મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 2
Lesson 7: દશાંશ અપૂર્ણાંકોના ભાગાકારએકથી વધુ આંક ધરાવતા દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર
સલ બતાવે છે કે જયારે વિભાજ્ય તરીકે દશાંશ અપૂર્ણાંક આવે છે ત્યારે સૌ પ્રથમ દશાંશ સ્થળને ખસેડવું પડે છે અને પછી ભાગાકાર કરવો પડે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
શૂન્ય પોઇન્ટ પચ્ચીસ વડે એક પોઇન્ટ શૂન્ય ત્રણ શૂન્ય પંચોતેર નો ભાગાકાર કરીશું અહીં શૂન્ય પોઇન્ટ પચ્ચીસ એ દશાંશ સંખ્યા હોવાથી સૌપ્રથમ આપણે દશાંશ ચિહ્નને દૂર કરવું પડશે અને આમ કરવા માટે આ સંખ્યા ને દસ વડે તેટલી વાર ગણવી પડે જેથી આપણને પૂર્ણ સંખ્યા પ્રાપ્ત થાય અને દશાંશ ચિન્હ ને જમણી બાજુ ખસેડવું પડશે દરેક વખતે જયારે તમે કોઈ સંખ્યા ને દસ વડે ગુણો છો ત્યારે તે સંખ્યા નું દશાંશ ચિન્હ એક સ્થાન જમણી બાજુ ખશે આ સંખ્યા ને પૂર્ણ બનાવવા આપણે તેને દસ સાથે બે વાર ગુણવું પડશે આમ શૂન્ય પોઇન્ટ પચ્ચીસ ગુણ્યાં બે વખત દસ એ શૂન્ય પોઇન્ટ પચ્ચીસ ગુણ્યાં સો ને બરાબર થાય છે આમ શૂન્ય પોઇન્ટ પચ્ચીસ એ પચ્ચીસ માં ફેરવાશે તમે આ પ્રક્રિયા ભાજક સાથે કરી હોવા થી ભાજ્ય સાથે પણ કરવી પડશે આથી આપણે આ સંખ્યા ને બે વાર દસ સાથે ગુણવી પડશે બીજી રીતે કહીયે તો દશાંશ ચિન્હ ને આપણે બે અંક જમણી બાજુ ખસેડીશું આથી ચિન્હને એક અને બે અંક ખસેડીએ તે અહીં આવશે તમે જોઈ શકો છો કે આ કોયડો એ એક પોઇન્ટ શૂન્ય ત્રણ શૂન્ય પંચોતેર ભાગ્યા શૂન્ય પોઇન્ટ પચ્ચીસ બરાબર જ છે આથી આપણે શૂન્ય પોઇન્ટ પચ્ચીસ ને બે વાર દસ વડે ગુણીશું એટલે કે સો વડે ગુણીશું સો નો આપણે છેદ માં ભાજક સાથે ગુણાકાર કર્યો આથી આપણે અંશમાં પણ ભાજ્યને સો વડે ગુણવું પડશે જેથી આ સંખ્યા જો મૂળ સંખ્યા ની કિંમત માં કોઈ ફેરફાર ન કરવું હોય તો આ ગુણાકાર જરૂરી છે અને જયારે આમ કરીયે છે ત્યારે આ પચ્ચીસ બને છે અને આ એક સો ત્રણ પોઇન્ટ શૂન્ય પંચોતેર બને છે હું આ સંખ્યા ને અહીં ફરીથી લખું છું તો આ પચ્ચીસ ભાગ્યા એક સો ત્રણ પોઇન્ટ શૂન્ય પંચોતેર થશે અને જયારે આપણે તેનો ભાગાકાર કરીશું ત્યારે ભાગફળ તો સરખુંજ મળશે આપણે ફક્ત