If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: ધોરણ 5 ગણિત (ભારત) > Unit 9

Lesson 1: દશાંશ સંખ્યાઓ

અપૂર્ણાંકને દશાંશ તરીકે ફરીથી લખવું: 21/60

સેલ 21/60 ને દશાંશ તરીકે લખે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જોઈએ કે આપણે 21/60 ને દશાંશ એટલેકે ડેસીમલ સ્વરૂપે લખી શકીએ કે નહિ અને હું તમને થોડી હિન્ટ આપીશ જુઓ કે તમે આને છેદમાં 100 આવે તે રીતે અપૂર્ણાંક એટલે કે ફ્રેકશન સ્વરૂપે લખી શકો તે કહેવાની બીજી રીત કે જો તમે તેને ચોક્કસ શતાંશ સ્વરૂપે લખી શકો તો તમે તેને દશાંશ સ્વરૂપે દર્શાવી શકો અને આપણે આ આગળ કર્યું છે આપણે તેને અપૂર્ણાંક તરીકે લખી શકીએ જો આપણે અંશ અને છેદ ને ન્યુમેરેટર અને ડીનોમીનેટર સમાન નંબર થી મલ્ટીપ્લાય કરીએ અથવા જો આપણે ન્યુમેરેટર અને ડીનોમીનેટરને સમાન નંબર થી ડીવાઈડ કરીએ તો આપણને સમઅપૂર્ણાંક મળે હવે 21 ને 3 , 7 ,1 અને 21 વડે ભાગી શકાય અને 60 પણ 3 વડે ભાગી શકાય તેને 7 અથવા 21 વડે ભાગી ન શકાય તેને 1 વડે ભાગી શકાય પરંતુ તે વધારે મદદ કરશે નહી આપણે તેને ફરીથી લખી શકીએ નહી આપણે ન્યુમેરેટર અને ડીનોમીનેટરને સામાન્ય અવયવ 3 વડે ભાગીએ હું તેનો 3 વડે ભાગાકાર કરવા જઈ રહી છું આ પ્રમાણે અને હું તેને સમ અપૂર્ણાંક તરીકે ફરીથી લખું જેથી તે આપના માટે સરળ બને 21/3 એ 7 થશે અને 60 / 3 એ 20 થશે તો આપણે આ શામાટે કર્યું આપણે તેને શતાંશમાં મેળવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા તે થોડું સરળ બનાવવામાં ઉપયોગી થશે 20 થી 100 પર જવું સરળ છે 20 થી 100 પર જવામાટે આપણે તેને 5 થી મલ્ટીપ્લાય કરી શકીએ એટલેજો તેના દરેક ભાગો 5 ગણા થશે તો આ 7 ભાગો પણ 5 ગણા થશે ફરીથી આપણે ન્યુમેરેટર અને ડીનોમીનેટરને 5 થી મલ્ટીપલાય કરીએ તો તે બરાબર 35 ના છેદમાં 100 અથવા 35 શતાંશ એટલે કે 35 હન્ડ્રેડ થશે આપણે તેને શતાંશ ના સ્વરૂપમાં જ લખવા માંગતા હતા તો આ 35 શતાંશ શું છે યાદરાખીએ કે જયારે આપણે તેને દશાંશ સ્વરૂપે લખીએ ત્યારે આ એક એકમ સ્થાન છે અને ત્યારબાદ તરત તેની બાજુમાં દશક સ્થાનછે અને પછી આ આગળનું શતાંશ સ્થાન છે તો આપણે 35 શતાંશ ને આ પ્રમાણે લખી શકીએ તમે તેને 0.35 પણ લખી શકો જો તમે 3 ને દશાંશ સ્થાનમાં મુક્યું તો આ 35 શતાંશ શામાટે છે અને જો આ 5 ને શતાંશ માં મુક્યું તો આ 35 શતાંશ શામાટે છે અહીં 3 દશાંશ એ 30 શતાંશ બરાબર જ છે એટલે કે આ 35 શતાંશ છે અને આ વિચારવાની બીજી રીત 30 શતાંશ એટલે કે 30 /100 વત્તા 5 શતાંશ એટલેકે 5/100 તરીકે પણ લખી શકો હવે તમે ન્યુમેરેટર અને ડીનોમીનેટરને 10 થી ડીવાઈડ કરી શકો આ પ્રમાણે તો તમને અહી 3 દશાંશ એટલે કે 3/10 +5/100 મળશે અને તમે જુઓ આ 3 દશાંશ એ આ દશાંશ સ્થાનમાં છે અને 5 શતાંશ એ શતાંશ સ્થાનમાં છે અને કોઈક વાર તેને 35 શતાંશ 35 હન્ડ્રેડ પણ કહેવામાં આવે છે