મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:00

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ખાન એકેડમીના વિડીઓઝ માં એક શબ્દનો ઘણી વખત ઉપયોગ જોવા મળશે જે શબ્દ છે Abstract જેનો અર્થ અહી સમજી લઈએ આ શબ્દના અલગ અલગ ઘણા અર્થ છે ક્યારેક આ શબ્દ એડ્જેક્ટીવ એટલેકે વિશેષણ તરીકે વપરાય છે દાખલા તરીકે Abstract આઈડિયા એટલેકે અ મૂર્ત ખ્યાલ અથવા અવ્યક્ત વિચાર Abstract આર્ટ કલાના સંદર્ભમાં પણ આ શબ્દનો ઉપયોગ થઇ શકે આ શબ્દ ક્યારેક વર્બ એટલેકે ક્રિયાપદ તરીકે પણ વપરાય છે દાખલા તરીકે Abstract સમથીંગ કંઇક તારવવું કોઈ એક વિચાર પરથી કોઈ બીજો વિચાર મેળવવો અથવા તોતે ક્યારેક નાઉન તરીકેપણ વપરાય છે કોઈ રીસર્ચપેપરના સંદર્ભમાં Abstract એટલેકે તેનો સાર આપવું તે પેપરનો સારાંશ અથવા સમરી માટે પણ Abstract શબ્દ વપરાય છે આમ આ શબ્દનો અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ અર્થ હોય છે તમે તેનો નાઉન એડ્જેક્ટીવ કે વર્બતરીકે ઉપયોગ કરી શકો પરંતુ આ એક વાસ્તવિક દુનિયાનો ખ્યાલ છે વાસ્તવિક દુનિયા અને આ બાજુ આપણી પાસે વિચાર કે ખ્યાલ છે આમ તમે વાસ્તવિક દુનિયા માંથી આમ વાસ્તવિક દુનિયામાંથી આપણે કોઈ ભૌતિક બાબત લઈએ છીએ અને તેના આધારે કોઈ વિચાર કે ખ્યાલને તારવીએ છીએ જેને એબ્સ્ટ્રેક્સન કહી શકાય જેને એબ્સ્ટ્રેક્સન કહેવાય એટલેકે આપણે તેને અમૂર્તકે અવ્યક્ત વિચાર તરીકે જોઈએ છીએ આમ વાસ્તવિક દુનિયામાંથી વિચાર કે ખ્યાલની દુનિયામાં જવું અને અહી આપણે જે વાત કરી રહ્યા છીએ તે છે ભૌમિતિક આકાર ધારોકે હું તમને કોઈ ક્યુબ એટલેકે સમઘન બતાવાવની વાત કરું તો તમે કદાચ આ એક અવકાશીય પદાર્થ જે બોર્ગ કહેવાય તે દર્શાવશો અથવા તો તમે કોઈ પાસા જેવી વસ્તુ દર્શાવશો જુઓ અહી એક પાસો છે જે કંઇક આ પ્રકારે હોય અથવા તમે રૂબીક્યુબ્સ દર્શાવો અથવા સમઘન આકારનો કોઈ બિલ્ડીંગ દર્શાવી શકાય અથવાતો ઘરમાં પડેલું કોઈ બોક્ષ તમે દર્શાવી રહ્યા છો આમ તમારા દિમાગમાં ક્યુબ વિશેનો એક ખ્યાલ છે તમે ઘનને વ્યવહારની કોઈ વસ્તુઓસાથે સાંકળીને દર્શાવી શકો આમ બોક્ષ છે જે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ છે અથવા આ એક સફેદ રંગનો પાસો છે અથવા તમે આ કાલ્પનિક વસ્તુ જે એક અવકાશીય પદાર્થ છે તેના વડે પણ તમે ભૂમિતિના આકાર ઘન વિષે એક ખ્યાલ આપી શકો છો આમ ભૂમિતિની આ વિશેષતા છે તમે તેમાં રહેલા શબ્દોને વાસ્તવિક દુનિયા સાથેપણ સાંકળી શકો તેમજ તમે તેની વ્યાખ્યા પણ આપી શકો કે આ એક ઘન છે કે જેની દરેક બાજુના માપ સરખા હોય છે આ જે બાજુ છે તેનું માપ એક છે આ બાજુનું માપ પણ એક છે આ બાજુની લંબાઈ તેમજ આ દરેક બાજુની લંબાઈ સરખી છે હું તેની ચોક્કસવ્યાખ્યા આપવા નથી માંગતો પણ કહેવાનો અર્થ છેકે ભુમીતીમાં તમે ભૌતિક વસ્તુને વ્યાખ્યાયિત કરી શકો છો આમ અહી આપણે ભુમીતીમાં ઘન વિશેનો એક ચોક્કસ ખ્યાલ મેળવી શકીએ વાસ્તવિક જગતમાં કદાચ એવું પણ બને કે આ જે પાસો છે તેના દરેક બાજુના