If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમાન જૂથ

સલ ગણતરી અને પુનરાવર્તિત સરવાળાને છોડવાનો ઉપયોગ કરી સમાન જુથમાં ઓબ્જેક્ટની સંખ્યા શોધે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં દોડતાં ડુક્કરોનું ચિત્ર છે.આ ડુક્કરોની સંખ્યા ગણીને આપણે કેટલા ડુક્કરો દોડી રહ્યા છે? તેની ગણતરી કરી શકીએ પરંતુ આપણે અહીં એક નવો ખ્યાલ બાંધવાની શરૂઆત કરીશું.જો આપણે એક સમાન સમૂહમાં આ ડુક્કરોને વિભાજિત કરીએ તો ત્યાં કેટલા ડુક્કર છે તે શોધવામાં શું તે આપણને મદદ કરી શકે? તમે અહીં જોઈ શકો કે મારી પાસે 7ના સમૂહ છે. દરેક સમૂહમાં 7 ડુક્કરો દોડી રહ્યા છે તો મારી પાસે આવા કેટલા સમૂહ છે? મારી પાસે આવા 1,2,3 સમૂહ છે અને તે દરેક સમૂહમાં 7 ડુક્કર દોડી રહ્યા છે.મારી પાસે 3 એકસમાન સમૂહ છે. હવે હું તમને પ્રશ્ન પૂછીશ કે મારી પાસે અહીં દોડી રહેલા ડુક્કરોની કુલ સંખ્યા કેટલી છે? મારી પાસે અહીં 3 વખત 7 છે 3 વખત 7 એટલેકે 7 ના 3 એક સમાન સમૂહ તેથી આના બરાબર 7 + 7 + 7 લખી શકાય. હવે આનો જવાબ શું આવે? તે તમે શોધવા માંગતા હોવ તો તમે 7 છોડીને તેની ગણતરી કરી શકો. 7,14, 21 આમ 3 વખત 7 જે 7 + 7 + 7 થશે તેના બરાબર 21 થાય આમ,અહીં આપણી પાસે 21 ડુક્કર છે. તમે તેની ચકાસણી કરી શકો,તમે આ ડુક્કરોની સંખ્યા ગણી શકો. તમે જોશો કે તે ખરેખર 21 જ છે, હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું, અહીં તમે ચિત્રમાં ઘણી બધી ભૂરા રંગની સેલ માછલીઓ જોઈ શકો. ફરીથી,આ બધી માછલીઓને કેટલાક સમૂહોમાં વિભાજીત કરવામાં આવી છે. જોઈએ કે ત્યાં કેટલા સમૂહ છે? 1,2,3,4,5,6,7 આમ, ત્યાં 7 સમૂહ છે. હવે તે દરેક સમૂહમાં કેટલી માછલીઓ છે? તમે અહીં જોઈ શકો કે દરેક સમૂહમાં 1 2 3 4 5 માછલીઓ છે. તે એકસમાન સમૂહ છે તો આપણે અહીં કોની સાથે કામ કરી રહ્યા છીએ? આપણે 5 ના 7 એક સમાન સમૂહ સાથે કામ કરી રહ્યા છીએ માટે હું લખી શકું 5 ના 7 સમૂહ, 5 ના 7 સમૂહ અથવા હું 7 વખત 5 પણ લખી શકું. 7 વખત 5 અથવા 5+5+5+5+5+5+5 પણ લખી શકાય.આમ,અહીં આ 7 વખત 5 થશે અને જો હવે આપણે આ જવાબ શોધવા માંગતા હોઇએ તો આપણે 5 છોડીને સંખ્યાની ગણતરી 7 વખત કરી જોઈએ, 7 વખત કરી શકીએ 5,10,15,20,25,30 અને 35 જો આપણે અહીં આ બધાંનો સરવાળો કરીએ તો 5 + 5,10 થાય. તેમાં બીજા 5 ઉમેરતા 15 મળે,તેમાં બીજા 5 ઉમેરતા 20 મળે,તેમાં બીજા 5 ઉમેરતા 25 મળે,તેમાં ફરી 5 ઉમેરતા 30 મળે અને તેમાં ફરીથી 5 ઉમેરતા 35 મળે જે તમે અહીં જોઈ શકો માટે અહીં આનો જવાબ 35 થશે.આમ જ્યારે તમને એકસમાન વસ્તુઓના એકસમાન સમૂહ જોવા મળે ત્યારે તેના પરથી તે વસ્તુઓની સંખ્યા કેટલી છે? તે તમે શોધી શકો હવે તમે કદાચ વિચારશો કે હું આની ગણતરી ન કરી શકું, તમે આ બધાની ગણતરી કરી શકો પરંતુ જો તમારી પાસે 5 ના 100 સમૂહમાં હોય તો? તો તમને તેની ગણતરી કરતા થોડો વધારે સમય લાગે પરંતુ આપણે અત્યારે જે રીત શીખી રહ્યા છીએ તે એક દિવસ તમને આ પ્રકારના પ્રશ્નોને ઉકેલ લાવવામાં મદદરૂપ સાબિત થશે.