If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એક વર્ષ માટે સાદું વ્યાજ શોધવું

'વ્યાજનો દર પ્રતિ વર્ષ' અને વ્યાજના દરનો ઉપયોગ કરીને આપણે વર્ષ માટે સાદું વ્યાજ કઈ રીતે ગણી શકીએ તે શીખો. Aanand Srinivas દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે તમે વ્યાજનો અર્થ શું થાય તે જાણો છો જયારે તમે લોનની ચુકવણી કરો છો ત્યારે તમે જે વધારાની રકમ આપો છો તેને વ્યાજ કહેવાય છે જો તમે કોઈની પાસેથી રકમ ઉધાર લો અને જયારે તમે તેને વધારાની રકમ સાથે પછી આપો તો તે વધારાની રકમ વ્યાજ છે હવે જો તમને વ્યાજનો દર આપવામાં આવ્યો હોય તો વ્યાજની ગણતરી કઈ રીતે કરી શકાય તે જોઈએ હું તેને અહીં લખીશ વ્યાજનો દર હવે તમે કદાચ આ પ્રમાણેનો પ્રશ્ન જોયો હશે વ્યાજનો વાર્ષિક દર વ્યાજનો વાર્ષિક દર 12 ટાકા છે અને તેઓ હંમેશા વ્યાજનો દર ટાકામાં આપે છે હવે તમને કદાચ થતું હશે કે અહીં આ વાર્ષિકનો અર્થ શું થાય તમે એવું વિચારતા હશો કે અહીં આ વાર્ષિક વર્ષ શબ્દ સાથે સંબંધિત હોવું હોઈએ અને તે સાચું છે માટે અહીં આનો અર્થ પ્રતિ વર્ષ 12 ટાકા થાય તેને થોડું વધારે ઊંડાણમાં સમજીએ જયારે હું વાર્ષિક દર 12 ટાકા એમ વાંચું ચુ ત્યારે આ રીતે વિચારું છું અહીં તે ટાકામાં આપ્યું છે તેથી દરેક 100 રૂપિયા માટે હું જે ઉછીના લાઉ છું તે દરેક 100 રૂપિયા માટે મારે વધારાના 12 રૂપિયા ચૂકવવા પડે મારે વધારાના 12 રૂપિયા ચૂકવવા પડે કારણ કે અહીં વ્યાજનો દર 12 ટાકા છે અને ત્યાર બાદ આપણને અહીં પ્રતિ વર્ષ કહ્યું છે તેથી તેનો અર્થ એ થાય કે મારે દરેક વર્ષે દરેક 100 રૂપિયા માટે વધારાના 12 રૂપિયા ચૂકવવા પડે હવે ખરેખર આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે સમજવા કેટલાક ઉદા જોઈએ ધારો કે તમે કોઈ વ્યક્તિ પાસેથી 200 રૂપિયા ઉછીના લો છો હવે તેના માટેનો વ્યાજનો દર 7 ટાકા છે અહીં વ્યાજનો વાર્ષિક દર 7 ટાકા છે અહીં આ જે 200 રૂપિયા છે આપણે તેને મુદ્દલ કહી શકીએ મુદ્દલ અને અહીં આ વ્યાજનું દર તો હવે મારો પ્રશ્નએ છે કે વર્ષના અંતે તમારે કેટલું વ્યાજ આપવું પડે હું ઇચ્છુ છું કે તમે આના વિશે થોડીવાર વિચારો કારણ કે આપણને તે શોધવા કોઈ સૂત્રની જરૂર નથી તો હવે આપણે જે પ્રમાણે વિચાર્યું હતું તે જ પ્રમાણે કરીએ મેં અહીં 7 ટાકા જેટલા વાર્ષિક દરે 200 રૂપિયા ઉછીના લીધા છે દરેક 100 રૂપિયા જે હું ઉછીના લાઉ છું તેના માટે મારે 7 રૂપિયા વધારાના ચૂકવવા પડશે અને હવે હું કેટલા રૂપિયા ઉછીના લાઉ છું હું અહીં 200 રૂપિયા ઉછીના લાઉ છું તો મારે 200 રૂપિયા માટે વધારાના કેટલા રૂપિયા ચૂકવવા પડે વધારાના કેટલા રૂપિયા આપવા પડે હવે હું અહીં જાણું છું કે દરેક 100 રૂપિયા માટે મારે 7 રૂપિયા વધારાના આપવા પડશે તો દરેક 200 રૂપિયા માટે મારે કેટલા વધારાના રૂપિયા આપવા પડે 100 માટે 7 હોય તો 200 માટે 7 ના બમણા થાય અને 7 ગુણ્યાં 2 14 થાય માટે અહીં આના બરાબર 14 રૂપિયા થશે તમે આના વિશે ઘણી બધી રીતે વિચારી શકો મેં હમણાં જે રીતે વિચાર્યું તમે તે રીતે વિચારી શકો અથવા તમે એ પણ વિચારી શકો કે મારે દરેક 100 રૂપિયા માટે 7 રૂપિયા વધારાના આપવા પડે છે તો દરેક 1 રૂપિયા માટે મારે કેટલા રૂપિયા વધારાના આપવા પડે તે 7 /100 થશે 7 /100 દરેક 100 રૂપિયા માટે 7 રૂપિયા વધારાના તો અહીં આ સંખ્યા શું દર્શાવે દરેક 1 રૂપિયા માટે મારે જે કિંમત વધારાની ચૂકવવી પડે છે તે આ સંખ્યા બતાવે છે એટલે કે 1 રૂપિયા માટે માટે આટલા રૂપિયા વધારાના ચૂકવવા પડે ત્યાર બાદ હું તેનો ગુણાકાર 200 સાથે કરી શકું જેથી આપણે જાણી શકીએ કે 200 રૂપિયા માટે આપણે કેટલા વધારાના રૂપિયા ચૂકવવા પડશે 100 ગુણ્યાં 2 200 થાય તેથી આપણને આના બરાબર 14 રૂપિયા મળે આપણે વધુ એક ઉદા જોઈએ ધારો કે હવે તમે 50 રૂપિયા ઉછીના લો છો તો તમારી મુદ્દલ શું થાય તમારી મુદ્દલ 50 રૂપિયા થાય અને હવે વ્યાજનો વાર્ષિક દર 8 ટાકા છે અહીં વ્યાજનો વાર્ષિક દર 8 ટાકા છે આ ઉદામાં વ્યાજ કેટલું થાય તે શોધીએ યાદ રાખો કે આપણે અહીં એક વર્ષ પછીના વ્યાજ વિશે વાત કરી રહ્યા છીએ 1 વર્ષ પછી આપણે વધારાની કેટલી રકમ આપવી પડશે તેના વિશે વાત કરી રહ્યા છીએ હવે અહીં વાર્ષિક દર 8 ટાકા છે તેનો અર્થ એ થાય કે દરેક 100 રૂપિયા માટે મારે પ્રતિ વર્ષ 8 રૂપિયા વધારે આપવા પડે જો હું 50 રૂપિયા ઉછીના લો તો હવે મારે કેટલા રૂપિયા વધારે આપવા પડે તમે અહીં કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો 50 રૂપિયા એ 100 થી અડધા છે માટે અહીં ચૂકવવી પડતી વધારાની રકમ પર આના કરતા અડધી થાય તેથી તેનો જવાબ 4 રૂપિયા આવે આમ મારે અહીં વર્ષના અંતે 4 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે.