If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની બાદબાકી કરવી

સલ 8/18-5/18 બાદ કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં પ્રશ્ન છે કે બાદબાકી કરીને સાદુરૂપ આપો બે અપૂર્ણાંક છે 8/18 - 5/18 અપૂર્ણાંકોની બાદબાકી એ અપૂર્નાકોના સરવાળા જેવી જ ક્રિયા છે બંનેનો છેદ સમાન હોય ત્યારે જવાબમાં પણ તે જ સંખ્યા છેદમાં મુકવી અને અંશમાં બંને અપૂર્ણાંકોના અંશની બાદબાકી કરવી માટે અહીં થશે 8-5 જેને બરાબર લખાય 3/18 આ જવાબ મળ્યો પણ તેનું સાદુરૂપ આપવાનું છે કારણકે 3 અને 18 એ બંને 3 વડે વિભાજ્ય છે તો ચાલો બંને ને 3 વડે ભાગીએ 3 ભાગ્યા 3 અને 18 ભાગ્યા 3 આમ સાદુરૂપ મળે 3 ભાગ્યા 3 બરાબર 1 18 ભાગ્યા 3 બરાબર 6 આમ જવાબ થશે 1/6 ચાલો આપણે તેને થોડું જુદી રીતે વિચારીએ અહીં 18 ભાગ દોરીએ હું શક્ય હોય તેટલું સારી રીતે દોરવાનો પ્રયત્ન કરું છું આ એક લંબચોરસ આકૃતિ છે પહેલા આડા 6 ભાગ કરીએ ઉપર 3 ભાગ અને નીચે 3 ભાગ હવે તેના ઉભા 3 સરખા ભાગ કરીએ આ થયા 3 ભાગ આમ આપણને અહીં 18 ભાગ મળ્યા માટે 8 ના છેદમાં 18 1 2 3 4 5 6 7 8 હવે 18 માંથી 5 ભાગ બાદ કરીએ ચાલો તો તેમ કરીએ 1 2 3 4 અને 5 ભાગ બાદ કર્યા તો હવે શું બાકી રહે આપણી પાસે 18 માંથી 3 ભાગ બાકી રહ્યા જુઓ અહી આ 3 ભાગ બાકી રહેછે હવે જો આ 3 ભાગ ને 1 ભાગ ગણીએ તો આવા કુલ કેટલા ભાગ આપણી પાસે છે આ પહેલો ભાગ થયો આ થશે બીજો ભાગ નીચે ત્રીજો ભાગ ચોથોભાગ ,પાંચમો ભાગ અને છઠો ભાગ તમારી પાસે 18 ભાગ છે તેમાંથી 3 3 ભાગને ભેગા કરીને 1 ભાગ બનાવો તો તમારી પાસે કુલ 6 ભાગ હોય જુઓ આ દરેક આડી હરોળ એ એક ભાગ છે તેમજ આ ભૂરો ભાગ એ 6 માંથી 1 ભાગ થશે આથી 3/18 અને 1/6 એ બંને સમાન થશે