If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:02

તેમના સ્થાન મૂલ્યો દ્વારા સંપૂર્ણ સંખ્યાઓ ઉમેરી રહ્યા છે

સ્થાનકિંમત

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

19 હજાર વત્તા  સાત દશક બરાબર શું મળે ? પહેલા વિચારીએ કે 19 હજાર અને સાત દશક શું છે પછી તેને ઉમેરીએ હવે 19 હજાર એટલે 19 વખત 1000 જુઓ કે અહીં 1 વખત હજાર છે આ બે વખત 1 હજાર છે તો આપણી પાસે થયા 2000 જો ત્રીજી વખત 1 હજાર લઈએ તો,  1000, 2000 અને 3000 થાય આ ભાત પરથી સ્પષ્ટ છે કે જો આપણી પાસે 19 હજાર હોય અથવા 19 વખત 1 હજાર હોય તો તે થશે 19,000 આમ 19,000 એટલે 19 હજાર અને હવે 7 દશક માટે કહી શકાય કે 7 દશક એટલે 7 વખત દસ  10 વત્તા 10 વત્તા 10 વત્તા 19 વખત 1000 લખવા કરતા 7 વખત 10 બતાવવા સહેલા છે માટે બધા 10 દર્શાવીએ જુઓ કે આ છે 7 વખત 10 આમ સાત દશક એટલે 7 દશક, 10, 20, 30 40, 50, 60, 70 આમ, 7 દશક એટલે 70 અને હવે જો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે 19 હજાર શૂન્ય સો, 7 દશક અને 0 એકમ આમ, 19,070 આ પ્રશ્નનો ઉકેલ આપણે સ્થાનકિંમતના કોષ્ટકની મદદથી પણ મેળવી શકીએ ચાલો તો સ્થાનકિંમત વિષે વિચારીએ આપણી પાસે 19 હજાર છે જેનો અર્થ એ થાય કે 9 એ હજારના સ્થાને હોવા જોઈએ અને તેની આગળ એટલે કે અહીં 1 મૂકીએ આમ, તે વંચાય 19 હજાર આમ અહીં જે હજાર છે તેનો અર્થ છે કે આપણે આ બધા ખાલી સ્થાનકિંમતોનો સમાવેશ કરી લીધો અથવા છેલ્લે ત્રણ શૂન્ય મૂકીએ હજારને છેલ્લે ત્રણ શૂન્ય સાથે દર્શાવાય. હવે સાત દશક માટે વિચારીએ દશકના સ્થાને સાત મૂકીએ ફરી જુઓ કે અહીં એકમ કઈ  નથી. માટે મૂકીએ શૂન્ય દસ બોલીએ એટલે સાથે આ શૂન્યનો સમાવેશ થઇ જ જાય આમ હજારમાં અંતે ત્રણ શૂન્ય અને દશકમાં છેલ્લે એક શૂન્ય ફરી તેનો સરવાળો કરતાં આગળ જોયું તેમ 19 હજાર,  શૂન્ય સો અને 7 દશક આમ બંનેમાંથી કોઈપણ રીતે કરીએ જવાબ મળે 19,070 અહીં વધુ એક પ્રશ્ન આપેલ છે 5 દસ હજાર વત્તા 22 હજાર આમ, આનો ઉકેલ પણ બંને રીતે મેળવીએ એક રીતે વિચારીએ કે 5 દસ હજારનો અર્થ શું ? જો આપણી પાસે 5 વખત દસ હજાર હોય 1 વખત 10,000, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત 10,000 તેનો સરવાળો થાય 50,000 10,000, 20,000, 30,000, 40,000 અને 50,000 આમ, પાંચ વખત દસ હજાર એટલે 50,000 અહીં ઉપર પણ લખીએ 50,000 વત્તા 22 હજાર, યાદ કરો જયારે આપણે 19 હજાર કાર્ય ત્યારે જોયું કે એક વખત હજાર એટલે 1000, 2 વખત હજાર એટલે 2000 આમ, હવે 22 વખત હજાર એટલે 22,000 થાય હવે જો તેનો સરવાળો કરીએ તો 50,000 વત્તા 22,000 તો તે કુલ થશે 72000  તો આ રીતમાં તે ક્યાં દેખાય છે તેના આધારે જોયું, સંખ્યા મેળવી અને સરવાળો કર્યો અને હવે બીજી રીતે એટલે કે સ્થાનકિંમતના કોષ્ટકની મદદથી સમજીએ અહીં જુઓ કે સ્થાનકિંમતનું કોષ્ટક આપેલ છે અને તેમાં પહેલી સંખ્યા મૂકીએ  જે છે 5 દસ હજાર આમ દસ હજારના સ્થાને મૂકીએ 5 5 દસ હજાર અને પાછળ ખાલી સ્થાનમાં શૂન્યો મૂકીએ કારણ કે હજાર, સો, દશક કે એકમ આપેલ નથી. આમ, દસ હજાર માટે પાછળ ચાર શૂન્યો ઉમેર્યા  હવે બીજી સંખ્યા છે 22,000 માટે અહીં મૂકીએ 22  તેને આ રીતે વંચાય 22 હજાર અને હવે પહેલાની જેમ હજારની પાછળ મૂકીએ ત્રણ શૂન્ય હવે અંતે બધાનો સરવાળો કરતાં સ્થાનકિંમતના આધારે જોઈએ સાત દસહજાર, 2 હજાર સો નથી, દશક નથી અને એકમ પણ નથી. આમ 5 દસ હજાર વત્તા 22 હજારનો  ઉકેલ થશે 72,000