If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:53

એકમ, દશાંશ અને શતાંશ વડે દશાંશ સંખ્યાઓનો સરવાળો કરવો

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

દશાંશનો સમાવેશ કરતા કેટલાક વધુ ઉદા જોઈએ ધારો કે આપણે 4 પૂર્ણાંક 22 શતાંશને 61 પૂર્ણાંક 37 શતાંશમાં ઉમેરવા માંગીએ છીએ હંમેશની જેમ તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો હું તેને આ પ્રમાણે શોધીશ અહીં મારી પાસે 4 પૂર્ણાંક 22 શતાંશ છે અને આ બીજી સંખ્યા 61 પૂર્ણાંક 37 શતાંશ છે જો હું 4 અને 61 નો સરવાળો કરું તો તેથી 4 + 61 અને પછી આપણે અલગથી 22 શતાંશ અને 37 શતાંશનો સરવાળો કરીએ ત્યાર બાદ આપણે 22 શતાંશ અને 37 શતાંશનો સરવાળો કરીશું અહીં 4 +61 65 થશે માટે 65 હવે 22 શતાંશ અને 37 શતાંશનો સરવાળો કરીએ 22 + 37 કેટલા થાય 20 + 30 50 થાય અને પછી 2 +7 9 થાય આમ તેનો જવાબ 59 શતાંશ મળે તેથી તેનો જવાબ 65 પૂર્ણાંક 59 શતાંશ આવે જેને આપણે આ પ્રમાણે લખી શકીએ 65 .59 હવે મેં અગાઉના વિડિઓમાં વાત કરી હતી તે પ્રમાણે દશાંશનો સરવાળો કરવાની ઘણી બધી રીત છે ભવિષ્યના વિડિઓમાં આપણે તે માટેની ઝડપી રીત પણ શીખીશું પરંતુ હું તમને ઘણી બધી રીત બતાવવા મંગુ છું જેથી તમે તે દરેક રીતને સમજી શકો હું તેને આ પ્રમાણે જ ઉકેલું છું જો કોઈ મને એમ પૂછે કે એક વસ્તુની કિંમત 61 .37 ડોલર છે તેની ઉપર માટે 4 .22 ડોલર જેટલો ટેક્સ્ટ પણ આપવો પડશે તો મારે તે વસ્તુ માટે કેટલી રકમ ચૂકવવી પડે હું તેની ગણતરી આ પ્રમાણે કરું છું અને માટે તેનો જવાબ 65 .59 ડોલર મળે હવે આપણે બીજું ઉદા જોઈએ ધારો કે આપણી પાસે 3 પૂર્ણાંક 53 શતાંશ છે હવે આપણે તેમાં 4 પૂર્ણાંક 72 શતાંશને ઉમેરવા માંગીએ છીએ હંમેશાની જેમ તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ ગણવાનો પ્રયત્ન કરો આપણે અગાઉના ઉદામાં જે કર્યું તે અહીં પણ કરી શકાય સૌ પ્રથમ આપણે એકમના સ્થાનને ઉકેલી શકીએ 3 એકમ + 4 એકમ 3 + 4 ત્યાર બાદ આપણે શતાંશને ઉમેરી શકીએ 53 શતાંશ + 72 શતાંશ 3 અને 4 નો સરવાળો કરવો ખુબ સરળ છે 3 + 4 7 થશે પરંતુ આ 53 શતાંશ અને 72 શતાંશનો સરવાળો શું થાય હું તેને આ પ્રમાણે લખીશ અહીં આ 53 શતાંશ થાય 53 શતાંશ અને અહીં આ 72 શતાંશ થાય હવે 53 + 72 કેટલા થાય 3 + 2 5 થશે અને 50 + 70 120 થાય આમ 53 શતાંશ + 72 શતાંશ 125 શતાંશ થાય 125 શતાંશ હવે આપણે આ 125 શતાંશને દશાંશ સંખ્યા તરીકે કઈ રીતે લખી શકીએ તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે