If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુવિધ એકમોવાળા શાબ્દિક કોયડા: દવાનો ડોઝ (અદ્યતન)

ભાવિ ડોકટરો અને નર્સો, તેની નોંધ લે છે. આ એકમ રૂપાંતરણ શાબ્દિક કોયડો દવાના ડોઝના એકમોને રૂપાંતરિત કરે છે, જે સામાન્ય રીતે હોસ્પિટલોમાં કરવામાં આવે છે. તેને અજમાવી જુઓ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એકમોનો રૂપાંતર એટલેકે યુનિટ કન્વર્ઝન વિષે સમજીએ ધારોકે એક ડોક્ટર છે જે એક્ષ નામની એક દવાનો ઓર્ડર આપે છે અને આ ડોક્ટર પાંચ મિલી ગ્રામ દવા પ્રતિ દર્દીનું વજન જેને આપણે અહી પાઉન્ડમાં દર્શાવીએ છીએ વજન પાઉન્ડમાં દર્શાવા માટેનો આ એકમ છે અને તે દર બાર કલાકે લેવાનું કહે છે અને એક્ષ દવાનો આપણી પાસે જે પુરવઠો છે તે છે 0.9 ગ્રામ પર મિલી લીટર તેનો અર્થ છે કે જો આપણી જે દવા છે તેમાંથી એક મિલી લીટર જેટલી દવા કદાચ ધારોકે તે પાણીમાં નાખીને દર્દીને આપવામાં આવે તો તે 0.9 ગ્રામ જેટલી હશે અને આપણી પાસે જે છેલ્લી માહિતી છે તે એ છે કે દર્દીનું વજન બોતેર પોઈન્ટ સાત કિલોગ્રામ છે અને ખરેખર આપણે અહી વજનને બદલે દળ શબ્દનો ઉપયોગ કરીશું કારણકે તે કિલોગ્રામમાં છે હવે અહી પ્રશ્ન એ છે કે પેસેન્ટને એક ડોઝમાં કેટલા મિલીલીટર દવા આપીશું અને હવે પ્રશ્ન એ છે કે દર્દીને આપણી દવામાંથી એક ડોઝમાં કેટલા મિલીલીટર દવા આપીશું તેથી હું અહી લખું છું મિલીલીટર દવા પ્રતિ ડોઝ એટલેકે એક વખતમાં એક ડોઝમાં આપણે કેટલા મિલીલીટર દવા આપીશું આ આપણો પ્રશ્ન છે હવે જુઓ કે અહી ઘણી બધી બાબતો છે અહી મીલીગ્રામ છે ગ્રામ પણ છે તેમજ મિલીલીટર છે અહી વજન પાઉન્ડમાં છે જ્યારે અહી કિલોગ્રામ આપેલ છે માટે પહેલી દ્રષ્ટીએ કદાચ તે થોડું મૂંઝવણ ભર્યું લાગે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ તેમાં આગળ વધીએ સૌપ્રથમ અહી તમારે એ બાબત યાદ રાખવી જોઈએ કે લખી રાખવી જોઈએ કે કિલોગ્રામ અને પાઉન્ડ વચ્ચે શું સંબંધ છે હું તે અહી લખું છું કે એક કીલોગ્રામ બરાબર અંદાજે બે પોઈન્ટ બે પાઉન્ડ થાય આ એક અંદાજ છે અને જો એક એક પાઉન્ડની વાત કરીએ તો તેને બરાબર અંદાજે જીરો પોઈન્ટ પિસ્તાલીસ કિલોગ્રામ થાય આમ અહી તેને બોક્ષમાં દર્શાવીએ તેમજ અહી જે ડોઝની વાત કરી છે તે પ્રતિ પાઉન્ડ છે પણ આપણે તેને પ્રતિ કિલોગ્રામમાં મેળવીએ અહી જે દર બાર કલાકે માહિતી આપેલી છે તે આ ડોઝની વાત કરેલી છે કે આપણે દર બાર કલાકે એક ડોઝ લઇ રહ્યા છીએ તો હવે આજે પાંચ મિલી ગ્રામ પ્રતિ પાઉન્ડ છે તેને પ્રતિ કિલોગ્રામમાં કઈરીતે મેળવીએ હું તે અહી નીચે બતાવું છું કે પાંચ મીલીગ્રામ પ્રતિ પાઉન્ડ અને તેનો ગુણાકાર કરીએ આબાબત સાથે એક કિલોગ્રામ બરાબર અંદાજે બે પોઈન્ટ બે પાઉન્ડ તેથી અહી લખીએ ગુણ્યા બે પોઈન્ટ બે પાઉન્ડ પ્રતિ એક કિલોગ્રામ હવે તે કઈરીતે ખબર પડે કે બે પોઈન્ટ બે સાથે ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર તો તે માટે તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું કે અહી છેદમાં પાઉન્ડ છે અને આ પાઉન્ડને દુર કરવાનું છે તેથી અહી અંશમાં પાઉન્ડ હોવા જોઈએ જેથી તે બંનેનો છેદ ઉડે અને આપણને જે નવો એકમ મળે તે કિલોગ્રામમાં મળે આ પ્રકારના વધારે મહાવરા થી તમને આ બાબત અઘરી લાગશે નહિ અને આ બાબતને કહેવામાં આવે છે પરિમાણીય વિશ્લેષણ અથવા તો ડાઈમેશનલ જેના દ્વારા આપણે સરળતાથી એકમોનો