મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 6 ગણિત (ભારત)
Course: ધોરણ 6 ગણિત (ભારત) > Unit 3
Lesson 7: ગુરૂત્તમ સામાન્ય અવયવગુરૂત્તમ સામાન્ય અવયવની સમજૂતી
અહીં' થોડા મહાવરાના ઉદાહરણ સાથે ગુરુત્તમ સામાન્ય અવયવ (અથવા ગુરુત્તમ સામાન્ય ભાજક) ની સારી સમજૂતી છે. ચાલો 'ફેરવીએ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ગુરુતમ સામાન્ય અવયવ ના વિડિઓ માં તમારું સ્વાગત છે તમને કોઈ પૂછે કે બાર અને આઠ નો ગુરુતમ સામાન્ય અવયવ જણાવો કોઈ સંખ્યા નો અવયવ એટલે એવી સંખ્યા જેના વડે તમે તે સંખ્યાને નિઃશેષ ભાગી શકો ચાલો તો હવે શોધીયે કે બાર અને આઠ નો ગુરુતમ સામાન્ય અવયવ એટલે કે ગુ સા અ શું મળે તે ખૂબ સહેલું છે સૌપ્રથમ આપણે આ દરેક સંખ્યાના અવયવ મેળવીશું આમ પહેલા બાર ના અવયવ મેળવીયે એક એ તેનો અવયવ છે બેનાં ઘડિયામાં પણ બાર મળે ત્રણ પણ બાર નો અવયવ છે અને ચાર પણ તેનો અવયવ છે પાંચ ના ઘડિયા માં બાર આવે નહિ છ પણ એક અવયવ છે બે ગુણ્યાં છ બરાબર બાર અને અંતે બાર અને અંતે બાર એ બાર નો અવયવ છે એક ગુણ્યાં બાર બરાબર બાર આમ આ બધા બાર ના અવયવ છે ચાલો હવે આઠ ના અવયવ મેળવીયે છે એક એ તેનો અવયવ છે બેનાં ઘડિયામાં પણ આઠ જોવા મળે ત્રણ એ આઠ નો અવયવ નથી ચાર એ આઠ નો અવયવ છે અને અંતે એક ગુણ્યાં આઠ બરાબર આઠ આમ હવે બાર અને આઠ ના બધા અવયવ આપણી પાસે છે તો ચાલો જોઈએ કે બાર અને આઠ ના સામાન્ય અવયવ કયાં છે તે બંને માં એક એ સામાન્ય અવયવ છે એક એ દરેક સંખ્યા નો અવયવ છે જ હવે જુઓ બે પણ બંને નો એક સામાન્ય અવયવ છે તેમજ ચાર પણ બંનેનો સામાન્ય અવયવ છે આપણને કોઈ એકજ સામાન્ય અવયવ શોધવામાં રસ નથી આપણે તો ગુરુતમ સામાન્ય અવયવ મેળવવો છે અહીં બધા સામાન્ય અવયવ છે જુઓ કે બધા માંથી સૌથી મોટો એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ કયો છે તે શોધવું ખૂબજ સહેલું છે તે ચાર છે આમ બાર અને આઠ નો ગુરુતમ સામાન્ય અવયવ એટલે કે ગુ સા અ આપણને મળે ચાર ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ પચ્ચીસ અને વિસનો ગુરુતમ સામાન્ય અવયવ શું મળે પચ્ચીસ અને વિસ નો ગુ સા અ ચાલો પહેલા ની જેમ જ ગણતરી કરીયે પચ્ચીસ ના બધા અવયવ એક બે અવયવ નથી ત્રણ પણ અવયવ નથી ચાર પણ નહિ પાંચ પાંચ ગુણ્યાં પાંચ બરાબર પચ્ચીસ મળે અને અંતે પચ્ચીસ આમ પચ્ચીસ ના ફક્ત ત્રણ જ અવયવ છે તે તમે જાતે જ વિચારજો કે પચ્ચીસ ના ફક્ત ત્રણજ અવયવ કેમ છે જયારે અમુક બીજી સંખ્યા ના વધુ અવયવ કેમ મળે હવે વિસના અવયવ જોઈએ એક બે ચાર પાંચ દસ અને વિસ જુઓ કે એક એ બંનેનો સામાન્ય અવયવ છે પણ તેની જરૂર નથી એના સિવાય જુઓ એના સિવાય જુઓ કે પાંચ એ બંનેનો સામાન્ય અવયવ છે આમ પચ્ચીસ અને વિસ નો ગુરુતમ સામાન્ય અવયવ પાંચ છે અહીં લખીયે ગુ સા અ પચ્ચીસ અને વીસ પચ્ચીસ અને વીસ નો ગુરુતમ સામાન્ય અવયવ પાંચ વધુ એક ગણતરી કરીયે હવે લઈએ પાંચ અને બાર પાંચ અને બાર નો ગુરુતમ સામાન્ય અવયવ શું મળે પાંચ ના અવયવ ખૂબજ સરળ છે એક અને પાંચ કારણ કે તે એક અવિભાજ્ય સંખ્યા છે તેવી સંખ્યાના બેજ અવયવ મળે એક અને તે સંખ્યા પોતે બાર ના અવયવ તેના ઘણા બધા અવયવ મળે એક બે ત્રણ ચાર છ અને બાર જુઓ કે આ બંનેમાં સામાન્ય અવયવ ફક્ત એકજ દેખાય છે આમ પાંચ અને બાર નો ગુરુતમ સામાન્ય અવયવ બરાબર એક વધુ એક દાખલો ગણિયે છ અને બાર નો ગુરુતમ સામાન્ય અવયવ મેળવીયે છ અને બાર આપણે બાર નો ઉપયોગ ઘણો કર્યો છે છ ના અવયવ મેળવીયે એક બે ત્રણ અને છ બાર ના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર ફરીથી એક એ બંનેનો સામાન્ય અવયવ છે જ બે પણ બંનેનો સામાન્ય અવયવ છે ત્રણ પણ એક સામાન્ય અવયવ છે અને છ પણ બંનેનો સામાન્ય અવયવ છે હવે કહો કે બંનેનો ગુ સા અ એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ કયો છે તે મળે છ અહીં લખીયે કે છ અને બાર નો ગુરુતમ સામાન્ય અવયવ છ છે જુઓ કે તે આ બંને સંખ્યા માંથી જ એક સંખ્યા છે કારણકે છ વડે બાર ને નિઃશેષ ભાગી શકાય અહીં સુધી રાખીયે આશા રાખીયે કે તમને આ પ્રકારના ગુ સા અ ના દાખલા ગણતા હવે આવડશે