If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સુરેખ સમીકરણનું આલેખન કરવું: y=2x+7

સુરેખ સમીકરણ y = 2x + 7 નો આલેખ કઈ રીતે તૈયાર કરવો તે શીખો. સલ ખાન અને CK-12 Foundation દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીઓમાં આપણે સુરેખ સમીકરણોનું આલેખન કઈ રીતે કરવું તે વિશે સમજીશું તે માટે અલગ અલગ રીતો છે પણ આપણે સૌથી જે મૂળભૂત રીત છે તે અહીં જોઈશું તેમાં આપણે અમુક કિંમતો લઈશું અને તેના આધારે તેનું આલેખન કરીશું આપણી પાસે સમીકરણ છે જે એક સુરેખ સમીકરણ છે y = + 7 અહીં આપણે એક કોષ્ટક બનાવીએ જેમાં x ની અમુક કિંમતો માટે y ની કિંમત શું મળે છે તે જોઈએ ધારો કે x ની આપણે કિંમત લઈએ -2 આપણે કોઈ પણ કિંમત લઇએ છીએ તે ધન ઋણ કે 0 પણ હોઈ શકે હવે x ની આ કિંમત માટે y ની કિંમત મેળવીએ તો તે થશે 2 ગુણ્યાં -2 અહીં x ની જગ્યાએ -2 મૂકીએ છીએ + 7 = 2 ગુણ્યાં -2 જે થશે 4 + 7 = 3 બીજી કિંમત લઈએ અહીં લઈએ 0 માટે 2 ગુણ્યાં 0 + 7 તે થશે 2 ગુણ્યાં 0 એટલે ૦ જ મળે + 7 માટે ફક્ત 7 ત્યાર બાદ x ની કિંમત લઈએ ધન 2 માટે 2 ગુણ્યાં 2 + 7 2 ગુણ્યાં 2 એટલે 4 + 7 = 11 અંતે x ની થોડી મોટી કિંમત લઈએ ધારો કે તે 8 છે માટે 2 ગુણ્યાં 8 + 7 8 ગુણ્યાં 2 = 16 + 7 જે થશે 23 હવે તેને આલેખ પર દર્શાવીએ તે માટે અહીં બંને અક્ષ દોરીએ આ છે આપણો y અક્ષ અને આ છે x અક્ષ બંનેનું છેદબિંદુ એટલે કે ઉગામ બિંદુ જેની કિંમત જેના યામ થશે 0 માટે અહીં -1 અહીં -2 લઈએ તે જ રીતે અહીં 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 y અક્ષ પર અહીં 23 સુધી જવાનું છે માટે આપણે અહીં લઈએ 2 અહીં 4 બે બે નો તફાવત લઈએ અહીં 6 ,8 ,10 ,12 ,14 ,16 આપણે 23 સુધી જવાનું છે આગળ 18 અહીં લઈએ 20 ,22 અને અહીં મળશે 24 આ બિંદુઓની જે જોડ મળે છે તેનું આલેખન કરીએ x ની કિંમત -2 છે ત્યારે y ની કિંમત છે 3 માટે -2 3 લગભગ અહીં મળે માટે તે બિંદુને અહીં દર્શાવીએ આ થશે -2 ,3 બીજી જોડ છે 0 ,7 માટે તે y અક્ષ ઉપર મળે આ થશે 0 ,7 ત્યાર પછીની જોડ છે 2 ,11 અહીં 2 છે 11 એ અહીં મળશે માટે આ બિંદુ છે 2 ,11 ત્યારબાદ 8 અને 23 8 , 23 23 એ 22 અને 24 ની વચ્ચે જે લગભગ અહીં મળશે 8 ,23 હવે આ બધા બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરીએ જે આપેલ સુરેખ સમીકરણનું આલેખ છે તેમ દર્શાવે છે આ બાજુ પણ તેને દર્શાવીએ આમ આ જે રેખા છે તે આપેલ સમીકરણનો આલેખ છે જે એક સુરેખ સમીકરણ છે અને x ની કોઈ પણ કિંમત માટે y ની જે કિંમત મળે તે દરેક કિંમતના બિંદુ આ રેખા પર મળશે અહીં વધુ એક પ્રશ્ન આપેલ છે અહીં કહ્યું છે કે એરપોર્ટ પર તમે તમારું નાણું ડોલર માંથી યુરોમાં બદલાવી શકો છો આ સેવા માટે 5 ડોલરનો ખર્ચ થાય છે બાકીના ડોલર માટે તમને 0 .7 યુરો મળે છે આ બાબતને કોષ્ટક સ્વરૂપે દર્શાવો અને વિધેયનું આલેખન કરો તમારા આલેખનો ઉપયોગ નક્કી કરો કે 50 ડોલર માટે તમને કેટલા યુરો મળે આમ આપણે અહીં માલ્ટા યુરો શોધવાના છે આગળ પ્રશ્નમાં કહ્યું છે તે મુજબ કે આ સેવા માટે 5 ડોલરનો ખર્ચ થાય છે તેનો અર્થ છે કે તમે જેટલા ડોલર આપશો તેમાંથી 5 ડોલર તો તેનો સર્વીશ ચાર્જ એટલે કે તેની સેવા માટેનો ખર્ચ થશે માટે બાકીના જે ડોલર વધશે તેના માટે તે દરેક ડોલર માટે તમને 0 .7 યુરો મળે છે તેથી તેને 0 .7 સાથે ગુણીએ આમ આપણને જે યરો મળશે તે થશે 0 .7 ગુણ્યાં અહીં 50 ડોલર માટે કેટલા યુરો મળે છે તે શોધવાનું છે માટે અહીં 50 મૂકીએ 50 -5 જે થશે 45 હવે 45 અને 0 .7 નો ગુણાકાર કરીએ અહીં તે ગુણાકાર દર્શાવીએ 45 ગુણ્યાં 0.7 7 ગુણ્યાં 5 જે થશે 35 માટે અહીં 3 વાદળી 7 ગુણ્યાં 4 28 + 3 = 31 અહીં પોઇન્ટ પછી એક જ સંખ્યા છે માટે અહીં પોઇન્ટ મૂકીએ આમ 50 ડોલર માટે આપણને 31 .5 યુરો મળે છે આમ આપણે અહીં પ્રશ્નનો જવાબ મેળવી લીધો છે પણ તેનું આલેખન પણ કરવાનું છે તે માટે અહીં એક કોષ્ટક જેવું બનાવીએ એટલે કે ચાલ તરીકે અહીં લઈએ ડોલર અને અહીં યુરો જો 5 ડોલર આપીએ તો 5 માંથી 5 બાદ થઇ જશે માટે તે 0 બાકી રહે અને તેને 0 .7 સાથે ગુણીએ તો તે 0 જ થશે હવે જો 10 ડોલર આપીએ તો 10 - 5 = 5 તેને ગુણ્યાં 0 .7 જે થશે 3 .50 યુરો જો 25 ડોલર આપીએ તો 25 - 5 = 20 ગુણ્યાં 7 જે થશે 14 યુરો વધુ એક કિંમત લઈએ ધારો કે આપણે 55 ડોલર આપીએ છીએ અને 55 -5 = 50 તેને ગુણ્યાં 0 .7 માટે આપણને 35 યુરો મળશે તેનું પણ આલેખન કરીએ બંને અક્ષ દોરીએ આપણે ફક્ત ધન કિંમતો જ અહીં મેળવી છે માટે પ્રથમ ચરણ જ દર્શાવીએ આ y અક્ષ છે અને આ x અક્ષ છે કિંમતો દર્શાવીએ 5 ,10 ,15 20 ,25 x અક્ષ પર 55 સુધી દર્શાવીએ 30 ,35 ,40 ,45 ,50 અને 55 આપણે આ ડોલર દર્શાવી