If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યાને વિવિધ સ્થાન કિંમતમાં ફરીથી સમૂહ બનાવવા

સેલ 4500 જુદી જુદી રીતે ફરીથી સમૂહ બનાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં 4500 બરાબર 3 હજાર વત્તા કેટલા સો એવું પૂછવામાં આવ્યું છે પહેલા આ ડાબી બાજુની સંખ્યાને નીચે લખીએ પણ હજાર અને સો ને અલગ અલગ કરીને લખીશું બંને રકમને અલગ-અલગ રંગથી લખીએ 4000 વત્તા 500 4000 વત્તા 500 આ છે ડાબી બાજુની સંખ્યા હવે તેની જમણી બાજુ લખીએ જમણી બાજુ આપેલ છે 3 હજાર માટે લખીએ 3 હજાર હવે વિચારો કે આ ત્રણ હાજરમાં કેટલા ઉમેરીએ તો તે ડાબી બાજુને બરાબર થાય બંને બાજુને સરખાવીએ તો જુઓ કે અહીં 4000 છે અને અહીં 3000 આ બાજુ 1000 વધુ છે માટે જમણી બાજુ 1000 ઉમેરતાં વત્તા 1000 હવે આપણી પાસે થયા 3000 વત્તા 1000 જે 4000 ને બરાબર છે પણ હજુ બીજા 500 ઉમેરવાની જરૂર છે માટે જમણી બાજુ બીજા 500 ઉમેરતાં, આમ, હવે તેને આ રીતે પણ લખી શકાય. 4000 વત્તા 500 બરાબર 3000 વત્તા 1500 હવે પ્રશ્નમાં જુઓ કે ડાબી બાજુ 4500 આપેલ છે અને અહીં પણ જુઓ કે આને આપણે 4500 તરીકે લખી શકીએ જયારે જમણી બાજુ આપેલ છે 3000 વત્તા, હવે જે રકમ બતાવવાની છે તે સો માં હોવી જોઈએ આમ, આ જે 1,500 છે તેને આપણે 15 સો તરીકે પણ દર્શાવી શકીએ ચાલો તો ફરી નીચે લખીએ પ્રશ્નમાં આપેલ છે તે જ સ્વરૂપમાં લખીએ 4500 બરાબર 3 હજાર વત્તા હવેની જે રકમ લખીશું તે સો ના સ્વરૂપમાં હોવી જોઈએ જુઓ કે આ 15 સો છે. 15 વખત 100 અથવા તો 15 ગુણ્યાં 100 કહી શકાય. જે 1500 થાય.આમ, વત્તા 15 સો માટે આ જે પ્રશ્નાર્થચિહ્નન છે તેની કિંમત થશે 15.