જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ટકાનો અર્થ

10 ગુણ્યા 10 ની ગ્રીડ જોઈને ટકાનો ખરેખર અર્થ શું થાય તે વિશે'વિચારો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના ચોરસનો 20 % ભાગ દર્શાવો. એવો પ્રશ્ન અહીં આપેલ છે. તેમ કરતા પહેલા આપણે એ સમજીએ કે ટકા શું છે ?  હું તે અહીં ફરીથી લખું છું 20% 20 % બરાબર ટકાને અંગ્રેજીમાં percent કહેવાય. માટે અહીં લખીએ 20 percent જેને આમ પણ લખી શકાય 20 per cent cent શબ્દનો અર્થ છે 100 century શબ્દથી કદાચ તમે પરિચિત હશો. લેટિન ભાષામાં એક સો દર્શાવવા cent શબ્દનો ઉપયોગ થાય છે આમ, તેનો અર્થ છે તમારી પાસે એક cent એટલે કે 100 છે. માટે કહી શકાય કે અહીં 20 પ્રતિ 100 છે per શબ્દનો અર્થ છે પ્રતિ અથવા દર એક હવે જો આ ચોરસનો 20 % ભાગ દર્શાવવો હોય તો તેનો અર્થ છે કે આ ચોરસના 100 એકસરખા ભાગ કરીએ જેમાંથી 20 ભાગને અલગ રંગથી દર્શાવીએ 100 માંથી 20 ભાગ અહીં જુઓ આ ચોરસના કેટલા એકસરખા ભાગ છે જો આપણે આડી દિશામાં જમણી તરફ જઈએ તો આપણી પાસે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ  દસ એક સરખા ચોરસ છે. અને ઉભી દિશામાં નીચે સુધી ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ આમ, આ એક 10 બાય 10 નો ચોરસ છે. એટલે કે આ એક ચોરસમાં એકસરખા 100 નાના ચોરસ છે. આમ, આ એક મોટો ચોરસ 100 એકસરખા ભાગમાં વિભાજીત થયેલ જ છે માટે, જો તેનો 20 % ભાગ દર્શાવવો હોય તો આ 100 ભાગમાંથી 20 ભાગને  અલગ રંગથી દર્શાવીએ તો ચાલો તેમ કરીએ જુઓ આ એક નાના ચોરસને હું અલગ રંગથી દર્શાવું છું એટલે કે આપણે એક પ્રતિ સો ભાગ દર્શાવ્યો 100 માંથી 1 ભાગ 100 માંથી 100 દર્શાવીએ તો તે એક પૂર્ણ ભાગ દર્શાવે અહીં ફક્ત 1 ભાગ અલગ દર્શાવ્યો છે જે આખા ચોરસનો 1 % જેટલો ભાગ છે તેમ કહેવાય હવે જો આ બંને ભાગને એક સાથે અલગ રંગથી દર્શાવું તે આખા ચોરસનો 2 % ભાગ દર્શાવે છે તેમ કહેવાય. 100 માંથી 2 ભાગ આ આખું ચોરસ એટલે 100% હવે જો 20 % દર્શાવવા હોય તો આ એક, બે, ત્રણ, ચાર જો આ આખી હરોળ લઈએ તો તે 10 % દર્શાવે, બરાબર એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને આપણે 20 દર્શાવવા માંગીએ છીએ તો તે માટે વધુ એક હરોળ લેવી પડે આમ, આ આખી હરોળને પણ હું સરખા રંગથી જ હું અલગ દર્શાવું છું આમ, આ આખી હરોળને પણ હું સરખા રંગથી જ હું અલગ દર્શાવું છું આમ, આપણે 100 માંથી 20 ચોરસને અલગ દર્શાવ્યા છે આમ, આ આખા ચોરસના 100 એકસરખા ભાગ છે જેમાંથી 20 ભાગ અથવા 20 % હિસ્સો કે ભાગ આપણે અહીં અલગ રંગથી દર્શાવ્યો છે.