મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:14

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ફરી આપણી પાસે એક ત્રાજવું છે અહી ડાબી બાજુ પર અમુક દળ છે અને જમણીબાજુ પર અમુક દળ આપેલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે ત્રાજવું સંતુલિત અવસ્થામાં છે એટલેકે ડાબી બાજુ જેટલું દળ છે તેટલું જ કુલ દળ જમણીબાજુ પર છે અહી જે અજ્ઞાત દળ છે તેને પ્રશ્નાર્થ ચિન્હને દર્શાવાને બદલે અહી આપણે તેને એક્ષ વડે દર્શાવ્યો છે અને દરેક પર એક્ષ લખવાનો અર્થ છે કે દરેકનું દળ સમાન છે પણ આપણે એ જાણવા માંગીએ છીએ કે એ દળ શું છે તે અજ્ઞાત દળ કેટલું છે તેના માટે આપણે થોડો વિચાર કરીએ તે માટે હું તમને થોડો સમય આપું છું તમે જાતે વિચારીને પહેલા પ્રયત્ન કરી જુઓ હવે તમે કદાચ કહેશો કે ડાબીબાજુએ ફક્ત એકજ અજ્ઞાત દળ રહેવા દઈએ અને જો તે માટે આ ત્રાજવાને સંતુલનમાં રાખવું હોય તો જમણી બાજુ પણ તેને સમાન દળ હોવું જોઈએ અને તે વાત બરાબર છે તો તેમ કરવા માટે ત્રણમાંથી આ બે અજ્ઞાત દળને આપણે દુર કરીએ પણ જો આપણે તેમ કરીએ તો ડાબીબાજુએ દળ હળવું બની જશે એટલેકે જમણી તરફ કરતા ડાબીબાજુનું દળ ઘટી જશે માટે આ ભાગ ઉપર તરફ જશે અને આ ભાગ નીચે આવશે તો જો હવે ત્રાજવાને ફરીથી સંતુલિત કરવું હોય તો અહી આપણે ડાબીબાજુ જેમ કર્યું તે અહી જમણી બાજુ પણ કરવું પડે તો તે માટે જમણીબાજુથી પણ અમુક દળ ને દુર કરવું પડે પણ આપણે એ નથી જાણતા કે આ અજ્ઞાત દળ કેટલું છે આપણે અહીંથી બે અજ્ઞાત દળ દુર કર્યા પણ તેને સમાન જમણી તરફ કેટલું દળ ઓછું કરીએ આપણે તે ખરેખર જાણતા નથી તે કઈ રીતે થાય તે આપણે જોઈએ જુઓ કે અહી ત્રણ અજ્ઞાત દળ છે માટે જો આ તરફ આપણે એક તૃત્યાંસ વડે ગુણાકાર કરીએ અથવા જેટલું કુલ દળ છે તેના ત્રીજા ભાગનો દળ રાખીએ તો ત્રાજવાને સંતુલિત કરવા આ તરફ પણ ત્રીજા ભાગનું જ દળ રાખવું પડે એટલેકે આ કુલ દળનો એક તૃત્યાંસમો ભાગ એ આ દળના એક તૃત્યાંસમો ભાગ જેટલો હોવો જોઈએ તો આ કુલ દળનો એક તૃત્યાંસમો ભાગ એ આ દળના એક તૃત્યાંસમો ભાગ જેટલો હોવો જોઈએ આમ અહી આપણે આ કુલ દળનો એકતૃત્યાંસ ભાગ રાખીએ જે એક તૃત્યાંસ વડે ગુણવાને બરાબર છે આમ ત્રીજો ભાગ મેળવવા આ બંને ભાગ દુર કરવા પડે એટલેકે આ ત્રણ દળમાંથી એકજ દળ એટલેકે આ આ ત્રણ દળમાંથી એકજ દળ બાકી રહેશે અને હવે ત્રાજવાને સંતુલિત રાખવા આ બાજુ પણ તેમ કરીએ અહી જુઓ કે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કુલ નવ એકસરખા દળ છે અને તેને પણ એક તૃત્યાંસ વડે ગુણીએ એટલેકે એનો ત્રીજો ભાગ મેળવીએતો એક તૃત્યાંસ ગુણ્યા નવ બરાબર ત્રણ થાય આમ અહી ત્રણ લાવવા બાકીનાને દુર કરીએ માટે હવે ત્રાજવું ફરીથી કારણકે આપણે અહીંથી કુલ દળનો એક તૃત્યાંસમો ભાગ લીધો અને અહી પણ એક તૃત્યાંસમો ભાગ લીધો આમ અહી જે એક્ષ છે તે આ જમણી તરફના ત્રણ કિલોગ્રામને બરાબર છે અને ત્રાજવું ફરીથી સંતુલિત અવસ્થામાં છે માટે કહી શકાય કે આ એક્ષ ની કિંમત ત્રણ છે