If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પાઇ આલેખ વાંચવો (વર્તુળ આલેખ)

પાઇ આલેખ વાંચવો (વર્તુળ આલેખ). સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક ટ્રાવેલ એજન્સીએ પાછલા વર્ષે થયેલ ટીકીટ ના વેચાણની માહિતી એકઠી કરી જે નીચે વર્તુળ આલેખ સ્વરૂપે આપેલ છે ક્યાં મહિનાઓમાં ટીકીટોનું સૌથી વધુ અને સૌથી ઓછુ વેચાણ થયું તે જણાવો આમ નીચે આકૃતિ આપેલ છે જેને વર્તુળ આલેખ કહેવામાં આવેછે હવે જુઓ અહીં દરેક મહિનાઓની ટિકિટનું વેચાણ આપેલ છે વર્તુળનો આ દરેક ભાગ જેતે મહિનાઓનું વેચાણ દર્શાવે છે દા.ત આ ભૂરા રંગનો ભાગ જાન્યુઆરી મહિના નું વેચાણ દર્શાવે છે આલેખમાં દરેક ભાગ અલગ અલગ કદનો છે જેનું કદ જે તે મહિના ના વેચાણ ના આધારે છે દા.ત જાન્યુઆરી માં તેમણે આખા વર્ષના વેચાણનું 18 ટકા વેચાણ કર્યું આમ જો તમે આ બધી ટકાવારીનો સરવાળો કરો તો તે કુલ 100 થશે આમ જાન્યુઆરી મહિનાનું વેચાણ દર્શાવતો આ ભાગ વર્તુળના કુલ ક્ષેત્રફળનો 18 ટકા ભાગ હશે ધારોકે આ કેક છે અને તમે ભૂરા રંગના ભાગ જેટલો ટુકડો ખાઈ લો તો તમે કેકનો 18 ટકા ભાગ ખાઈ લીધો એમ કહેવાય આમ આ વિગતના આધારે આપેલ પ્રશ્ન વિષે વિચારીએ ક્યાં મહિનામાં ટીકીટોનું સૌથી વધુ અને સૌથી ઓછુ વેચાણ થયું જે મહિના માં વેચાણની ટકાવારી સૌથી વધુ હોય તે મહિનો વેચાણની દ્રષ્ટીએ સારો ગણી શકાય વર્તુળ આલેખનો એજ હેતુ હોય છે તમને આંકડા જોવાની જરૂર હોતી નથી વર્તુળના દરેક ભાગનું કદ જોઇને જ ખ્યાલ આવી જાય જુઓ કે આ ભાગ એટલે કે જાન્યુઆરી મહિના વાળો વર્તુળનો ભાગ સૌથી મોટો દેખાય છે આંકડા જોવાની કે કઈ પણ વાચવાની જરૂર નથી કોઈ પૂછે કે વર્તુળ નો સૌથી મોટો ભાગ કયો છે તો તમે તરત જ કહેશો કે સ્પષ્ટ છે કે આ ભાગ વર્તુળનો સૌથી મોટો ભાગ છે આમ વેચાણની દ્રષ્ટીએ આ મહીનો સૌથી સારો છે કારણકે તે મહિના માં 18 ટકા વેચાણ થયું કારણકે તમે જોઈ શકો છો કે 18 ટકા એ આ બધી ટકાવારીમાં સૌથી વધુ છે પણ કદ જોઇને જ ખ્યાલ આવી જાય કે આ ભાગ સૌથી મોટો છે હવે કહો કે ક્યાં મહિનામાં ટીકીટોનું સૌથી ઓછુ વેચાણ થયું તે માટે સૌથી નાનો વિસ્તાર ધરાવતો ભાગ શોધવો પડે અને તમે આલેખમાં જોશો તો જણાશે કે આ અમુક ભાગ સૌથી નાના કદના દેખાય છે જુન અને જુલાઈ વાળો ભાગ સૌથી નાનો દેખાય છે મેં મહિનો પણ વર્તુળનો ખુબજ ઓછો વિસ્તાર ધરાવે છે પણ સૌથી નાનો ભાગ જુન અને જુલાઈ છે અહીં આંકડા મદદરૂપ થઇ શકે તમે ફક્ત જોઇને જ કહી શકો નહિ કેઆ બંને સરખા છે કે નહિ આ પરિસ્થિતિમાં આંકડા મદદરૂપ થાય જે અહીં આપણી પાસે છે આ બંને મહિના વેચાણની દ્રષ્ટિ એ ખુબજ ઓછી ટકાવારી ધરાવે છે જે ફક્ત 3 ટકા છે આમ વેચાણ ની દ્રષ્ટીએ સૌથી ઓછુ વેચાણ જુન અને જુલાઈ માં થયું સૌથી વધુ વેચાણ જાન્યુઆરી મહિનામાં થયું અને જાન્યુઆરી પછી સૌથી સારું વેચાણ જો કે તે પ્રશ્નમાં પૂછ્યું નથી પણ આપણી સામે વર્તુળ આલેખ આપેલ છે જ આપણે જાતે જ વધુ ઉકેલ મેળવીએ બીજો સૌથી સારો મહિનો કયો જુઓ નવેમ્બર મહિનો એ ડીસેમ્બર કરતા થોડા મોટા કદનો છે આમ સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ શિયાળાના સમયગાળામાં ટ્રાવેલ એજન્સીને ટીકીટોનું વધારે વેચાણ થયું