If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

3-અંકની સંખ્યાઓની બાદબાકી કરવા માટે ની રીત

357-156 ની બાદબાકી સ્થાનકિમતની પધ્ધતિનો ઉપયોગ કરીને કરો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં ત્રણ અંકની સંખ્યાઓની બાદબાકી માટેની જુદી જુદી રીત વિશે વિચારીશું ધારો કે આપણે 357 ઓછા 156 શું થાય તે વિચારવા માંગીએ છીએ વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો જો તમે કરવામાં સક્ષમ ન હોવ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી આપણે તે સાથે મળીને કરીશું તેના વિશે વિચારવાની એક રીત એ છેકે જો આપણે આ 156 ને જુદી જુદી સ્થાન કિંમતોમાં વિભાજીત કરી શકીએ તો આપણે તેને 100 ,50 અને 6 તરીકે જોઈશું તો પછી આ સંખ્યાને આપણે 357 - 100 100 - 50 અહીં આપણી પાસે 5 દશક છે ઓછા 6 તરીકે લખી શકીએ શું તે આપણને મદદ કરશે તમે વિડિઓ અટકાવો અને આનો જવાબ શું આવે તે શોધવાનો પ્રયત્ન કરો તમારા માના કેટલાક કહેશે કે જો મારી પાસે 357 હોય અને હું તેમાંથી 100 લઇ લઉં તો મારી પાસે 257 બાકી રહે હવે જો હું આ જવાબ માંથી 50 લઇ લઉં જો હું 257 માંથી 50 લઇ લઉં તો અહીં મારી પાસે 5 દશક છે અને હું 5 દશક ને દૂર કરું છું એટલે કે મારી પાસે 0 દશક બાકી રહે તો આપણને જવાબ તરીકે 207 મળશે હવે આપણે આ 207 માંથી 6 ને બાદ કરી શકીએ તો આપણને અહીં જવાબ તરીકે 201 મળે આપણી પાસે 7 એકમ હતા જેમાંથી આપણે 6 એકમને દૂર કર્યા તેથી આપણી પાસે 201 બાકી રહે તેથી આપણી પાસે એક એકમ બાકી રહે આમ આ સંખ્યાઓની બાદબાકી કરવા માટેની ખુબ જ સરસ રીત છે તેનો ઉપયોગ ફક્ત 3 અંકની સંખ્યા માટે જ નહિ પરંતુ ઘણા બધા અંકોની સંખ્યા માટે પણ કરી શકાય પરંતુ ત્યાં બીજી પણ એવી રીત છે જેનો ઉપયોગ તમે કરી શકો બાદબાકીને સરળ બનાવવા તમે અહીં સંખ્યાઓને થોડી ગોઠવી પણ શકો તમે એવું કહી શકો જો મારી પાસે બાદ કરવા માટે 150 હોય તો કેટલો સારો થાય ત્યાં એક રીત છે જેના વડે તમે આ કરી શકો જયારે તમે આમાથી કોઈ પણ સંખ્યામાં ઉમેરો કે બાદ કરો ત્યારે તમે તે બીજી સાથે પણ કરો તો પછી તે બંને વચ્ચેનો તફાવત એક સમાન રહેશે હવે આપણે તફાવત શોધવાનો પ્રયત્ન કરી કરીએ તે પહેલા તમે આ બંને સંખ્યાઓ માંથી 6 ને બાદ કરો ધારો કે તમે બંને માંથી ધારો કે તમે બંને સંખ્યા માંથી 6 ને બાદ કરવા માંગો છો તો તેનો અર્થ શું થાય 357 - 6 351 થશે આપણે 7 એકમ માંથી 6 એકમને દુર કરીએ છીએ માટે અહીં 351 લખીએ ઓછા 156 - 6 150 થાય તેથી અહીં 150 હવે તમારામાના મોટા ભાગના લોકો માટે આની ગણતરી કરવી ખુબ જ સરળ છે તમારી પાસે ત્રણ સો છે તેમાંથી તમે એક સો ને દૂર કરી રહ્યા છો તેથી તમારી પાસે બે સો બાકી રહે જો તમારી પાસે પાંચ દશક હોય તમે તેમાંથી પાંચ દશકને દૂર કરો તો તમારી પાસે શૂન્ય દશક બાકી રહે તેવી જ રીતે જો તમારી પાસે એક એકમ હોય તમે એક પણ એકમને દૂર ન કરો તો પણ તમારી પાસે એક એકમ બાકી જ રહે અથવા તમે અહીં કહી શકો કે 300 ઓછા 100 200 થાય અને પછી 51 - 50 1 થાય આમ આ રીત ઘણી ઉપયોગી છે હવે બીજી પરિસ્થિતિ આ પ્રમાણે છે આપણે 156 ની જગ્યાએ 160 ને બાદ કરીએ તો તો તે પરિસ્થિતિમાં આપણે આ બંને સંખ્યામાં 4 ને ઉમેરવા પડશે બંને સંખ્યામાં 4 ને ઉમેરવો પડશે તો તેના બરાબર શું થાય વિડિઓ અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો 357 + 4 કેટલા થાય 357 + 3 360 થશે અને તેમાં બીજો એક ઉમેરીએ તો 361 મળે માટે 361 ત્યાર બાદ 156 માં 4 ઉમેરીએ તો આપણને 160 મળે આપણે અહીં એક સમાન સંખ્યાને આ બંને સંખ્યામાં ઉમેરીએ છીએ તેથી તેમની વચ્ચેનો તફાવત એક સમાન રહેશે 300 - 100 બરાબર 200 થાય અને 61 - 60 1 થાય આપણે અહીં વિચારી શકીએ કે આના બરાબર 361 - 100 આપણે અહીં સંખ્યાનું જે રીતે સંપૂર્ણ વિભાજન કર્યું તે રીત પણ કરી શકાય પરંતુ આપણે અહીં આંશિક વિભાજન કરીશું આપણે તેને 60 જ રાખીશું જો તમારી પાસે 361 હોય તેમાંથી તમે 100 ને દૂર કરો તો તમારી પાસે 261 બાકી રહે જો તમે તેમાંથી ફરીથી 60 ને દૂર કરો તો તમારી પાસે 201 બાકી રહે આમા અહીં બાદબાકી કરવાની ઘણી રીતો છે તમારી પાસે કોઈ પણ અંકની સંખ્યા હોઈ શકે આપણે આ વિડિઓમાં ઘણી બધી રીત જોઈ ગયા તમને કઈ સંખ્યાઓ આપવામાં આવી છે તેના આધારે તમે આમથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો.