મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:44

પૃષ્ઠનો ઉપયોગ કરી બોક્ષની સપાટીનું ક્ષેત્રફળ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિયોમાં આપણે જુદા જુદા આકારોનું પૃષ્ઠફળ તેમને ખોલીને શોધીશુ  જેને પૃષ્ઠો કહે છે.  અને આ એક રીત તેના માટે વિચારી શકાય. જો આપણી પાસે પૂઠામાંથી બનાવેલી આવી આકૃતિ હોય તો તમે તેને અહીંથી કાપો હું જ્યાં લાલ રંગથી દોરું છું ત્યાંથી કાપો અહીંથી પણ કાપો અહીંથી પણ અને અહીંથી પણ અને પાછળના ભાગ માં પણ કાપો તેને ખોલશો તો તમને કઈક આવું દેખાશે આ બંને તરફ થી ખોલશો તો તમને કઈ આવું દેખાશે તો આપણને આ આકૃતિ મળશે. અને તેનું ક્ષેત્રફળ શોધવાનું શોધવું ઘણું સરળ છે. આ દરેક ભાગનું ક્ષેત્રફળ શોધીને તો આખી આકૃતિનું પૃષ્ઠફળ મળે છે. ચાલો તો તેના વિશે વિચારીએ. અહીં આ ભાગનું પૃષ્ઠફળ શું થશે ?  આ ભાગનું અહીં આ પૃષ્ઠને અનુરૂપ ભાગ અહીં આ આકૃતિ માં આ છે જે ત્રિકોણ છે તેનો પાયો 12 અને અને વેધ 8 છે. તેથી આનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યાં પાયો ગુણ્યાં વેધ જેટલું થશે જ્યાં પાયો બરાબર 12 છે ગુણિયાં 12 અને વેધ 8 છે તેથી ગુણિયાં 8  તેના બરાબર છ ગુણ્યાં આઠ બરાબર 48 થાય. પાછળ જે એકમ હોય તે ચોરસ એકમ હવે આ ઉપર ના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે આ નીચેના ભાગ નું અને આ ઉપરના ભાગ નું ક્ષેત્રફળ સમાન જ થાય  તમે તે અહીં પણ જોઈ શકો કે જો આ પારદર્શક હોય તો તે આ ત્રિકોણ મળે જે આ ભાગ નું પૃષ્ઠફળ છે તેથી આનું ક્ષેત્રફળ પણ 48 ચોરસ એકમ જ થાય. ચાલો હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ જયા તેની 4 પહોળાઈ અને 10 લંબાઈ છે. જયારે બીજી બાજુ પણ તેનું માપ તેટલું જ છે 10 લંબાઈ અને પણ 14 જ પહોળાઈ આ અહીં આ ભાગ છે અને આ તેની પાછળ નો ભાગ છે તેથી દરેકનું ક્ષેત્રફળ 14 ગુણ્યાં 10 બરાબર 140 ચોરસ એકમ થાય. અને તેજ રીતે આનું ક્ષેત્રફળ પણ 140 ચોરસ એકમ થશે હવે છેલ્લે આપણે આ પાયાનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે  આ આખા ભાગનું ક્ષેત્રફળ જે અહીં આ ભાગ છે. અને અહીં આ ભાગ છે  જે 12 ગુણ્યાં 14 નો લંબચોરસ છે. તેથી આ ભાગ નું ક્ષેત્રફળ 12 ગુણિયાં 14 થાય 12 ગુણ્યાં 12 બરાબર 144 વત્તા બીજા 24 બરાબર 168 ચોરસ એકમ . આમ, કુલ પૃષ્ઠફળ શોધવા માટે આ બધાનો સરવાળો કરવો પડશે તેથી આનો અને આનો સરવાળો 96 થાય 96 ચોરસ એકમ તે જ રીતે આ બનેનો સરવાળો 140 વત્તા 140 બરાબર 280 ચોરસ એકમ અને આ પાયા નું ક્ષેત્રફળ બરાબર 168 ચોરસ એકમ આ બધાનો સરવાળો કરીયે તો આપણે કુલ પૃષ્ઠફળ મળશે આ બંને પૃષ્ઠોને ખોલતા આપણે આ આખી આકૃતિ મળે છે આ બંને બાજુ હવે અહીંયા સરવાળો કરીયે 6 વત્તા 0 વત્તા 8 બરાબર 14 નો 4 વદ્ધિ 1 1 વત્તા 9 બરાબર 10 વત્તા 8 બરાબર 18 વત્તા 6 બરાબર 24 નો 4 વદ્ધિ 2 2 વત્તા 2 4 ને 1 5 આમ કુલ પૃષ્ઠફળ 544 ચોરસ એકમ મળે છે