકાય તેથી 16 ના અવયવની એક જોડ 1 અને 16 થશે? તેથી આપણે આ વિકલ્પ પસંદ કરીએ, હવે16 ને 2 વડે પણ ભાગી શકાય,16 ભાગ્યા 2 , 8 થાય માટે અવયવની બીજી જોડ 2 અને 8 થશે, 16 ના અંકોનો સરવાળો 7 થાય છે,7 ને ૩ વડે ભાગી શકાય નહીં માટે 16 એ 3 વડે વિભાજ્ય નથી.16 ને 4 વડે ભાગી શકાય, 4 ગુણ્યા 4 ,16 થાય તેથી આપણા જવાબો આ આવશે,જવાબ ચકાસીએ, વધુ એક ઉદાહરણ જોઈએ,42 ના અવયવની બધી જોડ શોધવા કોષ્ટકને પૂર્ણ કરો.અવયવની એક જોડ 1 અને 42 છે. અવયવની બીજી જોડ જો 42 ને 2 વડે ભાગ્યે તો આપણને જવાબ 21 મળે માટે તેની બીજી જોડ 2 અને 21 થાય.42 ના અંકોનો સરવાળો 6 થાય છે.4 + 2, 6. 6 એ 3 વડે વિભાજ્ય છે તેથી 42 પણ ૩ વડે વિભાજ્ય થાય.42 ને 3 વડે ભાગ્યે તો આપણને જવાબ 14 મળે,તેવી જ રીતે 42 ને 6 વડે ભાગીએ તો આપણને જવાબ 7 મળે.આમ આ બધી જ 42 ના અવયવની જોડ થશે. જવાબ ચકાસીએ,વધુ એક ઉદાહરણ જોઈએ,એક લંબચોરસનુ ક્ષેત્રફળ 20 ચો.સેમી. છે, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ નીચેનામાંથી કઈ હોઈ શકે? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યાં પહોળાઈ થાય એટલે કે આપણે એવી 2 સંખ્યાઓ શોધવાની છે જેનો ગુણાકાર 20 ચો.સેમી.થતો હોય. પ્રથમ વિકલ્પ 4 સેંટીમીટર અને 5 સેન્ટિમીટર છે,4 અને 5 નો ગુણાકાર 20 થશે. 4 અને 5 એ 20 ના અવયવ પણ છે માટે આ જવાબ સાચો છે. 3 અને 8 એ બંનેનો ગુણાકાર 24 થાય તેથી આ વિકલ્પ ખોટો છે.1 અને 20 નો ગુણાકાર પણ 20 થશે.તે બન્ને પણ 20 ના અવયવ છે અને પછી અંતે 2 અને 10 નો ગુણાકાર પણ 20 થાય,તે બન્ને પણ 20 ના અવયવ છે.આમ,આ આપણો જવાબ છે.વધુ એક ઉદાહરણ જોઈએ,વધુ એક ઉદાહરણ જોઈએ,66 ના અવયવની જોડ કઈ કઈ છે? કોઈપણ સંખ્યાનો અવયવ 1 થાય. કોઈપણ સંખ્યાના અવયવની એક જોડ તે સંખ્યા પોતે અને 1 થાય માટે તેની એક જોડ 1 અને 66 થશે,66 ને 2 વડે ભાગી શકાય માટે તેની બીજી જોડ 2 અને 33 થાય. 66 ના અંકોનો સરવાળો 12 થાય જે 3 વડે વિભાજ્ય છે તેથી 66 ને પણ 3 વડે ભાગી શકાય માટે તેના અવયવની બીજી જોડ 3 અને 22 થાય,66 ને 6 વડે પણ ભાગી શકાય માટે 6 અને 11 પણ આપણો જવાબ થશે,આમ,આ આપણા જવાબ છે. જવાબ ચકાસીએ, આશા છે કે તમને સમજાઈ ગયું હશે.