તમે તેને 100 શતાંશ + 25 શતાંશ તરીકે જોઈ શકો મેં અહીં 100 શતાંશ એટલા માટે પસંદ કર્યું કારણ કે 100 શતાંશ એ પૂર્ણ થશે અહીં આ 100 શતાંશ 1 થાય અને પછી આપણે તેમાં 25 શાંતંશને ઉમેરી રહ્યાં છીએ જેને હું આ પ્રમાણે લખીશ અને યાદ રાખો કે આપણે અહીં આ આખું 7 માં ઉમેરી રહ્યા છીએ તેથી 7 + 1 + 25 શતાંશ આમ જયારે આપણે 53 શતાંશ અને 72 શતાંશનો સરવાળો કર્યો ત્યારે આપણને 125 શતાંશ મળ્યું જે 1 પૂર્ણાંક 25 શતાંશને સમાન જ છે હવે આપણે આ 1 ને 7 માં ઉમેરી શકીએ કારણ કે તે બંને એકમના સ્થાને છે 7 + 1 8 થાય અને પછી તેમાં 25 શતાંશ ઉમેરીએ તેથી આપણને જવાબ 8 પૂર્ણાંક 25 શતાંશ મળે હવે હું તમને એક પદ્ધતિસર રીત બતાવવા મંગુ છું અને તમે તેના વિશે વિચારો કે આપણે હમણાં જે કરી ગયા ત્યારે તે રીત કઈ રીતે સમાન છે અને તમે વિચારો કે આપણે હમણાં જે રીત કરી ગયા તે અને પદ્ધતિસર રીત કઈ રીતે એક સમાન છે ભવિષ્યમાં તમે આ રીતે દશાંશ સંખ્યાનો સરવાળો કરતા જોશો 3 .53 અને પછી તેઓ 4 .72 ને આ પ્રમાણે લખે છે તમે અહીં જોઈ શકો કે તેઓ અનુરૂપ સ્થાન કિંમતને એક બીજાની નીચે લખે છે જેથી તેઓ યોગ્ય રીતે સરવાળો કરી શકે હવે આપણે સ્થાન કિંમત અનુસાર તેનો સરવાળો કરી શકીએ તમે અહીં 3 શતાંશ અને 2 શતાંશનો સરવાળો કરી શકો આપણે અહીં શતાંશના સ્થાને આવેલા અંકોનો સરવાળો કરી રહ્યા છીએ 3 શતાંશ +2 શતાંશ જેના બરાબર 5 શતાંશ થાય ત્યાર બાદ 50 શતાંશ અને 70 શતાંશનો સરવાળો કરીએ જે આપણે અહીં જોઈ ગયા તેના બરાબર 125 શતાંશ થાય અથવા તમે તેને 5 દશાંશ + 7 દશાંશ તરીકે પણ જોઈ શકો જેના બરાબર 12 દશાંશ થશે પરંતુ તમે દશાંશને સ્થાને 12 લખી શકો નહિ 5 દશાંશ અને 7 દશાંશ 12 દશાંશ થાય જે 1 પૂર્ણાંક 2 દશાંશને સમાન જ છે તેથી તમે અહીં દશાંશના સ્થાને 2 લખી શકો અને પછી 1 પૂર્ણને અહીં એકમના સ્થાને લખી શકો આમ 5 દશાંશ + 7 દશાંશ બરાબર 1 પૂર્ણાંક 2 દશાંશ હવે તમે આ એકમના અંકોનો સરવાળો કરી શકો 1 + 3 + 4 8 થશે આમ તમે જવાબ તરીકે 8 પૂર્ણાંક 2 દશાંશ 5 શતાંશ મળે છે અથવા 8 પૂર્ણાંક 25 શતાંશ તમે તેને કોઈ પણ રીતે ગણી શકો પરંતુ આ રીતે ગણતરી કરવી યોગ્ય છે કારણ કે તમે શતાંશને શતાંશમાં ઉમેરી રહ્યા છો દશાંશને દશાંશમાં ઉમેરી રહ્યા છો તેમજ એકમની એકમમાં ઉમેરી રહ્યા છો જો તમે આ બે દશાંશનો સરવાળો કરો અને તમને તેનો જવાબ 1 કરતા મોટો મળે તો તમે તે 1 ને એકમના સ્થાને લખી શકો આપણે ભવિષ્યના વિડિઓમાં આનો ઘણો બધો મહાવરો કરીશું.