રૂપાંતર કરી શકીએ છીએ આમ પાઉન્ડનો પાઉન્ડ સાથે છેદ ઉડાળીએ અને પાંચ ગુણ્યા બે પોઈન્ટ બે બરાબર આપણને મળે જોપાંચ ગુણ્યા બે કરીએ તો દસ મળે અને પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ બે કરીએ તો આપણને એક મળે આમ તે થશે અગિયાર અને એકમ થશે મીલીગ્રામ પ્રતિ કિલોગ્રામ હવે અહીં જે અહી અંશમાં મીલીગ્રામ છે તેને ગ્રામમાં ફેરવીએ તેમ કરવા માટે આપણે પહેલા જેમ કર્યું તે મુજબ અંશમાં મીલીગ્રામ છે માટે છેદમાં મીલીગ્રામ લખીએ અને અંશમાં મુકીએ ગ્રામ જેથી આપણે મીલીગ્રામનો છેદ ઉડાળી શકીએ અને આપણને જવાબ ગ્રામમાં મળે હવે અહી તેની કિંમત મુકીએ એક ગ્રામમાં એક હજાર મીલીગ્રામ હોય આમ તે બંનેનો ગુણાકાર કરીએ હવે આપણને મળશે મીલીગ્રામનો મીલીગ્રામ સાથે છેદ ઉડી જાય તેથી અગિયારના છેદમાં એક હજાર ગ્રામ પ્રતિ કિલોગ્રામ ગ્રામ પ્રતિ કિલોગ્રામ હવે પ્રશ્ન છે કે કેટલા મિલી લીટર દવા પ્રતિ ડોઝ એટલેકે એક ડોઝમાં કેટલા મિલી લીટર દવા આપવાની છે આગળ વધુ ગણતરી કરીએ અહી લખીએ અગિયારના છેદમાં એક હજાર ગ્રામ પ્રતિ કિલોગ્રામ પણ આપણી જે દવા છે તે મિલી લીટરમાં છે તેથી આ ગ્રામને દુર કરીને અંશમાં મિલી લીટર મેળવવાના છે માટે અહી છેદમાં ગ્રામ મુકીએ અને અંશમાં મુકીએ મિલી લીટર આપણને અહી જે માહિતી આપેલી છે તેમાં કહ્યું છે કે આપણી પાસે જે દવા છે તેમાં જીરો પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ મિલી લીટર છે અથવા કહી શકાય કે એક મિલી લીટરમાં જીરો પોઈન્ટ નવ ગ્રામ દવા છે જુઓ કે આપણે અહી આ એકમનો વ્યસ્ત લીધો છે જેથી કરીને ગ્રામનો ગ્રામ સાથે છેદ ઉડાળી શકાય હવે અહી ગુણાકાર કરતા ગ્રામનો ગ્રામ સાથે છેદ ઉડશે તેથી આપણને મળે અગિયારના છેદમાં એકહજાર ગુણ્યા જીરો પોઈન્ટ નવ અહી લખીએ એકહજાર ગુણ્યા જીરો પોઈન્ટ નવ અને આપણો એકમ થશે મિલી લીટર પ્રતિ કિલોગ્રામ અને આ છેદમાં જે કિલોગ્રામ છે તે દર્દીના શરીરનું વજન અથવા તો દળ દર્શાવે છે પ્રશ્નમાં કહ્યું છે કે દર્દીનું શરીર બોતેર પોઈન્ટ સાતકિલોગ્રામ દળ ધરાવે છે તોહવે આકિંમત અહી મુકીએ છેદમાંથી કિલોગ્રામ દુર કરવાના છે માટે અંશમાં લખીએ કિલોગ્રામ અને છેદમાં લખીએ પ્રતિ દર્દી અથવા તો પ્રતિ ડોઝ આપણે અહી આપણો જે અહી દર્દી છે તેનો દળ બોતેર પોઈન્ટ સાત કિલોગ્રામ છે જરૂરી નથી કે દરેક વ્યક્તિનું દળ બોતેર પોઈન્ટ સાત કિલોગ્રામજ હોય પણ અહી જે માહિતી છે તેના આધારે આપણે અહી દર્શાવી રહ્યા છીએ અને તે દર્દીનું દળ છે બોતેર પોઈન્ટ સાત કિલોગ્રામ કિલોગ્રામનો કિલોગ્રામ સાથે છેદ ઉડીજશે તેથી આપણને મળે અગિયાર ગુણ્યા બોતેર પોઈન્ટ સાત અગિયાર ગુણ્યા બોતેર પોઈન્ટ સાત છેદમાં એકહજાર ગુણ્યા જીરો પોઈન્ટ નવ જે થશે નવસો અને એકમ લખીએ મિલી લીટર પ્રતિ દર્દી અથવા તો પ્રતિ ડોઝ એક ડોઝમાં અપાતી દવા તેની ગણતરી કરીએ અગિયાર ગુણ્યા બોતેર પોઈન્ટ સાત જે થશે સાતસો નવ્વાણું પોઈન્ટ સાત અને તેનો ભાગાકાર કરવાનો છે નવસો વડે તેથી આપણને મળે જીરો પોઈન્ટ આઠ આઠ આઠ જેને નજીકની કિંમતમાં દર્શાવીએ તો આરીતે લખી શકીએ કે જીરો પોઈન્ટ આઠ આઠ નવ મીલીગ્રામ દવા આ આપણે એક ડોઝની વાત કરી હવે જો ડોકટર એમ કહે કે બે દિવસ દવા લેવાની છે તો બે દિવસમાં બાર બાર કલાકના બે ડોઝ થશે તો એક દિવસમાં બાર બાર કલાકના બે ડોઝના હિસાબે આ કિંમતને ચાર સાથે ગુણવું પડે આમ આપણે આપણા પ્રશ્નનો જવાબ મેળવી લીધો છે