If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બહુપદીના વ્યવહારિક કોયડા: બારીનું ક્ષેત્રફળ

સલમાન લાકડા અને કાંચથી બનેલ એક બારીનું ક્ષેત્રફળ દર્શાવવા માટે એક બહુપદી લખે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચે આપેલ બારીના કાચવાળા ભાગની લંબાઈ અને પહોળાઈ નો ગુણોત્તર 3:2 છે તેથી કાચવાળા ભાગની લંબાઈ ને 3x અને પહોળાઈને 2 x વડે દર્શાવી શકાય આસપાસનો લાકડાવાળો ભાગ પહોળાઈમાં 7 ઇંચ અને લંબાઈ માં 8 ઇંચ નો વધારો કરેછે અને આગળ કહ્યું છે કે લાકડા સહીત બારીની કુલ ક્ષેત્રફળને દર્શાવતી એક બહુપદી લખો તે બહુપદીનું સાદુરૂપ આપો હવે પ્રશ્ન માં જે કાચવાળા ભાગની વાત કરી છે જેમાં વચ્ચે તમે જોઈ શકોછો કે લાકડું પણ છે પણ આપણે એવું માની લઈએ કે આ આખો એક ગ્લાસ છે એટલે કે કાચ છે અને આ કાચવાળા ભાગની લંબાઈ માટે કહ્યું છે કે તેને 3x વડે દર્શાવી શકાય એટલે કે આ જે લંબાઈ છે તેને આપણે 3x વડે દર્શાવીએ અને પછી કહ્યું છે કે લાકડાવાળો ભાગ છે તે લંબાઈમાં 8 ઈંચનો વધારો કરે છે જેનો અર્થ છે કે આ ભાગ અને આ ભાગ જે લાકડાવાળો છે તે લંબાઈમાં 8 ઇંચ જેટલો વધારો કરેછે માટે આપણે અહીં જે કુલ લંબાઈ છે તેને આરીતે દર્શાવી શકીએ કે 3x +8 કાચવાળા ભાગની લંબાઈ અને તેમાં લાકડાવાળા ભાગની લંબાઈ નો સરવાળો હવે જો પહોળાઈની વાત કરીએતો આપણને અહીં કહ્યું છે કે કાચવાળા ભાગની જે પહોળાઈ છે તે 2x છે માટે અહીં લખીએ 2x અને તેમાં લાકડાવાળો ભાગ ઉમેરીએ તો પહોળાઈ માં 7 ઇંચ નો વધારો થાયછે માટે હવે જે કુલ પહોળાઈ છે તે 2x + 7 જેટલી આમ આ બારીની કુલ લંબાઈ છે 3x + 8 અને કુલ પહોળાઈ છે 2x +7 અને આગળ કહ્યું છે કે કાચ અને લાકડા સહીત બારીની કુલ ક્ષેત્રફળને દર્શાવતી એક બહુપદી લખો અને તે બહુપદીનું સાદુરૂપ આપો હવે બારીએ લંબચોરસ આકાર ની છે અને લંબચોરસ નું ક્ષેત્રફળ એટલેકે એરિયા નું સૂત્ર આપણે જાણીએ છીએ તે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈછે (3x + 8 )અને પહોળાઈ છે (2x +7 ) અને તે બંનેનો ગુણાકાર કરતા આપણને મળે બારી નું કુલ ક્ષેત્રફળ મળે અહીં આપણે ક્ષેત્રફળને બે દ્વિપદીઓના ગુણાકાર સ્વરૂપે બતાવેલ છે હવે તેમનો ગુણાકાર કરવાથી આપણને બહુપદી મળે હવે વિભાજન ના ગુણધર્મ નો ઉપયોગ કરીને આપણે સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ 3x નો 2x સાથે ગુણાકાર થશે જેને આરીતે લખીએ 3x ગુણ્યા 2x વત્તા હવે આ 3x નો 7 સાથે ગુણાકાર કરીએ તો તેને લખી શકાય 3x ગુણ્યા 7 ત્યારબાદ 8 નું વિભાજન કરીએ માટે તે લખાય 8 ગુણ્યા 2x +8 ગુણ્યા 2x ત્યારબાદ 8 નો 7 સાથે ગુણાકાર તેથી આપણે લખી શકીએ + 8 ગુણ્યા 7 આગળ વધુ સાદુરૂપ આપતા 3x ગુણ્યા 2x જે થશે 6x નો વર્ગ વત્તા 3x ગુણ્યા 7 જે થશે 21x વત્તા 8 ગુણ્યા 2x બરાબર 16x વત્તા 8 ગુણ્યા 7 બરાબર 56 મળે અને હવે વચ્ચેના બે સજાતીય પદનો સરવાળો કરતા આપણને જવાબ મળે 6x વર્ગ + 21x વતા 16x તે થશે 37x અને વત્તા 56 આમ અહીં આ બહુપદીનું સાદુરૂપ આપેલ છે