માપ કદાચ સરખા ન પણ હોય પણ ભૂમિતિ દર્શાવે છેકે ઘન એટલે એવો પદાર્થ કે જેની આદરેક ધારની લંબાઈ એક સરખી હોય આમ રીઅલ વર્ડ એટલેકે વાસ્તવિક દુનિયા પરથી અહી એક અમૂર્ત ખ્યાલ મેળવ્યો છે એક સામાન્ય ખ્યાલ ભુમીતીમાં દર્શાવ્યો છે Abstract શબ્દનો અર્થ કોઈ કળામાં પણ જોઈ શકાય અહી એક કળાનો નમુનો આપેલ છે Abstract આર્ટ એટલેકે અ મૂર્ત કળા એ એવી કળા સૂચવે છે કે જે વાસ્તવિક દુનિયાથી અલગ હોય છે વાસ્તવિક દુનિયામાં દર્શાવેલ પદાર્થો કે વ્યક્તિઓ તેમાં તેજ સ્વરૂપે તેજ સ્વરૂપે દર્શાવેલા હોતા નથી ચિત્રકલામાં અમુક એવા પણ પ્રકાર છે જેમાં ચોક્કસ વાસ્તવિકદુનિયાના પત્રોજ હોય છે પણ અમુક Abstract આર્ટ એવી હોય છે કે જેમાંથી વાસ્તવિક દુનિયાનો ખ્યાલ મેળવી શકાય પણ તેમાં વાસ્તવિક પાત્રો કે પદાર્થ હોતા નથી Abstract શબ્દનો જો તમે ડીક્ષનરી માં અર્થ જુઓ તો તમને અલગ અલગ ઘણા અર્થ જોવા મળશે પણ જો તે દરેક અર્થ વિષે વિચારીએ તો તે કંઇક એકજ બાબત સુચવી રહ્યા હોય તેવું લાગે છે આચિત્ર જેક્સનપોલોક નામના એક આર્ટીસ્ટનું છે જેમાં તમે જોશો કે તમને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ વ્યક્તિ દેખાશે નહિ વાસ્તવિક દુનિયાની વસ્તુઓ કે પાત્રો કરતા તે કંઇક અલગ છે તેમાં કોઈ વિચાર કે કોઈ રંગ વિશેનો કંઇક અ મૂર્ત ખ્યાલ સમાયેલો છે આમ આ શબ્દ ફક્ત ભૂમિતિ સાથે કે કળા સાથે જોડાયેલું તેમ નથી તે આપણી રોજબરોજની દિનચર્યા સાથે પણ સંકળાયેલો શબ્દ છે આપણે કોઈ બાબતમાંથી કંઇક સાર મેળવતા હોઈએ છીએ કોઈ બાબત વિષે કોઈ ખ્યાલ દર્શાવતા હોઈએ છીએ તેનું એક ઉદાહરણ લઈએ ધારોકે હું અહી શબ્દ લખું છું ડોગ તો તરતજ આપણા દિમાગમાં એક ખ્યાલ આવે છે આ ખરેખર અમુક ચિન્હો કે સંકેત છે જેના આધારે આપણે એક પ્રાણી વિષે વિચારી રહ્યા છીએ જેના ચાર પગ છે જે માણસનું મિત્ર છે જે ખૂબ વફાદાર હોય છે જેના શરીર પર રુંવાટી હોય છે જેને બે કાન છે એક આંખ છે આ રીતે એક પ્રાણીનો ખ્યાલ આ શબ્દ પરથી આપણા મનમાં આવે છે કુતરાના પણ અલગ અલગ પ્રકાર હોય છે અમુક ખૂબ નાના કદના કુતરા હોય છે અમુક મોટા કદના હોય છે પણ આ શબ્દ છે એક સામાન્ય પ્રાણી વિશેનો ખ્યાલ આપે છે આમ આ શબ્દ સાથે આપણે આએક ઈમેજને સાંકળી લીધી છે આ શબ્દ ખરેખર અમુક સંકેત છે જેને અહી આપણે આ એક ચિત્ર સાથે સાકળેલ છે તેજ રીતે આપણે કોઈ સંખ્યા વિષે પણ વિચારી શકીએ ધારોકે કોઈ સંખ્યા છે પાંચ આપણ એક સંજ્ઞા કે સંકેત જ છે જે અમુક જથ્થો દર્શાવે છે હું તેને આ રીતે પણ દર્શાવી શકું આ પાંચ છે તેને રોમન લેટરમાં પણ લખી શકું આપણ પાંચ છે અથવા તેને શબ્દમાં પણ આ રીતે દર્શાવી શકું આ બધા આપણને એકજ ખ્યાલ સૂચવે છે કે કોઈ પાંચ વસ્તુઓનો સમુહ છે આમ આ એક સંકેત છે જે અમૂર્ત ખ્યાલને દર્શાવે છે આમ અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણે શબ્દ Abstract ને સમજ્યા પણ આબધા પરથી હું તમને જે સમજવા માંગું છું તે છે Abstract આઈડિયા એટલેકે અમૂર્ત ખ્યાલ અથવા કોઈ સાર