મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 ગણિત (ભારત)
Course: ધોરણ 7 ગણિત (ભારત) > Unit 4
Lesson 2: સમીકરણ ઉકેલવું- એક-પદ વાળા સમીકરણની બાદબાકી
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી: અપૂર્ણાંક અને દશાંશ
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી: અપૂર્ણાંક અને દશાંશ
- એક-પદ વાળા સમીકરણનો ગુણાકાર અને ભાગાકાર: અપૂર્ણાંક અને દશાંશ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
એક-પદ વાળા સમીકરણની બાદબાકી
આ સમીકરણને કઈ રીતે ઉકેલી શકાય તે શીખો: a + 5 = 54 . સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
a ની કિંમત શોધો અને તમારો જવાબ ચકાસો આપણી પાસે અહી a + 5 = 54 આપેલ છે આમ અહી તેઓ એ જાણવા માંગે છે કે આપણી પાસે કોઈક સંખ્યા છે જે એક ચલ a છે અને જો તેમાં 5 ઉમેરીએ તો આપણને 54 મળે છે તમે તેની ગણતરી મન માં પણ કરી શકો પરંતુ તેને આપણે થોડું પદ્ધતિ સર સમજી એ જે માટે હું આ રકમ અહી ફરીથી લખું છું કારણકે તમે જયારે આવા વધુ અઘરા દાખલા ગણશો ત્યારે તમને તે ઉપયોગી થશે તો સામાન્ય રીતે જયારે આ પ્રકાર નું કોઈ સમીકરણ હોઈ ત્યારે આપણે ચલ ની કિંમત શોધવાની હોઈ છે અને તે માટે આ ચલ ને એટલે કે a સમીકરણ માં બરાબર ની કોઈ એક જ બાજુ એ રાખવાનું હોઈ છે એટલે કે તેને અલગ પડવાનું હોઈ છે અને જો બીજી રીતે કહીએ તો તેને સમીકરણ નો કરતા બનાવાનો હોઈ છે તે ડાબી બાજુ પર જ છે માટે તેની સિવાઈ ડાબી બાજુ પર જે કઈ છે તેને દુર કરીએ જુઓ કે અહી ફક્ત +5 છે આમ +5 એટલે કે ધન 5 ને દુર કરવાનો શ્રેષ્ટ રસ્તો એ છે કે તેમાં થી 5 બાદ કરીએ તો ચાલો તેમ કરીએ પરંતુ જુઓ કે અહી કહ્યું છે કે a + 5 = 54 છે માટે જો સમીકરણ ની સમતા જાળવવી હોઈ તો સમીકરણ ની જમણી બાજુ એ પણ તે ફેરફાર કરવો પડે એટલે કે અહી થી પણ 5 બાદ કરવા પડે અહી જુઓ કે આપણી પાસે વત્તા 5 ઓછા 5 છે જેની કિંમત 0 થઇ જાય આપણે 5 ઉમેરો અને પછી બાદ કરો તો તેની કિંમત 0 થઇ જાય માટે આ ડાબી બાજુ ફક્ત a રહે અને જમણી બાજુ 54 ઓછા 5 એટલે કે 49 મળે આમ a ની કિંમત મળી ગઈ છે જે 49 છે હવે આપણે તેને ચકાસીએ અને તેમ કરવા માટે આપણે મૂળ સમીકરણ માં a ની કિંમત 49 a ના સ્થાને મુકીને ચકાસી શકીએ તો હવે a + 5 = 54 લખવા ને બદલે આપણે તેને 49 + 5 = 54 તરીકે પણ દર્શાવી શકીએ અહી જુઓ કે a ના સ્થાને આપણે 49 લીધા છે હવે 49 + 5 = 54 થાય જે 54 ને બરાબર છે આમ આપણે તે ચકાસી લીધું