મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:32

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિયોમાં હું તમને ખૂણાઓનાં પ્રકારો વિશે માહિતી આપીશ. અને તે છે લઘુકોણ, કાટકોણ અને ગુરૂકોણ તો ચાલો આપણે તેને સમજીએ. લઘુકોણ ત્રિકોણ કંઈક આવો દેખાય છે  હું તે બે કિરણો દોરું છું,  આ એક કિરણ અને આ બીજું કિરણ જે બંનેનું શિરોબિંદુ સમાન છે તેથી અહીં આ ખૂણો લઘુકોણ છે હવે તે આપણે બે રેખા લઈને દોરીએ, આ એક રેખા અને આ બીજી રેખા આપણે માની લઈએ કે આ બંને રેખા છે અહીં આ બંને ખૂણા લઘુકોણ છે  લઘુકોણ હંમેશા સાંકડા હોય છે એટલે કે કાટખૂણા કરતાં નાના જ હોય છે કાટખૂણો એટલે જેમાં બે રેખા કે કિરણમાંથી એક આડી રેખા કે કિરણ હોય અને બીજી ઉભી હોય હું તે પ્રથમ બે કિરણો લઈને દોરું છું આ એક કિરણ અને આ બીજું કિરણ કાટખૂણામાં આ એક કિરણ ડાબી થી જમણી તરફ જાય છે જયારે બીજું કિરણ નીચેથી ઉપરની તરફ જાય છે અહીં આ ખૂણો કાટખૂણો છે હું તેને આ નિશાની વડે દર્શાવું છું પરંતુ સામાન્ય રીતે લોકો કાટખૂણા માટે અડધા નાના ચોરસ જેવી એટલે કે આવી નિશાની દર્શાવે છે. અને આનો અર્થ થાય કાટખૂણો મારા વિચાર પ્રમાણે  એક કિરણ ફક્ત ડાબીથી જમણી તરફ અને બીજું કિરણ નીચેથી ઉપરની તરફ જાય છે હવે વિચારો કે આપણે તેને કાટકોણ જ કેમ કહીએ છીએ. આ કિરણ પહેલા કિરણ કરતાં સંપૂર્ણ રીતે ઊભું છે હવે હું તેને રેખાનો ઉપયોગ કરીને દોરું છું મારી પાસે આ એક રેખા છે જે બીજી રેખા છે તેથી અહીં કાટખૂણો બને છે  ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા છે. આવું ફક્ત ત્યારે જ બને જયારે એક રેખા સંપૂર્ણ રીતે આડી અને બીજી રેખા સંપૂર્ણ રીતે ઊભી હોય તેથી આમાંથી કોઈ પણ ખૂણો કાટખૂણો જ બને.  હવે, હું લઘુકોણ માટે બીજી વ્યાખ્યા આપું છું. લઘુકોણનું માપ કાટખૂણાના માપ કરતાં નાનું હોય છે. ખૂણાનું માપ (Radian) રેડિયન કે અંશ (degree) માં મપાય છે કાટખૂણાનું માપ હંમેશા 90 અંશ જેટલું હોય છે. આ ખૂણાનું માપ 90 અંશ જેટલું છે જયારે લઘુકોણનું માપ 90 અંશ કરતાં ઓછું હોય છે તેથી આ ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું છે અથવા ૯૦ અંશ કરતાં નાનું છે હવે તેને બીજી રીતે વિચારીએ તો જે ખૂણો નાનો હોય એટલે કે સાંકડો હોય તો તે લઘુકોણ જ હોય. તેથી કહી શકાય કે લઘુકોણ એ કાટકોણ કરતાં નાનો છે તો હવે વિચારો કે ગુરૂકોણ શું હશે ? ગુરૂકોણનું માપ કાટખૂણાના માપ કરતાં મોટું હોય છે અહીં આપણે ગુરૂકોણના એક-બે ઉદાહરણ જોઈએ ગુરૂકોણ કંઈક આવો દેખાતો હશે  હવે જો આપણે આ કિરણને નીચેથી ઉપરની તરફ લંબાવીએ તો આ ખૂણો કાટખૂણો બને પરંતુ આપણે જોઈ  શકીએ છીએ કે આ કિરણ થોડું વધારે બહારની તરફ છે  તેથી તે ખૂણો પહોળો છે  તેથી આ ખૂણો ગુરૂકોણ છે. ખરેખર જોઈએ તો આ ત્રણેય નામ આપણા રોજબરોજનાં વ્યવહારમાં પણ વપરાતા હોય છે જેમ કે, લઘુકોણનો અર્થ થાય છે તીક્ષ્ણ અથવા અણીદાર જયારે ગુરૂકોણનો અર્થ થાય તીક્ષ્ણ ન હોય તેવું એટલે કે અણી વગરનું તેથી તમે અનુમાન લગાડી શકો છો કે આ એક તીક્ષ્ણ બિંદુ જેવું દેખાયછે અથવા તે સાંકડો છે. જયારે આ તીક્ષ્ણ ખૂણો નથી તે પહોળો ખૂણો છે  અથવા કાટખૂણો કરતાં મોટો ખૂણો છે તેનું માપ 90 અંશ કરતાં મોટું હોય છે જો આ કિરણને ફેરવીને ઉપરની તરફ લઇ જશો તો તમને લઘુકોણ મળશે.  હું અહીં બે રેખા દોરું છું આ એક રેખા અને આ બીજી રેખા તો જણાવો કે અહીં કયો ખૂણો લઘુકોણ છે અને કયો ખૂણો ગુરૂકોણ છે.  અહીં આ બંને ખૂણા લઘુકોણ છે અને આ બંને ખૂણા ગુરૂકોણ છે આ ખૂણો લઘુકોણ છે અને આ બંને ખૂણા ગુરૂકોણના છે.  જે અહીં પણ દોર્યું  છે અહીં આ બંને ખૂણા ગુરૂકોણનi છે અહીં એક કિરણ કે રેખા ડાબીથી જમણી તરફ જાય છે જયારે બીજું કિરણ કે રેખા નીચેથી ઉપરની તરફ જાય છે તેથી આ ખૂણો કાટખૂણો છે અને આ કિરણને ઓછું ફેરવશો તો લઘુકોણ મળશે. અને વધુ ફેરવશો તો ગુરૂકોણ મળશે, તો તમે તેને એક એક કરીને જોઈ શકો છો.