જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

સ્તંભાલેખ સમજતા

સ્તંભાલેખ વાંચતા અને સમજતા શીખો, કે જે માહિતીને જુથમાં વિભાજિત કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારોકે તમારો ચેરી પાઈનો સ્ટોર છે તમે નોધ્યું કે તમે વેચેલ દરેક પાઈમાં ચેરીની સંખ્યા જુદી જુદી છે કેટલીક પાઈમાં સો કરતા વધુ ચેરી છે જયારે કેટલીક પાઈમાં પચાસ કરતા પણ ઓછી ચેરી છે તો તમારી પાસે કેટલી અલગ પ્રકારની પાઈ છે તે જાણવા તમે ઉત્સુક છો કેટલી પાઈમાં ઘણી બધી ચેરી છે કેટલી પાઈમાં બહુ ઓછી ચેરી છે અને કેટલી પાઈમાં તેની વચ્ચેની ચેરી છે તમે સ્તંભ આલેખ હિસ્ટોગ્રામ દોર્યો તમે તમારા સ્ટોરની દરેક પાઈ લો છો આ ચેરી પાઈ છે તે કંઇક આ પ્રમાણેની દેખાશે તે કંઇક આવી દેખાશે આ પ્રમાણે તમે તમારા સ્ટોરની દરેક ચેરી પાઈ લો છો આ પ્રમાણે અને તેમાં ચેરીની સંખ્યા ગણો છો આ પાઈમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આરીતે ગણવાનું ચાલુ રાખું માની લો કે તેમાં બત્રીસ ચેરી ચેરી છે આવું તમે દરેક પાઈ સાથે કરો છો પછી તમે બકેટ બનાવો છો કારણકે તમે ફક્ત આલેખ બનવા નથી માંગતા તમારી પાસે ચોક્કસ બત્રીસજ છે તેવું નથી તમે બાબતોની સામાન્ય સમજ મેળવવા માંગો છો માટે તમે ત્રીસના બકેટ બનાવો છો કેટલી પાઈમાં જીરોથી ઓગણત્રીસ ચેરી છે કેટલીપાઈમાં જીરોથી ઓગણત્રીસ ચેરી છે કેટલી પાઈમાં ત્રીસ અને ઓગણસાઈઠની વચ્ચે ત્રીસ અને ઓગણસાઈઠ સહીત છે કેટલી પાઈમાં ઓછામાં ઓછી સાઠ અને વધુમાં વધુ નેવ્યાસી ચેરી છે કેટલી પાઈમાં ઓછામાં ઓછી નેવું અને વધુમાં વધુ એકસો ઓગણીસ છે અને પછી કેટલી પાઈમાં એકસો વીસ અને એકસો ઓગણપચાસ સુધી ચેરી છે તમારીપાસે એવી કોઈ પાઈ નથી કેજેમાં એકસોઓગણપચાસથી વધુ ચેરી હોય આપણે વધુ જોઈ લીધું હવે તેના માટે ગણીએ ઉદાહરણ તરીકે પાંચ પાઈમાં ત્રીસથી ઓગણસાઠ ચેરી છે માટે આપણે સ્તંભ આલેખ બનાવીએ છીએ જયારે તમે સ્તંભ આલેખ બનાવો છો તો આ ગુલાબી બાર પાંચ સુધી જાય છે એમ બનાવ્યું છે તેજ રીતે તમે આ સ્તંભ આલેખ બનાવ્યું છે પાઈમાં અલગ અલગ ચેરીનું પ્રમાણ સાથેનો સ્તંભ આલેખ આપણને આજ કહે છે આપણે તેની રચના કરી હવે જોઈએ કે સ્તંભ આલેખમાં આપેલી માહિતીને આધારે આપણે તેનું અર્થઘટન કરી શકીએ કે નહિ આ માહિતી પરથી પહેલો સવાલ એ છે કે શું તમે સ્ટોરની કુલ પાઈની સંખ્યા શોધી શકો તે આ સ્તંભ આલેખ પરથી મળશે અને હું તમને તે જાતેજ કરવા માટે કહું છું અહી કુલ કેટલી પાઈ છે તે પાંચ પાઈ છે જેમાં ઓછામાં ઓછી ત્રીસ ચેરી છે પરંતુ ઓગણસાઠ કરતા વધારે નથી અને આ બ્લુ બકેટમાં આઠ પાઈ છે પછી આ ગ્રીન બકેટમાં ચાર પાઈ છે અને પછી આમાં ત્રણ પાઈ છે જેમાં ઓછામાં ઓછી એકસોવીસ ચેરી છે પરંતુ એકસો ઓગણપચાસ ચેરી કરતા વધારે સંખ્યા નથી આમ સ્ટોરમાં કુલ પાઈની સંખ્યા પાંચ વતા આઠ વતા ચાર વતા ત્રણ થશે પાંચ વતા આઠ તેર તેર વતા ચાર સતર અને સતર વતા ત્રણ વીસ કુલ વીસ પાઈ છે પછી તમે વધારે અને વધારે પ્રશ્ન પૂછી શકો કેટલી પાઈમાં ચેરીની સંખ્યા સાઈઠ કે તેનાથી વધુ છે સાઈઠ કે તેથી વધુ ચેરીની સંખ્યા સાઈઠ કે તેથી વધુ ચેરીની સંખ્યા હોય તેવી પાઈ સાઈઠ કે તેથી વધુ ચેરીની સંખ્યા હોય તેવી પાઈની સંખ્યા હવે આપણે તે ગણીએ આ ગુલાબી બાર ગણાશે નહિ કારણકે તેમાં સાઈઠથી ઓછી છે આ બધાજ ગણાશે કારણકે તેમાં સાઈઠ કે તેથી વધુ ચેરી છે આ સાઈઠથી નેવ્યાસી છે આ નેવુથી એકસોઓગણીસ છે અને આ એકસોવીસથી એકસોઓગણપચાસ છે તો આ બકેટમાં આઠ પાઈ વતા આ બકેટમાં ચાર પાઈ વતા આ ત્રણ પાઈ આઠ વતા ચાર વતા ત્રણ અને આ બરાબર આ પ્રથમ પાંચ સિવાય બધુજ થશે વીસ માંથી પાંચ ઓછા આઠ વતા ચાર એ બાર અને આઠ વતા ત્રણ એટલેકે પંદર જે વીસ કરતા પાંચ ઓછા છે આ સ્તંભ આલેખનો ઉપયોગ કરીને તમે રસપ્રદ સવાલોના જવાબ આપી શકો આપણી પાસે એકસોવીસથી એકસો ઓગણપચાસ ચેરી હોય તેવી પાઈ કરતા સાઈઠથી નેવ્યાસી ચેરી હોય તેવી કેટલી પાઈ વધારે છે સાઈઠથી નેવ્યસીમાં આઠ પાઈ છે અને એકસોવીસથી એકસોઓગણપચાસમાં ત્રણ પાઈ છે આમ એકસોવીસથી એકસોઓગણપચાસ ની કેટેગરી કરતા સાઈઠથી નેવ્યાસીની કેટેગરીમાં પાંચ પાઈ વધારે છે આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી શકીએ તમને સ્તંભ આલેખનું અર્થઘટન કઈ રીતે કરવું તે સમજ પડી ગઈ હશે