રહ્યા છીએ y અક્ષ પર આપણે યુરો દર્શાવીએ અહીં લઈએ 5 ,10 ,15 ,20 ,25 ,30 અને 35 બિંદુઓનું આલેખન કરીએ તો જયારે 5 ડોલર છે ત્યારે યુરો 0 છે માટે તે બિંદુ અહીં મળશે ડોલર 10 છે ત્યારે 3 .5 યુરો માટે તે લગભગ અહીં થશે 25 ડોલર માટે 14 યુરો 25 માટે 14 15 કરતા સહેજ નીચે અહીં તે દર્શાવીએ અને 55 ડોલર માટે 35 યુરો મળે છે 55 માટે 35 જે લગભગ અહીં થશે અહીં એક રેખા પસાર કરીએ આમ આપેલ વિધેયનો આપણે અહીં આલેખન કર્યું છે હવે જો આપણા પ્રશ્નનો જવાબ આ આલેખના આધારે મેળવવું હોય તો 50 ડોલર માટે કેટલા યુરો મળે છે તે અહીં જોઈએ આ 50 ડોલર છે તેના માટે કેટલા યુરો મળે છે તે અહીં રેખા પર મળતા બિંદુને આધારે નક્કી કરીએ તમે જોઈ શકો છો કે તે 30 કરતા સહેજ ઉપર મળે છે અને આપણે પણ એજ કિંમત મેળવી છે અહીં જવાબ મળે છે 31 .5 આપણે બીજું કોઈ બિંદુ લઈને પણ ચકાસી શકીએ દાખલ તરીકે 20 ડોલર હોય તો તે 10 ની નજીક મળે છે આપણે ચકાસીએ કે 20 -5 = 15 અને 15 ને 0 .7 સાથે ગુણતા આપણને મળે 10 .50 આમ આપણે અહીં જે આલેખ દોર્યો છે તે યોગ્ય છે તેમ કહી શકાય વધુ એક પ્રશ્ન જોઈએ અહીં એક આલેખ આપેલ છે અને કહયું છે કે નીચે આપેલ આલેખ વજનનું કિગ્રા માંથી પાઉન્ડમાં રૂપાંતર દર્શાવે છે તેનો ઉપયોગ કરીને નીચેની બાબતોનો રૂપાંતર કરો અહીં આ કિગ્રા છે અને આ પાઉન્ડ આપેલ છે પહેલી વિગત આપેલ છે કે 4 કિગ્રાનું પાઉન્ડમાં રૂપાંતર કરો અહીં આ 4 કિગ્રા છે તેના આધારે આપણે જોઈએ તો અહીં 9 કરતા સહેજ ઓછી કિમત મળે છે માટે લખીએ કે આશરે 9 પાઉન્ડ જેટલું તે હોઈ શકે પાઉન્ડને દર્શાવવા માટેનો આ એકમ છે પછી એવું છે કે 9 કિગ્રાનું પાઉન્ડમાં રૂપાંતર કરો આ 9 કિગ્રા છે તેના આધારે આલેખ પર જોઈએ તો ચોક્કસ 20 પાઉન્ડ જેટલી કિંમત મળે છે માટે અહીં લખીએ કે 20 પાઉન્ડ ત્યાર બાદ 12 પાઉન્ડનું કિગ્રામાં રૂપાંતર કરવાનું છે અહીં 12 પાઉન્ડના આધારે જોઈએ તો નીચે લગભગ5 .5 કિગ્રા જેટલું થશે માટે અહીં દર્શાવીએ આશરે 5 .5 કિગ્રા અને છેલ્લી વિગત છે કે 17 પાઉન્ડનું કિગ્રામાં રૂપાંતર કરો અહીં 16 અને 18 ની વચ્ચે લઈએ માટે તે લગભગ 7 .5 જેટલું દર્શાવે છે અહીં લખીએ 7 .5 કિગ્રા જે આશરે દર્શાવે છે આમ આ વિડિઓમાં આપણે સુરેખ સમીકરણનું આલેખન કરતા શીખ્યા તેમજ આલેખનું વચન કઈ રીતે કરવું તે બાબત પણ સમજ્યા