If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

જયારે ક્ષેત્રફળ આપેલ હોય ત્યારે વર્તુળનો પરિઘ શોધીએ

ચાલો જયારે ક્ષેત્રફળ આપેલ હોય ત્યારે કઈ રીતે પરિઘ,વર્તુળની આસપાસનું અંતર શોધી શકીએ તે શીખીએ . સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે આપની પાસે એક વર્તુળ છે અને તેનું ક્ષેત્રફળ આ વર્તુળ નું ક્ષેત્રફળ 36 pi છે તો આ વર્તુળ નું પરિઘ શું થશે? તમે વીડિઓ અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો ક્ષેત્રફળ ના આધારે ત્રિજીયા શોધી શકાઈ અને ત્રિજીયા ના આધારે પરિઘ શોધી શકાઈ આપણે અહી વર્તુળ નું ક્ષેત્રફળ જાણીએ છે વર્તુળ ના ક્ષેત્રફળ નું સૂત્ર pi r નું વર્ગ થશે આપણે તે સમીકરણ અહી લખીએ pi r નો વર્ગ બરાબર 36 pi હવે આ ત્રિજીયા ને ઉકેલવા માટે સમીકરણ ની બંને બાજુ એ pi વડે ભાગીએ આ પ્રમાણે તો આપની પાસે ફક્ત r નો વર્ગ બરાબર 36 બાકી રેહશે હવે ગાણિતિક રીતે ઉકેલવા માટે આપણે આ 36 નું ધન અથવા ઋણ વર્ગમૂળ લઇ શકીએ આમ r બરાબર વત્તા અથવા ઓછા 6 મળે પરંતુ આપણે જાણીએ છે કે r એ અંતર છે અને અંતર હંમેશા ધન હોઈ છે માટે જો 36 નું ધન વર્ગમૂળ લઈએ તો r બરાબર 6 મળે અને તેના આધારે આપણે પરિઘ ને શોધી શકીએ હવે વર્તુળ નું પરિઘ બરાબર 2 pi r અને આ કિસ્સા માં r બરાબર 6 તેથી આ બરાબર 2 ગુણ્યા pi ગુણ્યા 6 જેના બરાબર 12 pi થશે તેથી શેત્રફળ 36 pi અને પછી તેનું સૂત્ર pi r ના વર્ગ નો ઉપયોગ કરીને ત્રિજીયા શોધી જે આપણને 6 મળે અને તેના આધારે પરિઘ 12 pi થશે