મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 8
Lesson 4: ટકાના વ્યવહારિક પ્રશ્નોટકાના વ્યવહારુ પ્રશ્નો: મેજિક ક્લબ
ટકાની સરખામણી અને ટકાના બદલાવનો સમાવેશ કરી સલ ટકાના વ્યવહારુ પ્રશ્નો ઉકેલેછે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વિડિઓ ગેમમાં વેદ પ્રેમ કરતા 30% ઓછા પોઇન્ટ સ્કોર કરે છે પ્રેમનો સ્કોર 1060 પોઇન્ટ છે તો વેદે કેટલા પોઇન્ટ સ્કોર કાર્ય હશે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે એક રીત આ પ્રમાણે છે પ્રેમનો સ્કોર 1060 પોઇન્ટ છે અને વેદ તેના કરતા 30% ઓછા પોઇન્ટનો સ્કોર કરે છે હવે જયારે પણ આપણે 30% ઓછા એવું સાંભળીયે ત્યારે તેનો અર્થ એ થાય કે આપણે 1060 ના 30% લઈએ અને પછી તેને 1060 કરીએ અહીં 30 ટાકા છે જેને આ પ્રમાણે પણ લખી શકાય 30 શતાંશ અથવા આપણે તેને 0.3 તરીકે પણ લખી શકીએ હવે આપણને 1060 ના 30% જોઈએ છે આમ તમે અહીં પ્રેમનો સ્કોર લો પ્રેમના સ્કોરના 30%ને તેમાંથી બાદ કરો તો તમને આના બરાબર વેદનો સ્કોર મળશે આમ તેના વિશે વિચારવાની એક રીત આ છે હવે બીજી રીત આ પ્રમાણે છે તમે કશાથી પણ શરૂઆત કરી શકો અને આપણે તેને 100 ટાકા કહીએ માટે 100 ટાકા અને હવે જો આપણે તેમાંથી 30% લઇ લઈએ જો આના કરતા 30% ઓછા હોય તો તમે જેનાથી શરૂઆત કરી હતી તેના 70% તમારી પાસે બાકી રહે તેથી આપણે અહીં પ્રેમનું સ્કોર લઇ શકીએ કે 1060 છે અને પછી તેનો ગુણાકાર 70% સાથે કરી શકીએ 70% વડે ગુણાકાર કરવો એ 0 .70 વડે ગુણવાને સમાન જ થાય અને 70 શતાંશ એ 7 દશાંશને સમાન થાય માટે આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ આપણે તેનો ગુણાકાર 0 .7 સાથે પણ કરી શકીએ તો હવે આપણે આ કરીએ જો હું અહીં 1060 લઉં અને પછી તેનો ગુણાકાર 0 .7 સાથે કરું તો મને તેના બરાબર શું મળે 7 ગુણ્યાં 0 0 થાય 7 ગુણ્યાં 6 42 થાય 7 ગુણ્યાં 0 ફરીથી 0 અને તેમાં 4 ઉમેરીએ તો આપણને 4 મળે 7 ગુણ્યાં 1 7 અહીં દશાંશ ચિન્હ પછી જમણી બાજુ 1 અંક છે માટે અહીં પણ તે જ પ્રમાણે કરીશું આમ આનો જવાબ 742 આવે વેદનો સ્કોર 742 પોઇન્ટ હશે આના બરાબર 742 થાય આપણે વધુ એક ઉદા જોઈએ એક મેજીક ક્લબમાં વિઝાર્ડ કરતા ગોબ્લિન 20 ટાકા વધારે છે ત્યાં મેજીક ક્લ્બમાં એક સાથે 220 વિઝાર્ડ અને ગોબ્લિન્ગ છે તો મેજીક ક્લ્બમાં કેટલા ગોબ્લિન છે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આ થોડું રસપ્રત છે પરંતુ આપણે તેમાં બીજ ગણિતનો ઉપયોગ કરવો પડશે તેના માટે આપણે અહીં ચલ લઈશું ધારો કે w = વિઝાર્ડની સંખ્યા હવે આપણે ગોબ્લિન માટે g લઈએ w + g આપણને તે આપવામાં આવ્યું છે તેના બરાબર 220 છે w + g = 220 હવે તમે કહેશો કે આ આપણે કઈ રીતે ઉપયોગી થાય મેજીક ક્લ્બમાં કેટલા ગોબ્લિન છે તે શોધવા આપણે આનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ કારણ કે આપણી પાસે એક જ સમીકરણમાં 2 ચલ છે યાદ રાખો કે તેઓ એ આપણને અહીં વધારે માહિતી આપી છે તેઓ આપણને કહે છે કે વિઝાર્ડ કરતા ગોબ્લિન 20 % વધારે છે તેઓ આપણને આ માહિતી આપી છે આપણે અહીં જાણીએ છીએ કે ગોબ્લિનની સંખ્યા બરાબર વિઝાર્ડની સંખ્યા + 20% વિઝાર્ડની સંખ્યા જેને આપણે w કહ્યું છે +20% 20%ને આપણે 20 શતાંશ તરીકે પણ લખી શકીએ અથવા તેને 2 દશાંશ તરીકે પણ લખી શકાય આમ 0 .2 + વિઝાર્ડની સંખ્યા આમ વિઝાર્ડની સંખ્યા + 0 .2 ગુણ્યાં વિઝાર્ડની સંખ્યા તેના બરાબર ગોબ્લિનની સંખ્યા થાય અથવા જો તેને બીજી