મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ગણિત (ભારત)
Course: ધોરણ 10 ગણિત (ભારત) > Unit 2
Lesson 1: બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થબહુપદીઓના શૂન્યો: સમીકરણની આલેખ સાથે સરખામણી
જયારે આપણને બહુપદીનો આલેખ આપ્યો હોય, ત્યારે તેના શૂન્યો શું હોય શકે તેની આપણે ધારણા કરી શકીએ છીએ. જેના વડે આપણે એ નક્કી કરી શકીએ છીએ કે બહુપદીના સમીકરણમાં અમુક અવયવનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
બહુપદી p(x) પાસે 4 ભિન્ન શૂન્ય છે નીચેના માંથી કયો આલેખ y = p(x) દર્શાવી શકે 4 ભિન્ન શૂન્યો હોવાનો અર્થ એ થાય કે આલેખ x અક્ષને તદ્દન 4 વખત છેડશે તો અહીં આ પ્રથમ આલેખ x અક્ષને એક બે ત્રણ જગ્યાએ છેદે છે માટે આપણે આ આલેખને દૂર કરીએ તેવી જ રીતે અહીં બીજો આલેખ x અક્ષને એક બે ત્રણ ચાર પાંચ જગ્યાએ છેદે છે માટે આપણે આ વિકલ્પને પણ દૂર કરીએ હવે આ આલેખ x અક્ષને એક બે ત્રણ ચાર જગ્યાએ છેદે છે તેની પાસે ચાર ભિન્ન શૂન્ય છે માટે અહીં આપણને આ સાચું જવાબ લાગે છે અને હવે જો આપણે અંતિમ આલેખની વાત કરીએ તો તે x અક્ષને 1 અને 2 જગ્યાએ છેદે છે તેની પાસે બે ભિન્ન શૂન્ય છે માટે અહીં આપણો જવાબ આ આવશે કારણ કે તેની પાસે 4 ભિન્ન શૂન્ય છે શૂન્ય એ x અક્ષની કિંમત છે અને તે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય x ની એવી કિંમત જ્યાં બહુપદીનું મૂલ્ય જે x નું વિધેય છે તેના બરાબર 0 થાય અને તમે અહીં જોઈશકો કે તે તદ્દન ચાર વખત થઇ રહ્યું છે