મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:30

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં એક સંખ્યા છે 43,249 હવે હું ઈચ્છું છું કે તમે વિચારો કે આ બંને 4 એ ખરેખર શું દર્શાવે છે અને આ ડાબી બાજુના જે 4 છે એ જમણી બાજુના 4 કરતા કેટલી વધુ કિંમત દર્શાવે છે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરો 9 એ એકમના સ્થાને છે. માટે તે દર્શાવે છે કે 9 એકમ જમણી બાજુ આ જે 4 છે તે દશકના સ્થાને છે માટે તે દર્શાવે છે કે 4 દશક અથવા 4 વખત 10 અથવા 40 આ 2 છે તે સો ના સ્થાને છે જે દર્શાવે છે કે 2 વખત સો અથવા 200 3 છે એ હજારના સ્થાને છે માટે તે દર્શાવે છે 3 હજાર અને આ ડાબી બાજુ પર જે 4 છે તે દસ હજારના સ્થાને છે માટે તે દર્શાવે છે 4 વખત 10,000 અથવા 40,000 ચાલો તો આ બંને કિંમતોની સરખામણી કરીએ. 40000 અને 40 માં શું ફરક છે ? 40000 માં ચાર શૂન્ય છે જયારે 40 માં ફક્ત એક માટે જો તમારે 40 થી 40000 સુધી પહોંચવું હોય તો તમારે ત્રણ શૂન્ય વધુ ઉમેરવા પડે અને આપણે તે જાણીએ છીએ કે 1000 સાથે ગુણવાથી વધુ ત્રણ શૂન્ય ઉમેરી શકાય આમ, 40,000 એટલે 1000 વખત 40 અથવા આપણે એમ પણ કહી શકીએ કે આ ભૂરા રંગના વર્તુળમાં રહેલ 4 નું મૂલ્ય એ આ પીળા રંગના વર્તુળમાં રહેલ 4 કરતાં 1000 ગણું વધારે છે આપણે તે બીજી રીતે પણ વિચારી શકીએ કે જેમ જેમ આપણે ડાબી બાજુ એક એકમ ખસીએ જુઓ કે અહીં દશક, સો, હજાર, દસ હજાર દરેક અંકની સ્થાનકિંમતમાં 10 ના ગુણક જેટલો વધારો થાય છે આમ, જો તમે આ 4 થી આ 4 તરફ જાઓ તો તેમાં ગુણ્યાં 10, ગુણ્યાં 10, ગુણ્યાં 10 દરેકની કિંમતને 10 સાથે ગુણતા જુઓ કે દરેકનું મૂલ્ય 10 ના ગુણક જેટલું મળે છે આમ, જો આ સ્થાનેથી આ સ્થાન પર જવું હોય તો જુઓ કે બંને અંક સમાન જ છે પણ તેના મૂલ્યમાં ત્રણ વખત 10 ના ગુણાકાર જેટલો એટલે કે ગુણ્યાં 1000 જેટલો વધારો જોવા મળે છે.