મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 10
Lesson 3: શંકુ અને ગોલકગોળાનું ઘનફળ
ગોળાના ઘનફળનું સૂત્ર V = 4/3 πr³ છે. એક ઉદાહરણમાં ઉપયોગ થયેલ સૂત્રને જુઓ જ્યાં આપણને ગોળાનો વ્યાસ આપેલ છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
14 સેન્ટિમીટર વ્યાસ ધરાવતા ગોળનું ઘનફળ શોધો અહીં આપણે પાસે એક ગોળો છે આ વર્તુળ નથી તેમાં થોડો રંગ કરી લઈએ કે જેથી તે ત્રિપરિમાણ માં હોય તેવું લાગે અહીં વ્યાસ આપણે આપેલો છે જો વર્તુળ પરના બિંદુ થી કોઈ એક તરફ થી બીજી તરફ જઇયે અને તે રેખા કેન્દ્ર માંથી પસાર થતીં હોય તો તેને વ્યાસ કહેવાય આ અંતર વ્યાસ છે અને તે 14 સેન્ટિમીટર આપેલો છે ગોળાના ઘનફળની સાબિતી તમે ગણિત માં આગળ જોશો પરંતુ આપણે ગોળાના ઘનફળનું સૂત્ર જાણીયે છીએ ઘનફળને અંગ્રેજી માં વોલ્યુમ કહેવાય છે તેથી ઘનફળ v બરાબર 4/3 ગુણિયાં પાઇ ગુણિયાં r એટલે કે ત્રિજ્યાનો ઘન જ્યાં r એ ગોળા ની ત્રિજ્યા છે અહીં આપણને વ્યાસ આપ્યો છે તેથી વર્તુળ ની ત્રિજ્યા અડધી થશે તેથી આ અંતર એ વર્તુળ ની ત્રિજ્યા છે માટે આ ઉદાહરણમાં ત્રિજ્યા બરાબર 7 સેન્ટિમીટર થશે ત્રિજ્યા એટલે કેન્દ્ર થી ત્રિજ્યા જેટલા અંતરે ત્રિપરીમાં માં આવેલો સમૂહ ત્રિજ્યા 7 સેન્ટિમીટર છે અને તેને આપણે આ સૂત્ર માં મુકીયે તેથી ઘનફળ બરાબર 4/૩ ગુણિયાં પાઇ ગુણિયાં 7 સેન્ટિમીટરની ત્રણ ઘાત તેથી ગુણિયાં 7 સેન્ટિમીટરની ત્રણ ઘાત અહીં પાઇની કિંમત આશરે 3.14 મુકીયે કેટલાક લોકો પાઇ બરાબર 22/7 પણ મૂકે છે આપણે કેલ્ક્યૂલિટર ની મદદથી ગણતરી કરીયે તેથી ઘનફળ બરાબર 4 ભય 3 ગુણિયાં પાઇ ગુણિયાં 7 ની 3 ઘાત આપણે કર્મ મુજબ જ ઘાત ને ગુણાકાર પહેલાજ કરીશું આપનો એકમ સેન્ટિમીટરમાં હોવાથી સેન્ટિમીટર નો ઘન અથવા ઘન સેન્ટિમીટર આમ આપણે જવાબ મળે છે 1436.75 આપણે દશાવન્સ ચિન્હ પછી નજીક ની કિંમત લખીશુ તેથી ઘનફળ બરાબર 1436.8 ઘન સેન્ટિમીટર અથવા સેન્ટિમીટરનો ઘન તેથી ઘનફળ બરાબર 1436.8 સેન્ટિમીટરનો ઘન મળે છે