મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :1:40

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

5 + 8 + 5 પદાવલિ ને જુદી - જુદી રીતે લખવા સરવાળા વિશેના ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરો .અને પછી તેનો સરવાળો કરો . હું આ સરવાળા વિશેના ક્રમના ગુણધર્મ શબ્દ નીચે લીટી કરું છું . શબ્દ તો ખુબ સરસ છે પણ તેનો અર્થ શું ? તેનો અર્થ છે કે તમે કોઈ સંખ્યાઓનો સરવાળો કરો તો તે સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં લખીને ગણતરી કરી શકો . જુઓ આ પદાવલિ ને હું અહીં લખું છું . 5 વત્તા 8 વત્તા 5 અથવા 5 વત્તા 5 વત્તા 8 અથવા 8 વત્તા 5 વત્તા 5 હવે જો તેનો સરવાળો કરો તો સરખોજ જવાબ મળે . હવે જો મારી પાસે 5 વસ્તુઓ છે તેમાં 8 ઉમેરીએ અને બીજી 5 ઉમેરીએ અથવા જો 5 વસ્તુમાં બીજી 5 વસ્તુ ઉમેરીને તેમાં 8 વસ્તુઓ ઉમેરું તો તે સરખુંજ થાય . તમે આ દરેક ની ગણતરી કરીને ચકાસી શકો છો . તમને સરખોજ જવાબ મળશે . હવે પ્રશ્ન માં કહ્યું છે . કે તેનો સરવાળો કરો , સરવાળો કરવા માટે સૌથી સરળ ઉપાય છે . કે 5 વત્તા 5 બરાબર 10 થાય . માટે અહીં થી ગણતરી શરૂ કરીયે આપણે ત્રણેય પદ ની ગણતરી તો કરિશુંજ , પણ આ સહેલું છે તેથી અહીં થી શરૂ કરીયે 5 વત્તા 5 બરાબર 10 વત્તા 8 બરાબર મળે 18 . હવે આ બને પદ ને પણ આ રીતે ચકાસીએ . ઉપરના પદ માં 5 વત્તા 8 બરાબર 13 , 13 વત્તા 5 પણ 18 મળે . નીચેના પદમાં 8 વત્તા 5 બરાબર 13 , 13 વત્તા 5 , 18 થાય . તમે કઈ રીતે કરો છો , ક્યાં ક્રમમાં કરો છો તે મહત્વનું નથી . આ ગુણધર્મ ને સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ કહેવાય .