If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુ-પદ એકમમાં રૂપાંતરનું ઉદાહરણ (માપન)

સલ માપનના એકમ સાથે બહુ-પદ એકમમાં રૂપાંતરનું ઉદાહરણને ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયેશ આગબોટમાં બે મોટા પેકેટ વાળો સમાન મુકે છે એક પેકેટનું વજન 1.38 કિલોગ્રામ છે અને બીજા પેકેટનું વજન 720 ગ્રામ છે એક પેકેટનું વજન કિલોગ્રામમાં છે અને બીજા પેકેટનું વજન ગ્રામમાં છે તો બંને પેકેટનું કુલ વજન ગ્રામમાં કેટલું થાય આપણે પહેલા તો બંને વજનને ગ્રામમાં ફેરવીને તેમનો સરવાળો કરીએ આમ કરવાથી આપણને બંનેપેકેટનું કુલ વજન મળશે આપણે બીજા પેકેટનું વજન ગ્રામમાં 720 છે તે જાણીએ છીએ તો પહેલા પેકેટનું વજન ગ્રામમાં શું થાય 1.38 કિલોગ્રામ હું તેને આ પ્રમાણે લખીશ 1 કિલોગ્રામ બરાબર એકહજારગ્રામ થાય અહી આપૂર્વગ કિલો તેનો અર્થ એકહજાર થાય છે એકથી એક પોઈન્ટ આડત્રીસ જવા માટે આપણે તેને એક પોઈન્ટ આડત્રીસ વડે ગુણવું પડે એજ પ્રમાણે આપણે આ તરફ પણ એકહજારગ્રામ લઈશું અને તેને 1.38 વડે ગુણીશું એકહજાર ગુણ્યા એક પોઈન્ટ આડત્રીસ અને તે બરાબર એકહજાર ત્રણસો ને એસી ગ્રામ જેટલું થશે આપણે તેને જી વડે દર્શાવી શકીએ હવે આપણે આ બંનેનો સરવાળો કરી શકીએ આ પ્રથમ પેકેટનું વજન છે અને તેમાં બીજા પેકેટનું વજન ઉમેરીએ વતા સાતસો વીસ ગ્રામ અને આપણે આ બંનેનો સરવાળો કરીએ તો આ શૂન્ય આઠને બે દસ વદી એક સાતને ત્રણ દસ ને એક અગિયાર અને એકને એક બે આમ આપણને કુલ વજન 2100 ગ્રામ જેટલું મળશે હવે આપણે એકમના રૂપાંતરણના વધુ ઉદાહરણો કરીએ જુલી અને તેની મિત્ર એ કાગળનો એક પતંગ બનાવ્યો દરેક પતંગ માટે 0.65 મીટર પહોળો કાગળનો ટુકડો જોઈએ છે તો ચાર પતંગ બનાવવા કેટલા સેન્ટીમીટર કાગળ જોઈએ અહી આપણને જણાવ્યું છે કે દરેક પતંગ માટે કેટલો પહોળો કાગળનો ટુકડો જોઈએ છે પરંતુ આપણને જવાબ સેન્ટીમીટરમાં મેળવવાનું છે અને તે પણ ચાર પતંગ માટે તો આપણે તેના વિષે વિચારીએ દરેક પતંગ શૂન્ય પોઈન્ટ પાંસઠ મીટર પહોળાઈ ધરાવે છે શૂન્ય પોઈન્ટ પાંસઠ મીટર પહોળાઈ હવે જુઓ કે એકથી શૂન્ય પોઈન્ટ પાંસઠ પર જવા માટે આપણે તેને શૂન્ય પોઈન્ટ પાંસઠ વડે ગુણવું પડે તેજ પ્રમાણે સો સેન્ટીમીટરથી અમુક સેન્ટીમીટર પર જવા માટે આપણે તેને ફરીથી શૂન્ય પોઈન્ટ પાંસઠ વડે ગુણવું