If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકારનો ક્રમનો નિયમ

ગુણાકારનો ક્રમનો નિયમ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

2 ગુણ્યાં 34 ને જુદી જુદી રીતે લખવા ગુણાકાર વિશેના ક્રમ ના ગુણધર્મનો ઉપયોગ કરો . બંને પદોનું સાદું રૂપ આપીને દર્શાવો કે તેમના જવાબ સરખા જ મળે . ફરી આ શબ્દ પર ધ્યાન આપો . ગુણાકાર વિશે ક્રમ નો ગુણધર્મ તેનો અર્થ છે , કે ક્રમ નું મહત્વ નથી . સાંભરવું ગમે તેવો શબ્દ છે . ગુણાકાર વિશે ક્રમ નો ગુણધર્મ , આમ આ શબ્દ સૂચવે છે કે . 2 ગુણ્યાં 34 કરો કે 34 ગુણ્યાં 2 કરો . તેમાં ક્રમ નો કોઈ મહત્વ નથી . આ બને પદોને ઉકેલતા સરખો જવાબજ મળશે . ચાલો ઉકેલવાનો પ્રયત્ન કરીયે . 2 ગુણ્યાં 34 કરતા શું જવાબ મળે ? તેને અહીં લખું છું , 2 ગુણ્યાં 34 સામાન્ય રીતે લોકો મોટી સંખ્યાને ઉપર લખતા હોય છે . અથવા એમ કહીયે , કે વધુ અંકો ધરાવતી સંખ્યાને ઉપર લખાય . ચાલો ગણતરી કરીયે , 4 ગુણ્યાં 2 બરાબર 8 અહીં 0 મુકીયે . હવે 3 ગુણ્યાં 2 બરાબર 6 તમે તેને આ રીતે પણ ગણી શકો . 30 ગુણ્યાં 2 બરાબર 60 હવે તેમનો સરવાળો કરીયે 8 વત્તા 0 બરાબર 8 , 6 ને નીચે ઉતારિયે તેનો કોઈ સાથે સરવાળો થશે નહિ . આમ જવાબ મળે 68 , માટે 2 ગુણ્યાં 34 બરાબર 68 . અને હવે જો 34 ગુણ્યાં 2 કરીયે તો , 2 ગુણ્યાં 4 બરાબર 8 , 2 ગુણ્યાં 3 બરાબર 6 માટે જુઓ , આ કારણ થી વધુ અંકો ધરાવતી સંખ્યા ઉપર લખાય . આમ, આ પદનો જવાબ પણ 68 મળે . આમ 2 ના 34 સમૂહ હોય કે 34 ના 2 સમૂહ હોય બંને વખતે જવાબ 68 જ મળે .