મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:20

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણને કહ્યું છે કે પાઈ રેડિયન અને ઋણ પાઈ / 3 રેડિયનને અંશ માં ફેરવો સૌપ્રથમ હું તમને એક સવાલ પુછુ છું કે જો આપણે કોઈ એક બિંદુ ની આસપાસ આખું પરિભ્રમણ કરીએ તો તે કેટલા રેડિયન થશે અને આપણે તે જાણીએ છીએ કે તે 2 ગુણ્યા પાઈ રેડિયન થાય આમ તે પરિભ્રમણ થશે 2 ગુણ્યા પાઈ રેડિયન હવે વિચારો કે આ જે ખૂણાને આપણે અંશમાં માપીએ તો તે આપણને કેટલો ખૂણો મળશે એક આખું પરીભ્રમણ 360 અંશ નું થાય છે આમ આના બરાબર 360 અંશ શું આપણે તેનું સાદુરૂપ આપી શકીએ અહીં આ નાના વર્તુળ ની નિશાની તે અંશ હોવાનું દર્શાવે છે અને રેડિયન ની જગ્યાએ આપણે રેડિયન જ લખીએ છીએ અથવા આ નિશાની ની જગ્યાએ આપણે અંશ શબ્દ પણ લખી શકીએ છીએ ચાલો હવે આપણે આ 2 પાઈ રેડિયન અને 360 બંને ને 2 વડે ભાગીએ તો ડાબી બાજુ આ 2 દુર થશે અને આપણી પાસે રહેશે પાઈ રેડિયન = 360 /2 જમણી બાજુ 360 ભાગ્યા 2 જે થશે 180 અંશ અને આ નિશાની ફરીથી અંશ ની છે આમ આપણને મળ્યું પાઈ રેડિયન = 180 અંશ આમ આપણા આ પ્રથમ સવાલ નો જવાબ આપણને મળી ગયો આમ આપણે આ પાઈ રેડિયન ને અંશ માં ફેરવ્યું અને જે છે 180 અંશ જો તમે તેને આ રીતે વિચારો કે પાઈ રેડિયન એટલે કે આટલું ફરીએ તો તે આપણને 180 અંશ આપેછે એટલેકે પાઈ રેડિયન એ આ વર્તુળ નું અડધું થાય છે માટે આ ભાગ અંશ માં 180 અંશ બતાવે છે ચાલો હવે આપણે આ બીજા ભાગ માટે વિચારીએ ઋણ પાઈ /3 રેડિયન બરાબર કેટલા અંશ થશે તો વિચારો કે હવે આપણે આને કઈ રીતે ફેરવીશું આમ - પાઈ /3 રેડિયન બરાબર શું થાય આપણે આ માહિતીનો ઉપયોગ કરીશું આ શોધવા માટે આપણે કેટલા અંશ અને વડે ગુણવું પડશે આપણે અહીં વર્તુળની નિશાની કરવાની જગ્યાએ અંશ લખ્યું છે માટે અંશ ભાગ્યા રેડિયન આમ એક રેડીયન બરાબર કેટલા અંશ મળે છે અને આપણે તે જાણીએ છીએ કે તે 180 અંશ થાય માટે આના ગુણ્યા 180 અંશ ભાગ્યા પાઈ અથવા આપણે એમ પણ કહી શકીએ છીએ કે 180 / પાઈ રેડિયન અંશ ભાગ્યા રેડિયન થશે આપણી પાસે અમુક રેડિયન છે અને અમુક સંખ્યા નું અંશ ભાગ્યા રેડિયન પણ છે આમ અહીં આ બંને એકમ દુર થઇ જશે તે જ પ્રમાણે પાઈ અને પાઈ પણ નીકળી જશે અને આપણને મળશે આના બરાબર 180 / 3 બરાબર થશે -60 અહીં આપણે 180 નો એકમ છે અંશ માટે આ અંશ લખવાની જગ્યા આપણે આ રીતે દર્શાવીશું આમ ઋણ પાઈ ભાગ્ય 3 રેડિયન બરાબર -60 અંશ મળે છે