મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :7:12

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીઓમાં આપણે રેડિયન માંથી અંશમાં ફેરવવાની તથા અંશ માંથી કોઈ ખૂણાને રેડિયનમાં ફેરવવાની પ્રેકટીશ કરીશું અને આ ફક્ત પુનરાવર્તન છે બંનેને એક બીજામાં ફેરવીએ આ બે વચ્ચેના સંભંધ વિશે વિચારીએ જો હું વર્તુળની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરું તો તે કેટલા રેડિયન થશે આપણે જાણીએ છીએ કે વર્તુળનું એક પરિભ્રમણ બરાબર બે પાઈ રેડિયન થાય છે તો વિચારો કે કે વર્તુળના એક પરિભ્રમણ બરાબર કેટલા અંશ થશે અને તે થાય છે 360 અંશ આપણે આ નિશાની વડે અથવા અંશ શબ્દ લખીને પણ તે નિર્દેશિત કરી શકીએ છીએ આ ખરેખર રેડિયન માંથી અંશમાં ફેરવવા માટેની પુરતી માહિતી છે હવે આપણે જો આનું થોડુક સાદુરૂપ આપીએ તો આ સમીકરણને બંને બાજુએ 2 વડે ભાગવું પડે અને તે કરવાથી આપણને મળશે પાઈ રેડિયન = 360 ભાગ્યા 2 = 180 અંશ અથવા તો બીજી રીતે વિચારીએ તો તે વર્તુળની આસપાસનું પાઈ રેડિયન જેટલું અડધું અંતર છે એટલે કે ચાપ દ્વારા અંતરાયેલો ખૂણો પાઈ રેડિયન અથવા 180 અંશ થાય છે જો તમે તેના વિશે બરાબર ખરેખર વિચારો તો આના બરાબર કેટલા અંશ પ્રતિ રેડિયન થશે અહી એ કરવા માટે આપણે આ સમીકરણની બંને બાજુએ પાઈ વડે ભગવું પડે જો પાઈ વડે બંને બાજુએ ભાગીએ તો આપણને મળશે 1 રેડિયન = 180/ પાઈ અંશ જો આપણે બંને બાજુ પાઈ વડે ભાગીએ તો આપણને આ જવાબ મળે છે હવે તમારે એ શોધવું હોય કે કેટલા રેડિયન પ્રતિ અંશ મળે તો તમારે સમીકરણની બંને બાજુએ 180 અંશ વડે ભાગવું પડે અને આમ કરવાથી આપણને મળે પાઈ ભાગ્યા 180 રેડિયન = 1 અંશ હવે આપણે એક માંથી બીજા એટલે રેડિયન માંથી અંશ અને અંશ માંથી રેડિયનમાં ફેરવી શકીશું તો ચાલો સૌ પ્રથમ આપણે 30 અંશને રેડિયનમાં ફેરવીએ ચાલો તેના વિશે વિચારીએ હું તે અહી લખું છુ આપણે અહી ફક્ત એકમમાં ફેરફાર કરીએ છે આમ 30 અંશ આપણે અંશની નિશાની કરવાની જગ્યાએ શબ્દમાં લખીશું બરાબર આપણે અંશને રેડિયનમાં ફેરવવાનું છે માટે આપણે એ શોધવું પડશે કે કેટલા રેડિયન બરાબર પ્રતિ અંશ થશે તો ચાલો તે આપણે લખીએ રેડિયન પ્રતિ અંશ અહી તમે જોઈ શકો છો કે અહી બંને એકમો અંશ અંશ દુર થઇ જશે અંશ ગુણ્યા રેડિયન છેદમાં અંશ અંશ અંશ દુર થઇ જશે અને આપણી પાસે ફક્ત રેડિયન એકમ રહેશે જો આપણે અહી અમુક કિંમત અંશ સાથે ગુણી છે તો આપણે અમુક કિંમત આની સાથે પણ ગુણવી પડશે માટે અહી પણ આપણે અમુક કિંમત રેડિયન છેદમાં અંશ સાથે ગુણવી પડશે અને આમ આ બંને તે રેડિયન મળશે જો આપણે આ રીતે વિચારીએ કે પાઈ રેડિયન બરાબર કેટલા