મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ગણિત (ભારત)
સમાંતર શ્રેણીનું વિસ્તરણ
સલ સમાંતર શ્રેણી -8, -14, -20, -26,... અને 2, -1, -4, -7, -10,... ના આગળના પદો શોધવા માટે સમાંતર શ્રેણીનું વિસ્તરણ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે અહીં એક સમાંતર શ્રેણી આપવામાં આવી છે -7 ,-5 ,-3 ,-1 અને 1 આપણને સમાંતર શ્રેણીના પ્રથમ પાંચ પદો આપવામાં આવ્યા છે હવે આપણે તેના પછીનું પદ શું છે તે શોધવાનું છે સમાંતર શ્રેણીમાં દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોય છે જો આપણે -7 માં 2 ઉમેરીએ તો આપણને -5 મળે જો આપણે -5 માં ફરીથી બે ઉમેરીએ તો -3 મળે -3 માં ફરીથી 2 ઉમેરીએ તો -1 મળે તો -1 માં ફરીથી 2 ઉમેરીએ તો 1 મળે અને 1 માં 2 ઉમેરતા 3 મળે આપણે તેનો જવાબ ચકાસીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ સમાંતર શ્રેણીનું પછીનું પદ કયું છે આપણને અહીં પ્રથમ 4 પદ આપવામાં આવ્યા છે જો તમારે -6 પરથી -8 પર જવું હોય તો તમારે -6 માંથી 2 ને બાદ કરવા પડશે ત્યાર બાદ -8 - 2 = -10 થાય -10 - 2 -12 થશે અને -12 - 2 -14 થાય આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે