જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

જુદી જુદી નિશાનીઓ ધરાવતી સંખ્યાઓનો સરવાળો

15 + (-46) + 29 ને ઉમેરવા સંખ્યારેખાનો ઉપયોગ કરો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

15 વત્તા ઋણ 46 વત્તા 29 નો સરવાળો કરો અહીં સૌપ્રથમ પહેલા ભાગ વિશે વિચારીએ જ્યાં આપણી પાસે 15 વત્તા ઋણ 46 છે એ બંનેનો સરવાળો કર્યા બાદ વત્તા 29 કરીશું આથી 15 વત્તા ઋણ 46 કરીએ -46 અહીં આપણે એક સંખ્યારેખા દોરી ને શરૂઆત કરીએ તેમજ આપણે 15 વડે શરૂ કરીશું આથી અહીં લખીએ 0 અને અહીં 15 લખીશું હવે અહીં એક તીરની નિશાની વડે 0 અને 15 ને જોડીએ જે 15 ને બરાબર છે પછી ઋણ 46 ને 15 માં ઉમેરીએ જે 15 ઓછા 46 ને બરાબર છે આથી આપણે 15 ની ડાબી બાજુ 46 એકમ ખસવું પડશે અહીં ઋણની નિશાની કે બાદ કરવું એટલે સંખ્યારેખા પર ડાબી બાજુ ખસવું આમ 15 થી શરૂ કરીને 46 એકમ ડાબી બાજુ જઈએ જે લગભગ અહીં સુધી હશે એમ માની લઈએ પરિણામે આ તીરની લંબાઈ 46 થશે આથી આપણે અહીં કોઈ બિંદુ પર અટકાવીશું અહીં 0 છે અને અહીં 15 એકમ જમણી તરફ ગયા છીએ જયારે અહીંથી 46 એકમ ડાબી તરફ ગયા આથી આપણે ચોક્કસ રીતે 0 ની ડાબી બાજુ જ જઈશું જેના પરથી કહી શકાય કે મળતી સંખ્યા ઋણ સંખ્યા હશે હવે આપણે મળતી ઋણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય પણ વિચારી શકીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ આ પીળા રંગના તીરની લંબાઈ 15 છે અને આ કેસરી રંગના તીરની લંબાઈ 46 છે. માટે હવે આ ભૂરા રંગ દ્વારા આપણે આ બંને અંકોના સરવાળાને દર્શાવવા જઈ રહ્યા છે અહીં આ લંબાઈ દર્શાવ્યા બાદ હવે આપણે આ ભૂરા રંગના તીરની લંબાઈ કેવી રીતે શોધીશું તે જોઈએ જો આપણને કેસરી તીરની લંબાઈ અને પીળા તીરની લંબાઈ ખબર હોય તો ભૂરા તીરની લંબાઈ કઈ રીતે મળશે ખરેખર તો આ બાદબાકી થશે આથી નિરપેક્ષ મૂલ્યના સરવાળાની કિંમત બરાબર 46 અને 15 ની બાદબાકી બરાબર થશે બાદબાકીને સમાન થશે માટે અહીં 46 ઓછા 15 કરીએ 6 ઓછા 5 બરાબર 1 અને 4 ઓછા 1 બરાબર 3 આથી આ તીર ની લંબાઈ બરાબર 31 થશે. જે 0 ની ડાબી બાજુ 31 મળશે પરિણામે તે ઋણ 31 છે આથી આપણને પહેલા ભાગનો જવાબ ઋણ 31 મળ્યો અને હવે 29 ઉમેરીએ આનો શું અર્થ થશે આનો અર્થ એછે કે આપણે ઋણ 31 થી શરૂ કરીને 29 એકમ જમણી બાજુ જઈશું. આપણે અહીંથી શરુ કરીએ અને 29 એકમ જમણી બાજુ જઈએ આથી લગભગ અહીં પહોંચીશું આમ આ તીર ની લંબાઈ થશે 29 એકમ હવે એ કેવી રીતે જોઈશું કે અહીં કયો અંક આવે છે અહીં આપણે સંખ્યારેખા વગર પણ તે ઉકેલી શકીએ પરંતુ સંખ્યારેખા થી થોડું વધારે સ્પષ્ટ થાય છે આપણે ઋણ 31 થી શરૂ કર્યું તેમાં 29 ઉમેર્યા જે પરિણામે તેને ઓછુ ઋણ બનાવે છે આપણે 31 કરતા ઓછી સંખ્યાને ઉમેરીએ છીએ આથી ફરી 0 સુધી ન પહોંચવાથી મળતી સંખ્યા ઋણ સંખ્યા જ હશે પરંતુ આ ઋણ સંખ્યાનું નિરપેક્ષ મુલ્ય તેનું અંતર કેવી રીતે ઉકેલીશું આપણે આ ભાગને સફેદ રંગ થી દર્શાવીએ હવે આ સફેદ ભાગ વત્તા 29 બરાબર 31 મળશે જો તમે અહીં નિરપેક્ષ મુલ્ય વિષે વિચારો તો પરંતુ જો આપણે તેના નિરપેક્ષ મુલ્ય વિષે ન વિચારીએ અને ફક્ત તેની લંબાઈ વિશે વાત કરીએ અથવા બીજી રીતે 31 ઓછા 29 કરવાથી આપણને આ સફેદ ભાગ મળશે જે સ્વાભાવિક રીતે ઋણ હશે કારણકે અહીં ધન સંખ્યા કરતા ઋણ સંખ્યા મોટી છે એટલેકે અહીં આપણે 2 ઉમેરીએ છીએ જો આપણે 31 ઓછા 29 કરીએ તમે તે દશક લઈને પણ કરી શકો પણ તેમ છતાં પરિણામ 2 જ મળે તમે કહી શકો કે અહી 11 માંથી 9 બાદ કરતા 2 મળશે પરંતુ ઋણ 31 વત્તા 29 બરાબર તે 2 થશે બીજી રીતે જુઓ તો સફેદ ભાગની લંબાઈ તેનું નિરપેક્ષ મુલ્યબરાબર 2 થશે 2 વતા 29 બરાબર 31 પણ આપણે 0 ની ડાબી બાજુ કાર્ય કરીએ છીએ આથી પરિણામે ઋણ 2 મળે આમ આપણો જવાબ થશે -2