If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઋણ સંખ્યાઓ ઉમેરવી અને બાદ કરવી

ઋણ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા શીખો. આ વિડિઓમાં જે કોયડાઓ ઉકેલાયા છે તે આ છે 2 - 3 = -1 અને -2 - 3 = -5 અને -2 + 3 = 1 અને 2 - (-3) = 5 અને -2 - (-3). સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો આપણે ઋણ સંખ્યા ઉમેરવા ને બાદ કરવાનો થોડો અભ્યાસ કરીએ . પહેલું ઉદાહરણ જોઈએ 2 ઓછા 3 . અત્યારે હું એક ધન સંખ્યામાંથી બીજી ધન સંખ્યા બાદ કરીએ રહયો છું . પણ તમે જોઈ શકો છો કે એક નાની સંખ્યામાંથી હું મોટી સંખ્યા બાદ કરી રહ્યો છું . માટે કદાચ અથવા તો ચોક્કસ કહી શકાય કે મને આ ક્રિયાનું અંતે એક ઋણ સંખ્યા મળશે . આ બાબત પર થોડું વિચારીએ તો હું અહીં એક સંખ્યારેખા દોરી રહયો છું તેના પર અહીં મૂકીએ શૂન્ય , આ એક આ બે અહીં ઋણ એક અને ઋણ બે મૂકીએ આ રકમમાં આપણે જોઈ શકીએ છીએ કે તે બે થી શરૂ થાય છે . માટે સંખ્યારેખા પર પણ આપણે 2 થી શરૂ કરીએ ત્યારબાદ આ 2 માંથી 3 બાદ કરીએ તેથી સંખ્યારેખા પર 3 એકમ ડાબી બાજુ ખસવું પડે . માટે હું 3 એકમ ડાબી બાજુ ખસું છું 1 , 2 ,3 જેનાથી આપણે ઋણ 1 મળે છે . આમ , 2 ઓછા ઋણ 3 બરાબર ઋણ 1 ચાલો આ સંખ્યાઓમાં થોડો ફેરફાર કરીએ . વિચારોકે જો ઋણ 2 ઓછા . 3 હોય તો શું મળે . અહીં ધન 2 ઓછા 3 હતા , જયારે હવે ઋણ 2 ઓછા 3 માટે વિચારવાનું છે . ફરી એક વાર સંખ્યા રેખા દોરીએ . તેના પર હું અહીં શૂન્ય મુકું છું આ એક અહીં ઋણ 1 , ઋણ 2 , ઋણ 3 , ઋણ 4 , ઋણ 5 , ઋણ 6 . હજી આગળ જઈએ શકીએ . પણ આપણે ઋણ 2 થી શરૂ કરવાનું છે અને ત્યારબાદ ફરી 3 બાદ કરવાનો છે . તો ચાલો ફરી એક વખત ઋણ 2 થી 3 એકમ ડાબી તરફ ખસીએ . 1 , 2 , 3 એકમ અને અંતે આપણે ઋણ 5 મળે છે , ઋણ 5 આમ ,આની કિંમત થશે ઋણ 5 તો આ બંને સ્થિતિ માં જુઓ કે આપણે 3 બાદ કર્યા આપણે સંખ્યારેખા પર 3 એકમ ડાબી તરફ ગયા , અહીં આપણે શૂન્યની જમણી તરફ 2 થી શરૂ કર્યું . જયારે અહીં આપણે શૂન્યની ડાબી તરફ 2 થી શરૂ કર્યું . આ ઋણ 2 છે . ચાલો આ જ સંખ્યાઓનો ઉપયોગ કરીને બીજું એક ઉદાહરણ જોઈએ . ધારો કે અહીં ઋણ 2 વત્તા 3 છે . હું ઈચ્છું કે તમે વિડિઓ અટકાવીને થોડું જાતે વિચારો . તો ચાલો ફરી વાર એક સંખ્યારેખા દોરીએ . તેના પર આપણે ઋણ 2 , ઋણ 1 , શૂન્ય , 1 , 2 , 3 લઈએ ઋણ 2 થી શરૂ કરીએ તેમાં ત્રણ ઉમેરવાના છે તેથી આપણે હવે 3 એકમ જમણી બાજુ ખસીએ . 1 , 2 ,અને 3 હવે જુઓ કે આપણે ધન 1 પર છીએ . આમ , ઋણ 2 વત્તા 3 બરાબર 1 હવે વિચારો કે અહીં ધન સંખ્યા 2 છે અને મારે તેમાંથી ઋણ 3 બાદ કરવા છે . આપણે બીજા વિડિઓ આ બાબત સમજવા છીએ . જયારે કોઈ સંખ્યા માંથી ઋણ સંખ્યા બાદ કરીએ તો તેમાં ધન સંખ્યા ઉમેરવી એવો અર્થ થાય તો આ જ ક્રિયાને આપણે બીજી રીતે લખી શકાય કે 2 વત્તા 3 અને આપણે જાણીએ છીએ કે 2 વત્તા 3 બરાબર 5 થોડું વધુ સમજીએ અહીં ઋણ 2 ઓછા ઋણ 3 છે . અહીં બધી ઋણ ની નિશાનીઓ જોઈને થોડું ગુંચવણ ભર્યું લાગે . પણ ફરી યાદ કરો કે ઋણ સંખ્યા બાદ કરવી એ ધન સંખ્યા ઉમેરવી જેવું જ થશે . માટે આ બાબતને આ રીતે પણ લખી શકાય . ઋણ 2 વત્તા 3 અને ઋણ 2 વત્તા 3 એ આપણે અહીં જોયું છે શૂન્ય ડાબી તરફના ઋણ 2 થી શરૂ કરીને આપણે તેમાં 3 ઉમેઇએ તો આપણે મળે 1