મુખ્ય વિષયવસ્તુ
3-અંકની સંખ્યાઓ ઉમેરવી
709+996, 373+88 અને 149+293 સંખ્યાઓનો સરવાળો કરવા માટે સમૂહ બનવતા અથવા વદ્દી લેતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણી પાસે અહીં ત્રણ અલગ સરવાળા કોયડા છે. અને તમે આ વિડીયો અટકાવી, જાતે કરવાનો પ્રયત્ન કરો. પરંતુ આ કરતી વખતે, ધ્યાનમાં રાખજો અને વિચારજો કે ખરેખર વદ્દી એટલે શું ? માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે ચાલો આપણે સાથે કરીએ તો અહીં 9 + 6 છે 9 એકમ + 6 એકમ જુઓ 9 + 6 એ 15 છે આપણે અહીં એકમના સ્થાને 5 લખીએ અને 1 વદ્દી છે અહીં આપણે શું કર્યું ? આ 1 શું દર્શાવે છે જુઓ આપણે તેને દશક ના સ્થાને મુક્યો છે 1 દશક એ દસ દર્શવે છે તો એમ કહેવાય કે 9 + 6 એ 10 + 5 બરાબર છે, જે 1 દશક + 5, એટલે 15 બરાબર છે. હવે દશકના સ્થાને 1 + 0 + 9, જે 10 છે. આથી અહીં આપણે 0 લખીએ અને આ 1 વદ્દી છે. હવે આનો અર્થ શું થશે ? જુઓ આ 1 દશક + 0 દશક + 9 દશક, જે 10 દશક છે 10 દશક એ 100 છે અથવા એમ વિચારી શકાય કે 100, એ 1 સો અને 0 દશક છે આમ, વદ્દી આ દર્શાવે છે. હવે અહીં 1 + 7 + 9 છે જે 17 થશે હવે એ યાદ કરો કે, આ સોનું સ્થાન છે આથી આ 1 સો વત્તા 7 સો, વત્તા 9 સો અથવા 17 સો છે. અથવા 1 હજાર, 7 સો અને 5 છે અને આ થઇ ગયું હવે આ જોઈએ આ રીતે લખવા પાછળનું કારણ એ છે કે એ ધ્યાનમાં રાખવાનું છે કે યોગ્ય સ્થાનન નીચે જ જે તે સ્થાન લખાય. આથી આ સમસ્યાને આપણે અહીં ફરીથી લખીએ 373 + 88 આપણે એકમની નીચે એકમ, દશકના સ્થાન નીચે દશક લખીશું જેથી સ્થાનકિંમત પ્રમાણે સરવાળો કરી શકાય. તો 3 + 8 બરાબર 11 છે. આ 1 એકમના સ્થાને અને આ 1 દશકના સ્થાને છે 10 + 1 એ 11 છે 1 + 7 બરાબર 8 8 + 8 બરાબર 16 પરંતુ આ 16 દશક છે જે હું અહીં લખું છું જુઓ તે 160 છે. આ 6 એ સાંઠ છે અને પછી આ 100 છે. 1 + 3 બરાબર 4 પરંતુ આ સો નું સ્થાન છે તેથી 4 સો તો આપણને 461 મળ્યા. હવે છેલ્લે 9 + 3 બરાબર 12 છે. 2 એકમ 1 દશક 12 એ 10 + 2 જેટલું જ છે હવે દશકના સ્થાને 1 + 4 + 9 બરાબર 14 આથી આપણે અહીં 4 લખીએ અને 1 વદ્દી યાદ રાખો આ 10 + 40 + 90, એટલે કે 140 છે જે 40 + 100 જેટલું છે અને પછી 1 + 1 + 2 બરાબર 4 છે પરંતુ આ સો નું સ્થાન છે આથી આ 1 સો, વત્તા 1 સો, વત્તા 2 સો અથવા 4 સો અને આ થઇ ગયું.