અંશ અને છેદ ને સો વડે ગુણયુ છે હવે આપણે ભાગાકાર કરવા તૈયાર છે એક ને પચ્ચીસ વડે ભાગી શકાય નહિ દસ ને પણ પચ્ચીસ વડે ભાગી શકાય નહિ પરંતુ એક સો ત્રણ ને પચ્ચીસ વડે ભાગી શકાય આપણે જાણીયે છીએ કે ચાર ગુણ્યાં પચ્ચીસ બરાબર સો થાય આથી પચ્ચીસ એ સો માં ચાર વખત છે ચાર ગુણ્યાં પાંચ બરાબર વિસ ચાર ગુણ્યાં બે બરાબર આઠ વતા બે એટલે સો મળશે હવે બાદબાકી કરીયે એક સો ત્રણ ઓછા સો બરાબર ત્રણ થાય હવે આપણે શૂન્ય ઉતારિયે પચ્ચીસ વડે ત્રીસ નો ભાગાકાર થઇ શકે જો આપણે ઇચ્છીયે તો અહીં દશાંશ ચિન્હ મૂકી શકીયે અને તે માટે આપણને આખો દાખલો પૂર્ણ થવાની રાહ જોવી પડતી નથી તેથી અહીં ભાગફળ માં પણ દશાંશ ચિન્હ મુકીયે હવે પચ્ચીસ એ ત્રીસ માં એક વખત છે એટલે કે એક ગુણ્યાં પચ્ચીસ બરાબર પચ્ચીસ બાદબાકી કરીયે તો ત્રીસ માંથી પચ્ચીસ બાદ કરીયે તો આપણને પાંચ મળશે જુઓ આપણે અહીં વર્ગીકરણ કરીને પણ બાદબાકી કરી શકીયે અહીં થી એક દશક લઈએ તો અહીં બે રહે અહીં દસ દસ માંથી પાંચ બાદ કરીયે તો પાંચ મળે બે માંથી બે બાદ કરીયે તો કશું બચતું નથી કોઈ પણ રીતે ત્રીસ માંથી પચ્ચીસ બાદ કરતા પાંચ જ મળશે હવે આપણે આ સાત ને નીચે ઉતારિયે પચ્ચીસ એ સતાવન માં બે વખત છે ખરું ને તો પચ્ચીસ ગુણ્યાં બે બરાબર પચાસ થાય અને બાદબાકી કરીયે આપણે સ્ક્રીન થોડી નીચે લઇ જઇયે સતાવન ઓછા પચાસ બરાબર સાત થશે હવે આ થઈજ જેવું ગયું છે હવે આપણે આ પાંચ ને નીચે ઉતારિયે પચ્ચીસ એ પંચોતેર માં ત્રણ વખત છે પચ્ચીસ ગુણ્યાં ત્રણ બરાબર પંચોતેર ત્રણ ગુણ્યાં પાંચ બરાબર પંદર આ બે ને દૂર કરીયે અહીં એક ત્રણ ગુણ્યાં બે બરાબર છ વતા એક બરાબર સાત અને પછી બાદબાકી કરીયે તો કશું શેષ વધતું નથી આથી પચ્ચીસ વડે એ સો ત્રણ પોઇન્ટ શૂન્ય પંચોતેર નો ભાગાકાર કરતા ચાર પોઇન્ટ એ સો ત્રેવીસ મળે છે અને અહીં તર્ક એ છે કે પચ્ચીસ ગુણ્યાં ચાર બરાબર સો થાય પરંતુ આ સો કરતા થોડું વધારે છે તેથી આ પણ ચાર કરતા થોડી મોટી સંખ્યા છે આમ શૂન્ય પોઇન્ટ પચ્ચીસ વડે એક પોઇન્ટ શૂન્ય ત્રણ શૂન્ય પંચોતેર નો ભાગાકાર કરતા તેનો જવાબ આપણને ચાર પોઇન્ટ એક સો ત્રેવીસ મળશે અને આ અપૂર્ણાંક એ પણ ચાર પોઇન્ટ એ સો ત્રેવીસ જેટલીજ છે