મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:21

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સમીકરણ 6x^2 + 3 = 2x - 6 ને પ્રમાણિત સ્વરૂપ માં લાખો તેમજ a, b અને c ની કિંમત જણાવો હવે દ્વિઘાત સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ છે ax^2 + bx + c બરાબર 0 હવે આપણે પ્રશ્ન માં આપેલ સમીકરણ ને x ની ઘાત ના ઉતરતા ક્રમ માં લખીએ માટે આપણે તેને x નો વર્ગ પછી x અને છેલ્લે અચળ પદ મળે તે રીતે ગોઠવીએ ચાલો તો તેમ કરીએ આ સમીકરણ ને નીચે લખીએ 6x^2 + 3 = 2x - 6 તે માટે બંને બાજુ થી પેહલા 2x બાદ કરીએ આમ હવે આપણને મળશે આપણને જે જવાબ મળે તેને ઘાત ના ઉતરતા ક્રમ માં લખીએ સવ થી મોહતી ઘાત છે x નો વર્ગ માટે તેને પેહલા લખીએ 6x^2 ત્યારબાદ -2x અને આપણી પાસે ડાબી બાજુએ છે વત્તા 3 બરાબર ની જમણી તરફ 2x માંથી 2x બાદ થઇ જશે આમ બાકી રેહશે -6 હવે જમણી બાજુ ના -6 ને દુર કરવા બંને બાજુ 6 ઉમેરીએ આમ હવે આપણને મળશે 6x^2 - 2x + 9 = 0 હવે ચકાસો કે જે સમીકરણ મળ્યું તે પ્રમાણિત સ્વરૂપ માં છે કે નહિ સમીકરણ ના દરેક પદ બરાબર ની ડાબી બાજુએ છે જમણી બાજુ 0 હોવો જોઈએ તે પણ છે અને દરેક પદ ક્રમ માં છે પેહલા x નો વર્ગ પેહલા x વર્ગ વાળું પદ પછી x વાળું પદ અને છેલ્લે અચળ પદ આમ આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ માં છે તેમ કહી શકાઈ માટે આપણે કહી શકીએ કે a = 6, b બરાબર જુઓ તે ફક્ત 2 નથી તે -2 છે જેને -2 પણ કહી શકાઈ જુઓ પ્રમાણિત સ્વરૂપ માં +2x છે પણ આપણી પાસે -2x છે માટે b ની કિંમત બરાબર -2 અને છેલ્લે c ની કિંમત c એટલે અચળ પદ જે અહી 9 છે આમ c = 9