મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 5 ગણિત (ભારત)
Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 4
Lesson 1: અપૂર્ણાંકની સરખામણી અને સમ અપૂર્ણાંક- સમ અપૂર્ણાંકો
- ઉદાહરણ: અપૂર્ણાંક ઓળખવા
- અપૂર્ણાંકોને ઓળખો
- 1 ને અપૂર્ણાંક તરીકે દર્શાવવો
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સમ અપૂર્ણાંકોની રચના કરવી
- સમ અપૂર્ણાંકની આકૃતિ
- સમ-અપૂર્ણાંકોની આકૃતિ વડે સમજ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 3
- સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ 4
- સમ-અપૂર્ણાંકો (અપૂર્ણાંકના નમૂના)
- વિવિધ પૂર્ણાંકના અપૂર્ણાંકની તુલના 1
- અપૂર્ણાંકના નમૂના સાથે અપૂર્ણાંકને સરખાવો
- > અને < નિશાનીઓ વડે અપૂર્ણાંકોની સરખામણી કરવી
- સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી કરો
- સમાન અંશ ધરાવતા અપૂર્ણાંકની સરખામણી કરો
- સમાન અંશ કે છેદ ધરાવતા અપૂર્ણાંકોની સરખામણી
- અપૂર્ણાંકોની સરખામણી કરવી અને ક્રમમાં ગોઠવવા
- અપૂર્ણાંકોને ક્રમમાં ગોઠવો
- સંમેય સંખ્યાવાળું સમીકરણ
- અપૂર્ણાંકનો ઉપયોગ કરીને દરના પ્રશ્નો
- પ્રમાણ શોધો
- અપૂર્ણાંકનો વ્યવહારિક પ્રશ્ન: પિઝ્ઝા
- અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના શાબ્દિક કોયડા (સમાન છેદ)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સમ અપૂર્ણાંક શાબ્દિક કોયડા ઉદાહરણ
તમારા શિક્ષકો તમને કહેશે કે સંકલ્પના નો ઉપયોગ કરવાનું સામર્થ્ય (અથવા ઉપયોગમાં લેવા માટે) તમને વધુ સારી રીતે શીખવામાં મદદરૂપ થશે. અહીં શાબ્દિક કોયડો જેમાં તમારે સમ અપૂર્ણાંકનાં જ્ઞાનનો ઉપયોગ કરવો પડશે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમે બરફ બનાવવા માટે ટ્રેમાં પાણી ભરો છો દરેક ટ્રેમાં સરખું પાણી સમય છે પણ બનતા ચોસલાની સંખ્યા જુદી જુદી છે ભૂરા રંગની ટ્રેમાં સરખા કદના આઠ ચોસલા બને છે જયારે ગુલાબી રંગની ટ્રેમાં સરખા કદના સોળ ચોસલા બને છે હવે અહી ભૂરા રંગની ટ્રે દોરીએ અને તેમાં એક સરખા આઠ ચોસલા બને છે તો આ ભૂરી ટ્રે છે હવે તેમાં આઠ સરખા ભાગ દર્શાવીએ આ બે અડધું ભાગ થશે અહી તેનો અડધો અને આનો અડધો હવે આબધાના ફરીથી અડધા ભાગ કરીએ એટલેકે આ અડધો આ અડધો આ અડધો અને આનો અડધો આમ આઠ સરખા ભાગ થયા ભૂરારંગની ટ્રેના આઠ એકસરખા ખાના હવે ગુલાબી રંગની ટ્રેમાં પણ પાણીનો સરખોજ જથ્થો સમાય છે એટલેકે આ સરખી લંબાઈ જ દર્શાવીએ ગુલાબી રંગની ટ્રેની લંબાઈ પણ એના જેટલી જ હશે અને તે પહેલા મુજબનાજ ખાના દર્શાવીએ આ પ્રમાણે તોતે આ પ્રમાણેના દેખાશે આમુજબ ઉપરની જેમજ આઠ ખાના હવે દરેક ખાનાના બે ભાગ કરીએ આનું અડધું આ અડધું આ અડધું આ અડધું આનું અડધું આનું અડધું આ અડધું અને આ અડધું આમ ગુલાબી ટ્રેના સોળ ખાના હવે પ્રશ્ન જુઓ તમે તમારા ડ્રીંકમાં ભૂરા રંગની ટ્રેમાંથી બરફના ત્રણ ચોસલા નાખો છો તો હવે તે પ્રમાણે કરીએ ડ્રીંકમાં ભૂરા રંગની ટ્રેમાંથી એક બે અને ત્રણ ચોસલા નાખી પ્રશ્નમાં આગળ કહ્યું છે કે ગુલાબી ટ્રેમાંથી બરફના કેટલા ચોસલા નાખશો કેજેથી બરફનો જથ્થો સમાન રહે તેને એક કરતા વધારે રીતે સમજી શકાય તેના વિષે સંખ્યાની મદદથી વિચારી શકાય અથવા આકૃતિ ની મદદથી પણ વિચારી શકાય પહેલા આપણે સંખ્યાની મદદથી સમજીએ અહી બરફના આઠમાંથી ત્રણ ટુકડા લીધા છે એટલેકે તે ત્રણ અષ્ટમાઉન્સ દર્શાવે છે હવે પ્રશ્ન એ છે કે જો આઠમાંથી ત્રણ એકસરખા કદના ટુકડા લઈએ તો તેને બરાબર શું મળે સોળ ટુકડામાંથી તે કેટલા બરાબર હોય હવે તે આકૃતિ ની મદદથી સમજીએ માટે જો બરફનો એટલોજ જથ્થો જોઈતો હોય તો અહી એક બે ત્રણ ચાર પાંચ અને છ સોળમાંથી છ એકસરખા કદના ટુકડા લેવા પડે એટલેકે તે છના છેદમાં સોળ થશે શું તે યોગ્ય છે હા ચોક્કસ ત્રણ અષ્ટમાઉન્સ પરથી છના છેદમાં સોળ મેળવવા માટે આપણે અંશને બે સાથે ગુનવું પડે અને છેદને પણ બે સાથે ગુણવું પડે હવે જુઓ કે તે બરાબર છે કારણકે ભૂરા રંગની ટ્રેમાંથી એક ટુકડો એ ગુલાબી રંગની ટ્રેના બે ટુકડાને બરાબર છે ભૂરા રંગની ટ્રેમાં એકસરખા કદના આઠ ટુકડા છે અને તેમાંથી દરેક ટુકડોએ ગુલાબી રંગની ટ્રેમાં રહેલા બરફના બે ટુકડાને બરાબર છે તેથી એકસરખા કદના સોળ ટુકડા મેળવવા માટે અહી બે સાથે ગુણાકાર કર્યું જો ભૂરા રંગની ટ્રેમાંથી ત્રણ ટુકડા લઈએ તો તેને સમાન જથ્થા માટે ગુલાબી ટ્રેમાંથી તેના ગુણ્યા બે ટુકડા લેવા પડે માટે પ્રશ્નનો જવાબ થશે કે ગુલાબી રંગની ટ્રેમાંથી બરફના છ ટુકડા લઈશું