મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:38

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હું આ વિડીયોમાં એક રેખાખંડ(સેગમેન્ટ), રેખા (લાઈન), તથા કિરણ (રે) વચ્ચે શું તફાવત છે તે દર્શાવવા માગું છું. અને આપણે આ બધી વસ્તુઓ ના પાકા ભૌમિતિક સ્વરૂપો જોઈશું. રેખાખંડ ને આપણે સામાન્ય રીતે રેખા સાથે સાંકળી દેતા હોઈએ છીએ. હવે રેખાખંડ એ એક સીધી રેખા જેવું જ કહી શકાય પરંતુ તેને રેખાખંડ એટલા માટે કહેવામાં આવે છે કે તે એક બિંદુથી શરુ થાય છે તેમજ તેનો એક બિંદુ પર અંત પણ હોય છે. આમ, આપણે રોજબરોજના જીવનમાં મોટેભાગે જે રેખાઓ જોઈએ છીએ તે વાસ્તવમાં, ભૌમિતિક દ્રષ્ટિએ તો રેખાખંડો જ હોય છે. અને હું જાણું છું કે મેં અહી જે થોડો વળાંક આપીને લાઈન દોરી છે તે તદ્દન સીધી હોવી જોઈએ. કારણ કે આ રેખાખંડ છે. રેખાખંડ જેનો આધાર એક હકીકત છે કે તેને એક અંતિમ બિંદુ તથા ઉગમ બિંદુ હોવું અથવા એક ઉગમ બિંદુ તેમજ અંતિમ બિંદુ હોવું જરૂરી છે. જો તમે શુદ્ધ ભૌમિતિક રીતે રેખા જુઓ તો રેખા અનંત છે. તેને કોઈ ઉગમ બિંદુ કે અંતિમ બિંદુ હોતા નથી. તે બંને દિશામાં અનંત રીતે વિસ્તરે છે. તેથી રેખા આવી દેખાય છે. અને તે અનંત અંતર સુધી વિસ્તરતી રહે છે તે દર્શાવવા માટે અહીં એક તીર જેવો આકાર દોરીએ છીએ. આ તીર જેવો આકાર બતાવે છે કે રેખા સતત વિસ્તરે છે અને તે નીચે ડાબી તરફ વિસ્તારની દિશા સૂચવે છે. તમે કદાચ એવી કોઈ વસ્તુ નહીં જોઈ હોય કે જે કોઈ દિશામાં સતત, સીધી વિસ્તર્યા જ કરે છે. પરંતુ ગણિતમાં - જેને ગણિત ની વિશેષતા કહી શકાય- આપણે આવા તાત્વિક કે અમૂર્ત વિચારો વિષે વિચારીએ છીએ. તેથી ગણિત ની ભાષામાં શુદ્ધ ભૌમિતિક રીતે રેખા એ એવી લીટી છે કે જે સીધી દિશામાં અનંત વિસ્તરે છે. હવે કિરણ આ બંનેની વચ્ચેનું કઈક છે. કિરણ નિશ્ચિત સ્થળેથી શરુ થાય છે. આ બિંદુ (જે તેનું ઉગમ સ્થાન છે.) પરંતુ તે પણ વિસ્તરતું હોય છે.તેથી કિરણ એક સ્થળે થી શરુ થાય છે પરંતુ તે વિસ્તરતું જાય છે. આ અહીં એક કિરણ છે. હવે ચાલો રેખાખંડ, રેખા અને કિરણ વચ્ચે શું તફાવત છે તે વિષે વિચારીએ. મને લાગે છે કે અહીં બતાવેલા નાનકડા વર્ગીકરણને આધારે તમને આ સહેલાઈથી સમજાશે. તો હું મોડ્યુલ લઇ આવું. લઇ આવું.. મેં ક્યાં મુક્યું? ક્યાં મૂક્યુ? આ રહ્યું!) તો હવે જોઈએ અહી શું છે? સારું , આને બંને છેડે બે તીર છે. તે દર્શાવે છે કે તે અનંત અંતરે વિસ્તરે છે. તો આ હશે રેખા. (ચાલો જવાબ જોઈએ.). તો આ સાચો જવાબ છે, પછી નો પ્રશ્ન). સરસ, હવે આના વિષે શું? એક મિનીટ, બંને દિશામાં તીરનો અર્થ કે તે બંને દિશામાં અનંત વિસ્તરે છે. તો ફરીથી આ રેખા જ છે. ખૂબ સરસ, હવે, બીજું એક કરીએ. અહી એક તીર છે, તેથી તે આ દિશામાં વિસ્તરે છે. પરંતુ તેને એક નિશ્ચિત ઉગમ બિંદુ છે. તો તે ત્યાંથી શરુ થાય છે અને પછી તે અનંત અંતરે વિસ્તરે છે. અને જો તમને યાદ હોય તો કિરણ આને જ કહે છે.. એક ઉગમ બિંદુથી શરુ થઇ અનંત અંતરે વિસ્તરવું. તો તે વિસ્તરે છે અને જેમ તમે વધારે વિચારશો તો જણાશે કે તે અનંત અંતરે ફક્ત એક દિશામાં જ વિસ્તરે છે. તેથી તે કિરણ છે. હવે એક બીજો પ્રશ્ન જોઈએ. આ રહ્યો અહીં. તમારી પાસે એક શરૂઆતનું બિંદુ છે અને એક અંતનું બિંદૂ છે. અથવા તમે એમ કહી શકો કે એક ઉગમ બિંદુ અને એક અંતિમ બિંદૂ છે તે એકેય દિશામાં વિસ્તરતું નથી. તો આ છે રેખાખંડ. આ જુઓ તો આશા છે કે આનાથી તમને સમજાયું હશે કે મોડ્યુલ શું છે. જયારે મેં આ મોડ્યુલ અહીં કર્યું, ત્યારે કોઈ વિડીયો નહોતી. અને એ જ આ વિડીઓ છે. આ મોડ્યુલ માટેની વિડીયો છે.