If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ સંખ્યાનું વર્ગમૂળ

દશાંશ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે મેળવવું તે શીખીએ. આ વીડિયોમાં પ્રશ્ન p^2 = 0.81 નો ઉકેલ મેળવેલ છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો એક સમીકરણ ઉકેલીએ p સ્ક્વેર = 0.81 તો હવે આને કઈ રીતે વિચારી શકાય એક રીતે આપણે જોઈ શકીએ છીએ કે p નો વર્ગ બરાબર 0.81 અને બીજીરીતે આપણે લખી શકીએ +ઓર - વર્ગમૂળમાં 0.81 હવેજો અહીં ફક્ત વર્ગમૂળની નિશાની હોય તો તેનો અર્થ છે ધન વર્ગમૂળ પણ p ની કિંમત ધન અથવા ઋણ કોઈ પણ મળી શકે જો ઋણ સંખ્યાનો વર્ગ કરીએ તોપણ તેનો વર્ગ ધન જ મળે માટે અહીં + અને - બંને નિશાની મુકીએ તો તે સમજવામાં વધુ સરળતા રહેશે અને આ રીતે લખવાથી બંને બાબતો સમાન છે તેમ કહી શકાય પણ હવે આપણે એ શોધવાનું છે કે p ની કિંમત શું હશે જો એક રીતે વિચારીએ તો અહીં જો ફક્ત 81 હોય તો આપણે તે જાણીએ છીએ કે 9 ગુણ્યા 9= 81 થાય અથવા આરીતે પણ કહી શકીએ 9 નો વર્ગ = 81 તેમજ 9 એ 81 નું ધન વર્ગમૂળ છે તેમ પણ કહેવાય આમ આ ત્રણેય એક જ બાબત દર્શાવે છે પણ આ 0.81 વિશે શું કહી શકાય જુઓ કે આ સંખ્યામાં પોઈન્ટ પછી 2 આંકડા છે તેથી જો પોઈન્ટ પછીની એક અંક વાળી સંખ્યાનોતે જ સંખ્યા સાથે ફરીથી ગુણાકાર કરીએ તો આપણને પોઈન્ટ પછી 2 આંકડા મળે તો હવે આપણે 9 ના વર્ગને બદલે 0.9 નો વર્ગ કરી જોઈએ 0.9 નો વર્ગ = 0.9 ગુણ્યા 0.9 માટે આપણને મળે આપણે જાણીએ છીએ કે 9 નો વર્ગ 81 હવે જુઓ કે અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે અને અહીં પણ એક સંખ્યા છે માટે તેના જવાબમાં પોઈન્ટ ની પાછળ 2 અંક મળે તે રીતે જવાબ થશે 0.81 આમ 0.81 એ 0.9 નો વર્ગ છે તેમ કહેવાય તેથી અહીં લખીએ p = + ઓર - વર્ગમૂળ માં 0.81 લખવાને બદલે 0.9 નો વર્ગ હવે જો અહીં ધન સંખ્યાને બદલે આપણે ઋણ લઈએ એટલે કે -0.9 ને -0.9 સાથે ગુણીએ તો પણ તેની કિંમત માં કોઈ ફેરફાર થશે નહી કારણકે ઓછા ગુણ્યા ઓછા બરાબર + જ મળે જુઓકે આપણે અહીં + અને - બંને નિશાનીઓ બતાવી છે માટે આપણે કહી શકીએ કે p=+ ઓર - 0.9 આમ p= + 0.9 અથવા p=-0.9 અને તમે તે કિંમત જાતે મુકીને પણ ચકાસી શકો બંનેમાંથી કોઈપણ સંખ્યાનો વર્ગ કરતા તમને મળશે 0.81