અંશ થાય જે થશે પાઈ ભાગ્યા 180 અંશ જે આના પરથી આવ્યું છે દરેક 180 અંશ એ આપણને પાઈ રેડિયન મળે છે માટે તે થશે પાઈ ભાગ્યા 180 રેડિયન / અંશ આમ આના બરાબર આપણને મળશે 30 ગુણ્યા પાઈ છેદમાં 180 રેડિયન અહી અંશ અંશ બંને દુર થઇ જાય છે અને આપણને જવાબ રેડિયનમાં મળે છે હવે 30 ભાગ્યા 180 બરાબર થશે 1 / 6 માટે આના બરાબર આપણને મળે છે પાઈ ભાગ્યા 6 રેડિયન આમ 30 અંશ = પાઈ ભાગ્યા 6 રેડિયન આપણને મળે છે ચાલો હવે આપણે બીજા માટે વિચારીએ જો આપણી પાસે પાઈ ભાગ્યા 3 રેડિયન હોય તો આપણે તેને અંશમાં ફેરવવાનું છે આમ જો આપણે તેને અંશમાં ફેરવીશું તો તે આપણને શું મળશે અહી આપણે શોધવાનું છે કે કેટલા અંશ = પ્રતિ રેડિયન મળશે અંશ પ્રતિ રેડિયન આપણે આ રીતે વિચારીએ કે આ માટે તમે પાઈ અને 180 વિશે વિચારી શકો છો આમ આપણે આ મુજબ વિચારીએ 180 અંશ = પાઈ રેડિયન થાય છે માટે તે થશે 180 ભાગ્યા પાઈ જો આપણે આને એક સાથે ગુણીએ તો રેડિયન રેડિયન દુર થઇ જશે તે જ પ્રમાણે પાઈનો પાઈ સાથે છેદ ઉડી જશે અને આપણને મળશે 180 ભાગ્યા 3 = થશે 60 આમ આના બરાબર 60 અંશ અંશ શબ્દ પણ લખી શકો છો અથવા તેને નિશાની વડે પણ દર્શાવી શકો છો આ રીતે તો ચાલો હવે આપણે 45 અંશ વિશે વિચારીએ અંશની નિશાની પણ આ રીતે કરી શકો છો અથવા અંશ શબ્દમાં પણ લખી શકો છો અહી આપણે શબ્દમાં લખીશું તો ફરીથી આપણે કેટલા રેડિયન બરાબર પ્રતિ અંશ થશે તે વિશે વિચારીએ આમ આની સાથે આપણે રેડિયન છેદમાં અંશ વડે ગુણીશું આપણે કહી શકીએ કે દરેક પાઈ રેડીયને 180 અંશ થાય છે માટે આપણે પાઈ રેડિયન ભાગ્યા 180 અંશવડે અહી ગુણીશું જુઓ કે અહી અંશ દુર થઇ જશે માટે અહી આપણે અંશ શબ્દમાં લખ્યું છે નહિ કે નિશાની કરીને આમ આપણને મળશે 45 ગુણ્યા પાઈ છેદમાં 180 રેડિયન 45 ભાગ્યા 180 અહી અંશ અને અંશનો છેદ ઉડી જતા અહી ફક્ત રેડિયન જ બાકી રહે છે તો વિચારો હવે આના બરાબર શું થશે 45 એ 90નું અડધું છે 90એ 180નું અડધું છે માટે તે થશે 1/4 આમ આના બરાબર પાઈના છેદમાં 4 રેડિયન તો ચાલો આપણે વધુ એક ઉદાહરણ કરીએ જેના માટે આપણને થોડી જગ્યા જોઇશે વિચારો કે ઋણ પાઈ ભાગ્યા 2 રેડિયન બરાબર શું થશે તો આના બરાબર કેટલા અંશ થશે આમ આના ગુણ્યા આપણે 180 અંશ ભાગ્યા પાઈ રેડિયન કરવું પડશે દરેક 180 અંશે પાઈ રેડિયન થાય છે માટે અહી રેડિયન રેડિયનનો છેદ ઉડી જશે અને આપણને મળશે તથા પાઈ પાઈ નો પણ છેદ ઉડી જશે અને આપણને મળશે -180 / 2 જેના = -90` અથવા તમે એને શબ્દમાં પણ -90 અંશ લખી શકો છો આમ આપણે અહી ઘણા બધા ઉદાહારણોની પ્રેક્ટીસ કરી કે જેમાં રેડિયનને અંશમાં અને અંશને રેડિયનમાં તમે ફેરવી શકો છો.