If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: સંમેય વિ. અસંમેય પદાવલી

સલમાન નીચે આપેલ પદાવલી સંમેય કે અસંમેય છે તે બતાવે છે: 9 + √(45), √(45)/ (3*√(5)), and 3*√(9). સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો વિચારીયે કે આ દરેક પદ સંમેય છે કે અસંમેય તે માટે ફરીથી યાદ કરી લઈએ કે સંમેય સંખ્યા એટલે ધારોકે કોઈ સંમેય સંખ્યા એક્સ છે તેને બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય એમ અને એન અને જો અસંમેય સંખ્યા હોય તો તેને આ રીતે દર્શાવી શકાય નહિ તો ચાલો આ દરેક વિષે વિચારીયે નવ એ સ્પષ્ટ પણે સંમેય સંખ્યા છે નવ ને નવ ના છેદ માં એક અઢાર ના છેદમાં બે કે સત્યાવીસ ના છેદમાં ત્રણ સ્વરૂપે દર્શાવી શકાય આમ તેને બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય પણ હવે પિસ્તાળીસના વર્ગમૂળ વિષે શું કહી શકાય ચાલો તેના વિષે વિચારીયે પિસ્તાળીસ નું વર્ગમૂળ તેને વર્ગમુળમાં નવ ગુણ્યાં પાંચ તરીકે પણ લખી શકાય તેને વર્ગમુળમાં નવ ગુણ્યાં વર્ગમુળમાં પાંચ તરીકે પણ દર્શાવી શકાય નવ નું ધન વર્ગમૂળ મળે ત્રણ માટે તે થશે ત્રણ ગુણ્યાં વર્ગમૂળ પાંચ આમ નવ વતા ત્રણ ગુણ્યાં વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ એ અસંમેય સંખ્યા છે પાંચ એ પૂર્ણવર્ગ સંખ્યા નથી માટે તેનું વર્ગમૂળ નીકળે નહિ આમ તે અસંમેય સંખ્યા છે ત્રણ એ સંમેય છે પણ એક સંમેય સંખ્યાનો અસંમેય સંખ્યા સાથે ગુણાકાર અસંમેયજ મળે આમ આ અસંમેય છે અને તેનો નવ સાથે સરવાળો કરવાનો છે એટલેકે સંમેય સંખ્યા સાથે સરવાળો કરવાનો છે આમ એક સંમેય સંખ્યાનો અસંમેય સંખ્યા સાથે સરવાળો છે તેથી આ આખું પદ અસંમેય છે તેમ કહી શકાય હવે આ પદ માટે વિચારીયે અંશ માં લખી શકાય નવ ગુણ્યાં પાંચ છેદમાં ત્રણ ગુણ્યાં વર્ગમૂળ પાંચ બરાબર વર્ગમુળમાં નવ ગુણ્યાં વર્ગમુળમાં પાંચ છેદમાં ત્રણ ગુણ્યાં વર્ગમૂળ પાંચ નવનું વર્ગમૂળ ત્રણ માટે ત્રણ ગુણ્યાં વર્ગમૂળ પાંચ છેદમાં પણ ત્રણ ગુણ્યાં વર્ગમૂળ પાંચ આમ આની કિંમત થશે એક અથવા એકના છેદમાં એક તરીકે પણ જોઈ શકાય અને એક એ ચોક્કસ સંમેય સંખ્યા છે તેને એકના છેદમાં એક બેના છેદમાં બે ત્રણના છેદમાં ત્રણ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ના છેદમાં તેજ સંખ્યા આમ તે સંમેય સંખ્યા છે હવે છેલ્લા પદ માટે જોઈએ ત્રણ ગુણ્યાં નવનું વર્ગમૂળ નવનું ધન વર્ગમૂળ શું મળે તે મળે ત્રણ આમ ત્રણ ગુણ્યાં ત્રણ બરાબર નવ તેને પણ બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય નવ ના છેદમાં એક સત્યાવીસના છેદમાં ત્રણ પીસ્તાળીસના છેદમાં પાંચ આ દરેક રીતે નવને દર્શાવી શકાય માટે તે પણ સમેય સંખ્યાજ છે