If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:12

ક્ષેત્રફળ શોધવા માટે આકારોને વિભાજિત કરવું: બાદબાકી

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ એરિયા શું થાય ? તો આપણી પાસે આ ગ્રીન શેડ વાળી આકૃતિ છે અને તે લંબચોરસ જેવી દેખાય છે સિવાય કે મધ્યમાં ચોરસ કાપેલું છે તો જયારે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ ત્યારે આપણે આ સમાન તેના જેવુંજ વિચારી શકીએ આપણે જાણવા માંગીએ છીએ કે તે કેટલી જગ્યા રોકે છે તો આ લંબચોરસ ના ક્ષેત્રફળ જેટલી તે જગ્યા રોકે છે જેમાંથી આ ચોરસ કાપેલું છે તો આપણે આ શેડ વાળા ભાગમાં શું બચશે ? તે જાણવા માટે લંબચોરસના ક્ષેત્રફ્ળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણે આ મોટા લંબચોરસ નું ક્ષેત્રફળ શોધીએ જે આપણી પાસે અહીં છે આ પ્રમાણે , અને તેનું ક્ષેત્રફળ શોધવા આપણે તેની બાજુઓની લંબાઈ જાણવી પડે તેની બાજુઓની લંબાઈ 9 અને 8 છે તો તેનું ક્ષેત્રફળ શોધવા તેની બાજુઓની લંબાઈઓનો ગુણાકાર કરીએ એટલે કે 9 ઇન્ટુ 8 અને તે બરાબર 72 થશે તેનો અર્થ એ છે કે આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ આ લંબચોરસનું ક્ષેત્રફળ 72 cm એટલેકે 72 સ્ક્વેર સેન્ટિમીટર છે હવે આપણે તેમાંથી આ ચોરસ નું ક્ષેત્રફળ બાદ કરવા ની જરૂર છે કારણ કે તે આ શેડેડ આકૃતિનો ભાગ નથી આપણે તેને કાપી નાખીએ અને આપણે જાણીએ છીએ કે આ ચોરસની બાજુઓની લંબાઈ 4 છે તો આપણે તેને 4 સમાન ભાગોમાં ડિવાઇડ કરીએ અને હવે જો આપણે આ લીટી ને જોડી દઈએ તો તે કંઈક આવો દેખાશે આ પ્રમાણે આ લીટીઓને જોડી દઈએ તો તે કંઈક આ રીતનું દેખાશે આપણી પાસે 4 ચોરસ સેન્ટિમીટરની 4 હાર છે એટલેકે 4 ઇન્ટુ 4 આ ઉપરની હારમાં એક,બે,ત્રણ અને ચાર અને તે પ્રમાણે તો તે બરાબર 16 ચોરસ સેન્ટિમીટર થશે આપણે આ આખા લંબચોરસના ક્ષેત્રફળ માંથી આટલું બાદ કરવાની જરૂર છે આપણે 16 ચોરસ સેન્ટિમીટર કાપવાની કે બાદ કરવાની જરૂર છે તો આપણે તે કરીએ આ આખું ક્ષેત્રફળ 72 છે અને આપણે તેમાંથી બાદ કરવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે તેમાંથી 10 બાદ કરીએ આ ચાર , આ બીજા ચાર , અને આ બીજા બે કારણ કે તે મારા માટે સરળ છે તો હવે આપણી પાસે 62 બાકી રહે હવે આપણે તેમાંથી બીજા 2 બાદ કરીએ એટલે કે તેમાંથી 2 બાદ કરતા આપણને 60 મળશે અને હવે 16 બાદ કરવા બીજા 4 બાદ કરવા પડે માટે 60 માંથી 4 બાદ કરવા માં આવે તો આપણને 56 જવાબ મળશે તો આ આખું ક્ષેત્રફળ 72 હતું તેમાંથી આપણે 16 ચોરસ સેન્ટીમીટરને બાદ કર્યું તો આપણને 56 ચોરસ સેન્ટિમીટર મળશે .