If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ

ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ કહે છે કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર તેની ઓળખ જાળવી રાખે. બીજા શબ્દમાં, કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર સમાન જ રહે છે. સંખ્યા સમાન રહે છે કારણકે 1 વડે ગુણકાર કરવો એટલે આપણી પાસે તે સંખ્યાની 1 કોપી છે. ઉદાહરણ તરીકે, 32x1=32.   સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં કહેવામાં આવ્યું છે કે ગુણાકાર કરો 65 ગુણ્યાં 1 . 65 ગુણ્યાં , હવે ગુણાકાર કરવા તમે આ ગુણાકારની નિશાની મૂકી શકો અથવા આ રીતે ટપકું કરીને પણ ગુણાકારનો સંબંધ દર્શાવી શકાય . બંનેનો એક જ અર્થ છે કે 65 ગુણ્યાં 1 . હવે આ પદને બે રીતે સમજી શકાય . તમે તેને 65 વખત 1 છે એમ કહી શકો . અથવા 1 વખત 65 આપેલ છે એમ પણ માની શકો. બંને સમાન છે . હવે મેં 1 વખત 65 આપેલ હોય તો તે 65 જ છે એમ કહી શકાય . આમ , કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણતા જવાબમાં તે સંખ્યા જ મળે . તે કોઈ પણ સંખ્યા હોઈ શકે . તેને 1 સાથે ગુણતા તે સંખ્યા જ જવાબ તરીકે મળે . જુઓ હું અહીં ખાલી જગ્યા મુકું છું . અને તેને ગુણ્યાં 1 કરતા , ખાલી જગ્યામાં જે સંખ્યા મૂકીએ તે સંખ્યા જ જવાબ મળે . જો અહીં 3 મૂકીએ તો 3 ગુણ્યાં 1 બરાબર 3 અથવા જો અહીં 5 લઈને ગુણાકાર કરીએ તો જવાબ 5 જ મળે . 1 વખત 5 એટલે 5 જ મળે . હવે કોઈ મોટી સંખ્યા લઈએ ધારો કે 157 ગુણ્યાં 1 તો 157 જ મળે . હું માનું છું કે તમે સમજી ગયા હશો .