રીતે લખવું હોય તો ગોબ્લિનની સંખ્યા બરાબર જો મારી પાસે કંઈકનું એક હોય અને પછી તે કંઈકનું 0 .2 હોય તો આપણે તે કંઈકનું 1 .2 લખી શકીએ આમ ગોબ્લિનની સંખ્યા બરાબર 1 .2 ગુણ્યાં વિઝાર્ડની સંખ્યા તો હવે આપણે આ g ની કિંમત અહીં આ સમીકરણમાં મૂકી શકીએ તેથી વિઝાર્ડની સંખ્યા + ગોબ્લિનની સંખ્યા જે વિઝાર્ડ કરતા 20% વધારે છે જેને આપણે 1 .2 ગુણ્યાં w તરીકે પણ લખી શકીએ તેના બરાબર 220 થાય છે હવે આને ઉકેલવું સરળ છે w + 1 .2 w કેટલા થાય તમે અહીં આને 1 w તરીકે જોઈ શકો જો આપણે તેમાં 1 .2 w ઉમેરીએ તો આપણને તેના બરાબર 2 .2 w મળે તેના બરાબર 220 હવે w માટે ઉકેલવા આપણે બંને બાજુ 2 .2 વડે ભાગાકાર કરી શકીએ પરિણામે આ કેન્સલ થઇ જશે અને આપણને w = 220 ભાગ્યા 2 .2 મળે જેના બરાબર 100 થાય શું આ આપણો જવાબ થશે ના તેઓ આપણને મેજીક ક્લ્બમાં ગોબ્લિનની સંખ્યા પીંછી રહ્યા છે જયારે અહીં આ વિઝાર્ડની સંખ્યા છે આપણે જાણીએ છીએ કે ગોબ્લિનની સંખ્યા બરાબર 1 .2 ગુણ્યાં w થાય છે તેથી 1 .2 ગુણ્યાં 100 જેના બરાબર 120 થાય આમ મેજીક ક્લ્બમાં ગોબ્લિનની સંખ્યા 120 છે શું આ જવાબ યોગ્ય છે હા 120 એ 100 કરતા 20% જેટલું વધારે છે અને જો તમે આ બંનેનો સરવાળો કરો તો તમારો જવાબ 220 થાય આપણે વધુ એક ઉદા જોઈશું કેલી આ વર્ષે શાળાના પ્રથમ દિવસે 165 સેમી ઊંચી હતી જે છેલ્લા વર્ષના શાળાના પ્રથમ દિવસ કરતા 10% વધુ છે કેલી છેલ્લા વર્ષે શાળાના પ્રથમ દિવસે કેટલી ઊંચી હતી વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તેને ઉકેલવા આપણે અહીં એક ચલ વ્યાખ્યાયિત કરીએ આપણે ધારી લઈએ કે છેલ્લા વર્ષે શાળાના પ્રથમ દિવસે કેલીની ઊંચાઈ x જેટલી હતી આમ ગયા વર્ષના પ્રથમ દિવસે તેની ઊંચાઈ x હતી હવે આ વર્ષે તેની ઊંચાઈ 10% વધારે છે તો આપણે અહીં તે 10% ને ઉમેરીશું જેને 10શતાંશ કહી શકાય અથવા તેને 1 દશાંશ પણ કહી શકાય અહીં આ ગયા વર્ષની ઊંચાઈ છે આપણે તે ઊંચાઈમાં દશાંશમોં ભાગ ઉમેરી રહ્યા છીએ જેનાથી આપણને આ વર્ષની ઊંચાઈ મળશે જેના બરાબર 165 આપ્યું છે આના બરાબર 165 સેમી હવે 1x + 0 .1x = 1 .1x થાય જેના બરાબર 165 થશે હવે જો આપણે x માટે ઉકેલવું હોય જે ગયા વર્ષે શાળાના પ્રથમ દિવસે કેલીની ઊંચાઈ હતી તો આપણે બંને બાજુ 1 .1 વડે ભાગાકાર કરી શકીએ કંઈક આ પ્રમાણે અહીં આ 1 .1 કેન્સલ થઇ જશે અને હવે આના બરાબર શું આવે તે જોઈએ આપણે અહીં 165 નો ભાગાકાર 1 .1 સાથે કરીએ સૌ પ્રથમ હું તેને અહીં દશાંશ સંખ્યા સ્વરૂપે લખીશ હવે જો આપણે આ બંનેનો ગુણાકાર 10 વડે કરીએ તો આ દશાંશ ચિન્હ એક સ્થાન જમણી બાજુ ખસે કંઈક આ પ્રમાણે તો હવે આપણે અહીં 1650 ભાગ્યા 11 કેટલા થાય તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ દશાંશ ચિન્હ હવે અહીં છે 11 ગુણ્યાં 1 11 થશે જો આપણે આ બાદબાકી કરીએ તો 5 બાકી રહે અહીંથી આ 5 ને નીચે લઈએ 11 ગુણ્યાં 5 55 થાય અહીં આપણી પાસે 0 શેષ બાકી રહે પરંતુ આ 0ને નીચે ઉતારીએ 11 ગુણ્યાં 0 0 જ થાય તેથી અહીં આપણો જવાબ આ પ્રમાણે છે યાદ રાખો કે હવે આ દશાંશ ચિન્હ છે આમ છેલ્લા વર્ષે તેની ઊંચાઈ 150 સેમી હતી જવાબને ચકાસવો કહું જ જરૂરી છે જો હું અહીં ગણતરીમાં ભૂલ કરું જેને કારણે મને 15 અથવા 1500 જવાબ મળે તો અહીં આ ખોટું થઇ જશે જો આપણે 150 ના 10 % લઈએ તો તે 15 થાય અને પછી તે 15 ને 150 માં ઉમેરીએ તો આપણે ખરેખર 165 સેમી મળે જે આ વર્ષે શાળાના પ્રથમ દિવસે કેલીની ઊંચાઈ છે.