મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 6 ગણિત (ભારત)
Course: ધોરણ 6 ગણિત (ભારત) > Unit 4
Lesson 2: વક્ર અને બહુકોણવિશિષ્ટ વક્ર તરીકે બહુકોણ
તમે જાણો છો કે ત્રિકોણ, લંબચોરસ વગેરે બહુકોણનાં બધા ઉદાહરણો છે પરંતુ તે વર્તુળો નથી. શું વક્રને બહુકોણ બનાવે છે? Aanand Srinivas દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
મેં અહીં કેટલાક વક્રો દોર્યા છે અહીં આ બાજુના વક્ર એ બહુકોણ ના સભ્ય છે અને આ બાજુના વક્ર એ બહુકોણ ના સભ્ય નથી હવે શામાટે આ વક્રો બહુકોણના સભ્યો છે અને આ વક્ર નથી બહુકોણના સભ્ય થવા માટે તમારે કેટલાક નિયમ ને અનુસરવું પડે આ બધા વક્રો બહુકોણ ના સભ્યો છે અને આ બધા વક્રો બહુકોણ ના સભ્યો નથી શું તમે આ બધા વક્રો ને જોઇને તે નિયમો કયા હશે તે કહી શકો તમે તેના વિશે
થોડું વિચારો હવે તેમાંનો એક નિયમ એ હોઈ શકે કે અહીં બધા જ વક્ર એ સીધી લીટી થી
બનેલા છે એટલેકે સીધા રેખાખંડ થી બનેલા છે અહીં આ વક્ર ની જેમ આ રેખાખંડો વળેલા
નથી માટે અહીનો એક નિયમ એ છે કે તેઓ સીધા રેખાખંડો થી બનેલા છે પરંતુ શું તે ફક્ત એક જ નિયમ છે કારણકે જો તે નિયમ હોય તો આ વક્ર પણ
બહુકોણ નો સભ્ય હોવો જોઈએ તેવીજ રીતે આ વક્ર જે સીધા રેખાખંડ થી બનેલો છે તે પણ બહુકોણનો સભ્ય
હોવો જોઈએ અને આ પણ બહુકોણનો સભ્ય હોવો જોઈએ એટલે કે ત્યાં કોઈક બીજા નિયમ
પણ હોઈ શકે પરંતુ આ નિયમ એ તેમાનો એક છે હવે ત્યાં બીજા શક્ય નિયમો કયા હોઈ શકે અહીં આ એ બહુકોણ નો સભ્ય છે અને આ બહુકોણ નો સભ્ય નથી આ વક્ર અને આ વક્ર વચ્ચે એક જ ફરક છે અહીં તે બંધ આકૃતી છે અને આ
ખુલ્લી આકૃતિ છે પછી જો તમે ધ્યાન થી જુઓ તો અહીં આ બધા જ વક્રો એ બંધ આકૃતિ છે તેમની પાસે અંદર અને બહાર એમ બે ભાગ છે જેને આપણે અંદર નો ભાગ
અને બહાર નો ભાગ કહીએ છીએ આમ જો બધા જ વક્ર એ બંધ આકૃતિના હશે અને સીધા રેખાખંડોથી બનેલા
હશે તો તેઓ બહુકોણ ના સભ્યો છે તો અહીં આ વર્તુળ એ પણ બંધ આકૃતિ છે અહીં આ વક્ર પણ બંધ આકૃતિ છે અને તેવી જ રીતે આ વક્ર પણ બંધ આકૃતિ
છે તેથી તેઓ બંધ આકૃતિ હોવા જોઈએ અને સીધા રેખાખંડ થી બનેલા હોવા
જોઈએ અહીં આ બંધ છે અને સીધા રેખાખંડ થી બનેલો છે તેવી જ રીતે આ પણ બંધ
છે અને સીધા રેખાખંડ થી બનેલો છે તેવી જ રીતે આ વક્ર પણ માટે તે બંને નીયમો બંધ આકૃતિ અને સીધા રેખાખંડો થી બનેલા એ હોવું
જોઈએ જો આ બંને નિયમો હોય તો જ તેઓ બહુકોણ ના સભ્યો હોઈ શકે પરંતુ તમે અહીં જોશો તો આ પણ બંધ આકૃતિ છે અને સીધા રેખાખંડો થી
બનેલી છે આ પણ બંધ આકૃતિ છે અને સીધા રેખાખંડ થી બનેલી છે પરંતુ તેઓ બહુકોણ
ના સભ્ય નથી તો તેના માટે આપણે હજુ એક નિયમ જોઈએ અને તે એ છે કે આ વક્ર એ સાદા
વક્ર હોવા જોઈએ સાદા વક્ર આપણે જોઈ ગયા જો તમે અહીં આ પ્રમાણે એક વર્તુળ દોરો અને પછી એક બિંદુલો તો તેમાંથી 3 લીટી નીકળે છે જયારે સાદા વક્ર માંથી 2 જ લીટી નીકળવી જોઈએ તેવી જ રીતે જો તમે અહીં
આ બિંદુ લો તો તેમાંથી પણ 3 લીટી નીકળે છે જયારે તમે આ બાજુના વક્ર જોશો અને કોઇપણ એક બિંદુ લેશો તો તેમાંથી 2 જ લીટી નીકળશે અહીં આ બિંદુ પણ લો તો તેમાંથી 2 જ લીટી નીકળે છે તેવી જ રીતે આ બિંદુ અને તેવી જ રીતે આ બિંદુ આમ આ બધા જ વક્ર એ સાદા વક્ર છે માટે બહુકોણ ના સભ્ય થવા માટે આ ત્રણ નિયમ જરૂરી છે વળી તમે અહીં જોશો તો અહીં તે બે ભાગ કરે છે જયારે અહીં ફક્ત એક જ ભાગ છે આમ બહુકોણ ના સભ્ય થવા માટે આ 3 નિયમો જરૂરી છે તે સાદા વક્ર હોવા જોઈએ તે બંધ આકૃતિ હોવી જોઈએ અને તેઓ સીધા રેખાખંડ થી બનેલા હોવા જોઈએ