પડે શૂન્ય પોઈન્ટ પાંસઠ ગુણ્યા સો જે બરાબર પાંસઠ સેન્ટીમીટર થશે સેન્ટીમીટર પ્રતિ પતંગ આમ દરેક પતંગ પોઈન્ટ પાંસઠ મીટર પહોળાઈ ધરાવતો હોય તો સેન્ટીમીટરમાં તે પાંસઠ સેન્ટીમીટર જેટલું થશે પરંતુ અહી આપણને એ નથી પૂછ્યું કે એક પતંગ બનાવવા કેટલો કાગળ વપરાય તેઓએ આપણને ચાર પતંગ માટે પૂછ્યું છે માટે આપણે ચાર વડે ગુણવું પડશે એટલેકે પાંસઠ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ છ ચોક ચોવીસ ને બે છવ્વીસ આમ ચાર પતંગ બનાવવા બસો સાઈઠ મીટર પહોળો કાગળનો ટુકડો જોઈએ હવે આપણે વધુએક ઉદાહરણ કરીએ અને તે કદનુંરૂપાંતરણ છે ઓમ બે ગોલ્ડફીશ ના ટેન્કમાં પાંચ લીટર પાણી રેડે છે અને તેમાંથી બસો મિલીલીટર પાણી ઢોળાઈ અને પછી તે સરખા ભાગનું પાણી બંને ટેન્કમાં રેડે છે તો ઓમે કેટલા મિલીલીટર પાણી દરેક ટેન્કમાં રેડ્યું હશે આપણને જવાબ મિલીલીટરમાં જોઈએ છે તો આપણે મિલીલીટરથી શરૂઆત કરીએ આપણે અહી પાંચ લીટર લઈએ પાંચ લીટર તો આના જવાબ બરાબર કેટલા મિલીલીટર થાય આપણને અહી જણાવ્યું જ છે કે એક લીટર બરાબર એકહજાર મિલીલીટર હવે આપણી પાસે જો પાંચ લીટર હોય તો આપણે આ જથ્થા સાથે પાંચ ગુણવું પડે અને તેજ પ્રમાણે આપણે આનો જવાબ મેળવવા આની સાથે પાંચ વડે ગુણવું પડે એટલેકે એકહજાર ગુણ્યા પાંચ બરાબર પાંચ હજાર મિલીલીટર પાંચ હજાર મિલીલીટર જેટલું થશે હવે ઓમ પાસે બંને ટેન્કમાં પાણી રેડ્યા પહેલા પાંચ હજાર મિલીલીટર પાણી હતું પરંતુ તેમાંથી બસો મિલીલીટર પાણી ઢોળાઈ ગયું આપણે તેને ધોળેલા પાણીનો જથ્થો આમાંથી બાદ કરવો પડશે ઓછા બસો મિલીલીટર બસો મિલીલીટર તો અહી આપણને અડતાલીસ સો મિલીલીટર અડતાલીસ સો મિલીલીટર જવાબ મળશે અડતાલીસ સો મિલીલીટર પાણી આ બંને ટેન્કમાં સરખા ભાગે તે રેડશે પરંતુ આપણને પૂછ્યું છે કે દરેક ટેન્કમાં કેટલું પાણી રેડાશે જો કુલ જથ્થાનું પાણી બંને ટેન્કમાં વહેચાઈ જાય તો આપણે કુલ જથ્થાનું અડધું કરવું પડે અને આમ કરવાથી એક ટેન્કમાં રેડેલા પાણીનો જથ્થો આપણને મળે તો દરેક ટેન્કમાં અડતાલીસ સો મિલીલીટરનું અડધા ભાગનું પાણી રેડાશે એટલેકે અડતાલીસ સો ભાગ્યા બે બરાબર ચોવીસ સો મિલીલીટર ચોવીસ સો મિલીલીટર અને આમાં પણ ચોવીસ સો મિલીલીટર ચોવીસ સો મિલીલીટર આથી દરેક ટેન્કમાં ચોવીસ સો મિલીલીટર પાણી ઓમ દ્વારા રેડવામાં આવશે