મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ગણિત (ભારત)
Course: ધોરણ 10 ગણિત (ભારત) > Unit 8
Lesson 4: કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરકોટિકોણનો ત્રિકોણમિતિય ગુણોત્તર શોધીએ(ઉદાહરણ)
ચાલો અમુક પ્રશ્નોને ઉકેલો જ્યાં આપણે કોટિકોણનો ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાનો છે.પ્રશ્ન જેવા કે Cosec (80) = Sec (10). Aanand Srinivas દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને અહીં cosec(75) ડિગ્રી બરાબર sec(x) આપવામાં આવ્યું છે x ની કઈ કિંમત આ સમીકરણને સાચું બનાવશે હવે આપણે અહીં કોસીકેન્ટ અને સીકેન્ટ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કોસીકેન્ટ ઓફ 75 ડિગ્રી બરાબર સીકેન્ટ ઓફ 90 ઓછા 75 ડિગ્રી થશે હવે 90 ઓછા 75 15 થાય માટે આના બરાબર સીકેન્ટ ઓફ 15 ડિગ્રી 15 અંશ કારણ કે 75 + 15 90 થાય માટે આપણે અહીં આ જવાબ પસંદ કરીશું હવે જવાબ ચકાસીએ વધુ એક ઉદા જોઈએ કયો વિકલ્પ કોસેક ઓફ 80 ડિગ્રીને સમાન છે કોઈ પણ એક જવાબ પસંદ કરો આપણને કેટલાક વિકલ્પ આપ્યા છે અને તેમનો એક વિકલ્પ કોસેક ઓફ 80 ડિગ્રીને સમાન થશે આપણે તે વિકલ્પ શોધવાનો છે આપણે અહીં કોટિકોણનો ત્રિકોણ મિતીય ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કરી રહયા છીએ તેના માટે મારે અહીં કોટિકોણનો સંબંધ લખવો પડશે હવે આપણે જાણીએ છીએ કે જો મારી પાસે કોઈ પણ ખૂણો થિટા હોય તો કોસીકેન્ટ ઓફ થિટા બરાબર સીકેન્ટ ઓફ 90 ઓછા થિટા થાય અહીં આ એક ગુણધર્મ છે અને આ ગુણોત્તરનો અર્થ શું થાય તે આપણે જાણીએ છીએ હવે જો કોઈ પણ જગ્યાએ તમે મૂંઝવણ અનુભવો તો તમે આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ દોરી શકો અને આ ગુણોત્તરની ચકાસણી કરી શકો ધારો કે અહીં આ ખૂણો થિટા છે કોસીકેન્ટ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ હવે જો આપણે આ ખૂણો લઈએ 90 ઓછા થિટા તો અહીં આ 90 - થિટા છે અને તેના માટેનો તે જ સમાન ગુણોત્તર લઈએ તો હવે આ ખૂણા માટે આ કર્ણના છેદમાં પાસેની બાજુ થાય તેથી જો આપણે આ જ સમાન ગુણોત્તરની વાત કરીએ તો અહીં આ ખૂણા માટે તે સીકેન્ટ થશે અહીં આ સીકેન્ટ ઓફ 90 ઓછા થિટા થાય અને અહીં આના બરાબર કોસીકેન્ટ ઓફ થિટા થાય જયારે પણ તમે મૂંઝવણ અનુભવો ત્યારે તમે આ પ્રમાણે ચકાસણી કરી કરો હવે અહીં આપણે થિટાની કિંમત મૂકી શકીએ જે 80 અંશ છે માટે આના બરાબર સીકેન્ટ ઓફ 90 - 80 માટે તેના બરાબર સીકેન્ટ ઓફ 10 ડિગ્રી થાય માટે અહીં આપણે આ વિકલ્પ પસંદ કરીશું અને હવે તેનો જવાબ ચકાસીએ હવે વધુ એક ઉદા જોઈએ અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે કયો વિકલ્પ cos ઓફ 1 ડિગ્રીને સમાન છે આપણે જાણીએ છીએ કે જેવી રીતે સીકેન્ટ અને કોસીકેન્ટ સંબંધ ધરાવે છે તેવી જ રીતે sin અને cosમાં સંબંધ ધરાવે માટે અહીં આપણે લખી શકીએ sin ઓફ થિટા બરાબર cos ઓફ 90 ઓછા થિટા 90 ઓછા થિટા જો તમને અહીં ફરીથી મુંજવણ હોય તો તમે ફરીથી કાટકોણ ત્રિકોણ દોરીને તેની ચકાસણી કરી શકો માટે અહીં આના બરાબર cos ઓફ 90 - 1 થાય અને તેના બરાબર cos ઓફ 89 ડિગ્રી થાય માટે અહીં આ sin ઓફ 89 ડિગ્રી થશે જવાબ ચકાસીએ હવે અંતિમ ઉદા જોઈશું tan(8) ડિગ્રી = cot(x) અહીં x ની કિંમત શું થાય આપણે ફરીથી કોટિકોણના સંબંધનો ઉપયોગ કરી શકીએ tan(8) ડિગ્રી બરાબર cot (90 - 8) થાય તમે ફરીથી ત્રિકોણ દોરીને તેને ચકાસી શકો હવે 90 ઓછા 8 72 થાય માટે અહીં આપણો જવાબ 72 આવશે આપણે જવાબ ચકાસીએ વધુ એક ઉદા જોઈએ cot (23)ડિગ્રી બરાબર 10(x) અહીં આપણે સંભંધ જાણીએ છીએ અને cot (23) ડિગ્રી બરાબર 10 (90 - 23) લખી શકાય જો તમને ફરીથી મૂંઝવણ હોય તો તમે કાટકોણ ત્રિકોણ દોરી તેને ચકાસી શકો હવે 90 - 23 67 થાય માટે 10 ઓફ 67 ડિગ્રી અહીં 67 પસંદ કરીએ અને જવાબ ચકાસીએ.