મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:40

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો અહી આપેલ અમુક સંમેય સંખ્યા નો સરવાળો કરીએ તેને આપણે એમ પણ કહી શકાય કે અપૂર્ણાંકો નો સરવાળો કરી રહ્યા છે પહેલો જે દાખલો છે તે a છે અને જેની રકમ છે 3/7 + 2/7 બંને ના છેદ સમાન છે માટે સીધો અંશનો સરવાળો થશે આમ છેદમાં 7 અને અંશમાં થશે 3+2 બરાબર 5 આપણે આમાં થી અમુક દાખલા જ કરીએ કારણકે બધા જ ગણવામાં વધારે સમય જોશે આપણે હવે આપણે હવે c ની ગણતરી કરીએ 5/16 + 5/12 બંને માં છેદ અલગ અલગ છે તો સૌ પ્રથમ આપણે પહેલા તેનો છેદ સમાન બનાવો પડશે તે માટે તેનો લસાઅ લેવો પડશે એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી ની જરૂર છે તેમનો કોઈ પણ સામાન્ય અવયવી લઇ શકાય પણ લઘુત્તમ સામાન્ય અવયવી થી ગણતરી સહેલી થઇ જાય છે બંને માંથી જે મોટું સંખ્યા છે તેનો ઘડીયો યાદ કરીએ 16 એકા 16 16 એ 12 વડે વિભાજ્ય નથી 16 દુ 32 32 પણ 12 ના ઘડિયા માં આવશે નહિ 16 તરી 48 12 ના ઘડિયા માં 48 આવે છે 12 ચો 48 માટે આપણો લસાઅ થશે 48 તો પહેલા આપણે બંને ના છેદ માં 48 મૂકી દઈએ હવે 16 પરથી 48 મેળવવા તેને 3 સાથે ગુણવું પરે તેથી અંશને પણ 3 સાથે ગુણીએ આમ આપણને મળે 5*3 = 15 અહી જોઈએ 12 ને 4 સાથે ગુણીએ તો આપણને 48 મળે તેથી 5 ને પણ 4 સાથે ગુણ્યે અને તેમ કરવા થી આપણને મળશે 20 હવે બંને નો છેદ સમાન છે માટે છેદ માં 48 અને અંશમાં 15+20 = 35 35 અને 48 નો કોઈ સામાન્ય અવયવ નથી માટે આ આપનો જવાબ છે હવે આપણે આ e ની ગણતરી કરીએ તેની રકમ છે 8/25 + 7/10 ફરી વખત બંને નો છેદ સમાન બનાવા માટે લસાઅ લઈએ 50 એ એવી લઘુત્તમ સંખ્યા છે જે બંને ના ઘડિયા માં આવશે માટે બંને ના છેદ માં 50 મળે તે રીતે આપણે તેને ફરીથી લખીએ 25 ને બે સાથે ગુણ્યે તો 50 મળે માટે અહી 8 ને 2 સાથે ગુણતા આપણને મળશે 16 અહી 10*5 = 50 થશે તો અહી 7*5 કરીએ તો આપણને મળે 35 હવે બંને નો છેદ સમાન છે છેદ માં લઈએ 50 અંશમાં 16+35 35 માં 10 ઉમેરતા 45 મળે અને બીજા 6 ઉમેરીએ તો આપણને મળે 51 આમ જવાબ થશે 51ના છેદમાં 50 પછી રકમ લઈએ g જેમાં આપની પાસે છે 7/15 + 2/9 તેમને પણ સમ છેડી બનાવા માટે લસાઅ લઈએ તો 15 9 વડે વિભાજ્ય નથી 15 દુ 30 30 ને પણ 9 વડે ભાગી શકાય નહિ 15*3 કરતા આપણને 45 મળે જે 9 વડે વિભાજ્ય છે આમ તેમનો લસાઅ થશે 45 બંને ના છેદ માં આપણે 45 લઈએ અને 15 ને 3 સાથે ગુણીએ તો 45 મળે તેથી 7 ને પણ 3 સાથે ગુણવા પડે અને 3 સાથે ગુણતા આપણને મળે 21 તેજ રીતે 9*5 કરીએ તો 45 મળશે માટે 2*5 કરીએ તો તે થશે 10 7/15 અને 21/45 એ સમ અપૂર્ણાંક કહેવાય તેજ રીતે 2/9 અને 10\45 2 સમઅપૂર્ણાંક છે હવે બંને નો સરવાળો કરીએ છેદ માં 45 અને અંશ માં 21+10 = 31 આમ તે થઇ ગયું વધુ એક પ્રશ્ન જોઈએ આ એક વ્યવહારિક પ્રશ્ન છે જેમાં કહ્યું છે કે નદીમ પીટર અને ઇશાન આઈસક્રીમ ખરીદવા માટે પૈસા ભેગા કરે છે નદીમ સૌથી મોટો છે માટે તે સૌ થી વધુ ફાળો આપે છે તે કુલ રકમ ના અડધા ભાગ જેટલી રકમ આપે છે માટે અહી લખીએ કે નદીમ અડધા ભાગ જેટલી રકમ આપે છે એટલે કે 1/2 પીટર નદીમ કરતા નાનો છે માટે તે કુલ રકમ ના ત્રીજા ભાગ જેટલો હિસ્સો આપે છે અહી લખીએ કે પીટર 1/3 એટલે કે ત્રીજા ભાગ જેટલી રકમ આપે છે જયારે ઇશાન સૌથી નાનો છે તેથી તેના પાસે કુલ રકમના ચોથા ભાગ જેટલીજ રકમ લેવામાં આવે છે અહી લખીએ ઇશાન કુલ રકમ ના ચોથા ભાગ જેટલી રકમ આપે છે તેમની પાસે હવે પુરતી રકમ છે તેવું તેમને લાગે છે પણ જયારે તેઓ આઈસક્રીમ ખરીદવા જાય છે ત્યારે તેમને જણાય છે કે તેઓ વેચાણવેરા ની રકમ ઉમેરવાનું ભૂલી ગયા અને એ વિચારીને ચિંતિત છે કે તેમની પાસે પૂરતા પૈસા નથી પણ સદભાગ્યે તેમની પાસે પુરતી રકમ હતી આઈસક્રીમ ની કિંમતના કેટલા ભાગ જેટલી રકમ વેચાણવેરા તરીકે ઉમેરેલી હશે તે આપણે શોધવાનું છે હવે આપણે આ ત્રણેય અપૂર્ણાંકો નો સરવાળો કરીએ પણ તેમના છેદ અલગ અલગ છે સૌ પ્રથમ તેમને સમછેડી બનાવા પડશે તેમના લસાઅ વિષે વિચારીએ તો તે થશે 12 12 એ 2 3 અને 4 એ ત્રણેય સંખ્યા વડે વિભાજ્ય છે માટે જો 1/2 ને એવા અપૂર્ણાંક માં ફેરવીએ કે જેથી છેદ માં 12 મળે તો અહી જે છેદ માં 2 છે તેને 6 સાથે ગુણવા પડે તેથી છેદ માં એક ને પણ 6 સાથે ગુણીએ તો આપણને મળે 6 હવે 1/3 માં છેદ માં 12 મેળવવા માટે 3 ને 4 સાથે ગુણવા પરે માટે આ 1 ને 4 સાથે ગુણીએ તો આપણને મળે 4 અને 1/4 ને એવા અપૂર્ણાંકમાં ફેરવીએ જેથી છેદ માં 12 મળે તો 4 ને 3 સાથે ગુણવા પરે માટે આ એક ને પણ 4 સાથે ગુણતા આપણને મળે 3/12 આમ આ દરેક એક બીજા ના આમ આ બંને તેમજ આ બંને આ બંને પર આમ 1/2 અને 6/12 એ સમઅપૂર્ણાંક છે તેજ રીતે 1/3 અને 4/12 તેમાં 1/4 અને 3/12 સમઅપૂર્ણાંક છે હવે આ બધાનો સરવાળો કરીએ અને તેમ કરતા અહી છેદ માં રહેશે 12 તેમજ અંશ માં થશે 6+4+3 જે થશે 6+4=10 +3 એટલે કે 13 છેદ માં 12 હવે 13/12 એ અશુદ્ધ અપૂર્ણાંક છે તેને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોઈ તો તેને આ રીતે લખીએ કે 12/12 + 1/12 12/12 ની કિંમત થશે 1 માટે તે થશે 1 પૂર્ણાંક 1/12 આમ તેમને કુલ આ રકમ ચૂકવી જેમાં એક જે આઈસક્રીમ ની મૂળ કિંમત છે જયારે આપણે શોધવાનું છેકે આઈસક્રીમ ની કિંમતમાં કેટલા ભાગ જેટલી રકમ વેચાણવેરા તરીકે ઉમેરેલી હશે તો અહી આજે 1/12 છે તે વેચાણવેરાનો ભાગ દર્શાવે છે