મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:21

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો 19 પૂર્ણાંક 3/18 અને 18 પૂર્ણાંક 2/3 નો સરવાળો કરીએ સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓને અપૂર્ણાંકથી અલગ કરીએ માટે 19 પૂર્ણાંક 3/18 ને 19 વત્તા 3/18 તરીકે પણ લખી શકાય . વત્તા 18 પૂર્ણાંક 2/3 ને લખીએ 18 વત્તા 2/3 હવે બંને પૂર્ણાંકોનો સરવાળો કરતા , માટે લખીએ 19 વત્તા 18 ત્યારબાદ તેમાં અપૂર્ણાંકને ઉમેરીએ માટે વત્તા 3/18 વત્તા 2/3 હવે 19 વત્તા 18 બરાબર શું ? 19 વત્તા 19 બરાબર 38 મળે . તેથી તેના કરતાં 1 ઓછા બરાબર 37 આમ જો 37 વત્તા અપૂર્ણાંકને જુઓ તેમનો સરવાળો કરવા તે બંનેના છેદ સમાન હોવા જોઈએ માટે 18 અને 3 નો લ.સા.અ લેતા તે 18 મળે તેથી 2/3 નો છેદ માં પણ 18 મેળવીએ હવે જો 2/3 ને એવા અપૂર્ણાંકમાં ફેરવીએ જેથી છેદમાં 18 મળે તો તે માટે છેદ ને 6 વડે ગણવુ પડે અને તેથી અંશને પણ 6 વડે ગુણવુ પડે માટે તે થશે 12/18 તેથી 2/15 ની જગ્યાએ લખીએ 12/18 હવે આ બંનેનો સરવાળો થઇ શકે માટે 37 વત્તા 3 વત્તા 12 બરાબર 15 ના છેદમાં 18 તેથી , મિશ્ર સંખ્યા મળે 37 પૂર્ણાંક 15/18 આપણો ઉકેલ સાચો જ છે પણ થોડું વધુ સાદું રૂપ આપીએ કારણ કે આ અંશ અને છેદ બંને 3 વડે વિભાજ્ય છે માટે બંનેને 3 વડે ભાગતા , અંશ અને છેદ માં સરખો જ ફેરફાર કરીએ છીએ માટે તેની કિંમત માં કોઈ ફેરક પડે નહિ . આમ , આપણને મળે 37 પૂર્ણાંક , અંશ માં મળે 5 અને છેદ થશે 6 તેથી જવાબ થશે 37 પૂર્ણાંક 5/6 .