મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:59
ટૅગ્સ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચે આપેલ માહિતી મુજબ કયા વિદ્યાર્થીના ગુણમાં છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં વધુ સુધારો થયો છે . અહીં દરેક વિદ્યાર્થીની માહિતી લંબ-આલેખ સ્વરૂપે આપેલ છે . દરેક માં 2 લંબ અથવા સ્થભ દર્શાવ્યા છે. ભૂરા રંગનો લંબ છ માસિક પરિક્ષા ના ગુણ દર્શાવે છે . અહીં દર્શાવેલ પણ છે કે છ માસિક પરીક્ષા ભૂરા રંગ થી દર્શાવેલ છે તેમજ વાર્ષિક પરિક્ષા લાલ રંગ થી દર્શાવેલ છે આ પ્રકાર ના આલેખ ને જોડિયો આલેખ પણ કહેવાય છે . કારણકે દરેક વિદ્યાર્થી માટે અહીં બે સ્થભ આપેલ છે . એક સ્થભ માસિક પરિક્ષા માટે અને બીજો સ્થભ વાર્ષિક પરિક્ષા માટે હવે પ્રશ્ન એ છે કે કયા વિદ્યાર્થીએ છ માસિક કરતા વાર્ષિક પરિક્ષામાં પોતાના પરિણામમાં વધારો કર્યો છે ? અથવા સુધારો કર્યા છે . હવે પહેલું નામ અહીં જસ્મીનનું છે . તેના આલેખ પરથી જોતા દેખાય છે કે તેને છ માસિક પરીક્ષા કરતા વાર્ષિક પરિક્ષા માં પરિણામ સુધાર્યુ છે . છ માસિક પરિક્ષા માં જોઈએ તો કદાચ તેને 72 કે 73 ગુણ મેળવ્યા છે તેવુ દેખાય છે . આપણી પાસે અહીં ચોક્કસ સંખ્યા આપેલ નથી માટે તેવું ધારી લઈએ . અને વાર્ષિક પરિક્ષામાં કદાચ 77 કે 78 ગુણ મેળવ્યા છે તેવું લાગે છે . આમ એવું માની લઈએ કે જસ્મીન પરિણામમાં 5 ગુણનો સુધારો થયો છે . અહીં જે માહિતી આપેલ છે તે પરથી આપણે ચોક્કસ ગુણ જાણી શકતા નથી . પણ આપણે તેમ ના ગુણ નો અંદાજ જરૂર મેળવી શકીએ છીએ ચાલો હવે જય વિશે વિચારીએ . જુઓ કે જય ના ગુણમાં છ માસિક કરતા વાર્ષિક પરિક્ષા માં ઘટાડો થયો છે . છ - માસિક માં 85 કરતા વધુ ગુણ દેખાય છે જયારે વાર્ષિક પરિક્ષામાં 85 થી ઓછા ગુણ મળ્યા હોય તેવું જણાય છે . આમ, તેના પરિણામમાં ઘટાડો થયો તેમ કહી શકાય . આમ , તેના પરિણામમાં સ્પષ્ટ પણે સુધારો થયો નથી . ત્યારબાદ નવીન ની વિગત જોઈએ . એવું લાગે છે કે નવીનના પરિણામમાં પણ જસ્મીનના પરિણામ જેટલો જ વધારો થયો છે . તેને જસ્મીન કરતા વધુ ગુણ મેળવ્યા છે . પણ બંનેના પરિણામમાં એક સરખો સુધારો થયો છે તેવું દેખાય છે . નવીનના ગુણ કદાચ 83 માંથી 88 થયા તેવું માની લઈએ . બંને લંબની લંબાઈના આધારે આપણે તેવુ ધારીએ છીએ આમ , પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓમાંથી જાસ્મીન અને નવીનના પરિણામમાં સરખો સુધારો દેખાય છે . હવે , અલકા નું પરિણામ જાણીએ . હા , તેના પરિણામમાં ચોક્કસ વધુ સુધારો જોઈ શકાય છે . જુઓ, એવું લાગે છે કે તેણે છ - માસિકમાં 81 કે 82 ગુણ મેળવ્યા છે . 82 માની લઈએ, અને વર્ષિક મા તેણે કદાચ 95 ગુણ મેળવ્યા છે . તેવું દેખાય છે આમ , તેના પરિણામ ઘણો સુધારો થયો છે આમ , અત્યાર સુધીમાં અલંકાનુ પરિણામ સૌથી વધુ સુધારો દર્શાવે છે . હવે , અંતે મૈત્રીનું પરિણામ જોઈએ . આપણે જોઈ શકીયે છીએ કે તેના છ માસિકના પરિણામ કરતા વાર્ષિકમાં પરિણામ ઘટ્યું છે છ માસિક મા 95 કરતા વધુ ગુણ દેખાઈ છે . જયારે વાર્ષિક માં 90 ની આસપાસ ના ગુણ છે . આમ , ચોક્કસ કહી શકાય કે તેનું પરિણામ સુધર્યું નથી . આમ ,આ પ્રશ્ન નો જવાબ થશે કે આપેલ વિધાર્થીઓમાંથી અલકાના પરિણામમાં સૌથી વધુ સુધારો થયો છે .