મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોને ઉમેરવા
સલ 3/15+7/15 ઉમેરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
3/15 અને 7/15 ણો સરવાળો કરી સાદુરૂપ આપો નીચે લખીએ 3/15 +7/15 હવે જયારે અપૂર્ણાંકોનો સરવાળો કરવાનું કહેવામાં આવે ત્યારે સૌપ્રથમ જુઓ કે તે મિશ્ર સંખ્યા છે કે નહિ અહીં બંને શુદ્ધ અપૂર્ણાંક છે મિશ્ર સંખ્યા નથી ત્યારબાદ જુઓ કે બંનેનો છેદ સમાન છે કે નહિ અહીં છેદ સમાન છે જે 15 છે હવે આ બંને નો સરવાળો કરીએ છેદમાં 15 જ રહેશે અને અંશનો સરવાળો કરવો આમ 3 +7 આમ તે થશે 10/15 હવે જો તેનું સાદુરૂપ આપવું હોય તો જુઓ અંશ અને છેદની સંખ્યા કોઈ એક જ સામાન્ય અવયવ વડે વિભાજ્ય છે કે નહિ અહીં આ બે સંખ્યાઓ 5 વડે વિભાજય છે માટે 10 અને 15 બંનેને 5 વડે ભાગીએ આમ આપણને મળે 10 ભાગ્યા 5 બરાબર 2 અને 15 ભાગ્યા 5 બરાબર 3 બરાબર 2/3 હવે આ ક્રિયા કઈ રીતે થઇ તે અલગ રીતે સમજીએ કોઈ આકૃતિને 15 ભાગમાં વહેચીએ આ 1 ભાગ છે આ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ અને પાંચમો ભાગ હવે આ 5 ભાગ ને કોપી અને પેસ્ટ કરીને બાજુમાં મૂકી દઈએ આ થયા 10 ભાગ અને આ કુલ 15 ભાગ જુઓ આ એક વસ્તુ છે જે 15 સરખા ભાગમાં વહેચાયેલી છે હવે 3/15 નો અર્થ શું તેનો અર્થ છે આ 15 માંથી 3 ભાગ આ 1 2 અને 3 ભાગ 3/15 હવે તેમાં 7 સરખા ભાગ ઉમેરીએ 1 2 3 4 5 6 7 હવે જો આ કેસરી અને ભૂરા રંગના દરેક ભાગને ભેગા કરીએ તો આપણને મળે 1 2 3 4 5 6 7 8 9 10 દસ ભાગ 15 માંથી 10 ભાગ હવે તેને 2/3 પણ શામાટે કહી શકાય તે જોઈએ આ આખી આકૃતિ ને 3 ભાગમાં વિભાજીત કરીએ માટે દરેક ભાગમાં આ 5 નાના ભાગ મળશે ચાલો તેમ કરીએ 1 2 3 4 5 આમ આ થયો 1/3 ભાગ આ છે બીજો 1/3 ભાગ હવે જુઓ આપણે આ જે કઈ કર્યું તેમાં આ આખી આકૃતિના બે ભાગને અલગ દર્શાવ્યા આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ પણ આપણે તેને રંગીન બતાવ્યું નથી આમ 10/15 અને 2/3 એ બંને સમાન છે તેમ કહી શકાય